<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

મનપાના ઇન્‍ચાર્જ આસીસ્‍ટન્‍ટ કમિશનર તરીકેનો કાશ્‍મીરાબેન વાઢેરને ચાર્જ સોંપાયોઃ ત્રણ મેનેજરના વિભાગ બદલાયા

બી.એલ. કાથરોટીયાને શોપ એન્‍ડ એસ્‍ટાબ્‍લીશમેન્‍ટની કામગીરીમાંથી મુક્‍તિઃ વિવિધ અધિકારીઓના બદલીનો હુકમ કરતા મ્‍યુની.કમિશનર તુષાર સુમેરા

રાજકોટ,તા.૧૨: મ્‍યુનિસિપલ કોર્પોરેશનમાં આજે કમિશનર તુષાર સુમેરાએ કાશ્‍મીરાબેન વાઢેર  ઇન્‍ચાર્જ આસિસ્‍ટન્‍ટ કમિશનર તરીકે નિમણૂંક અને વિવિધ શાખાઓના ત્રણ આસિસ્‍ટન્‍ટ મેનેજરની કામગીરીમાં  ફેરફાર કરવાનો હુકમ કર્યો છે.

આ અંગે મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ કરેલ હુકમ આ મુજબ છે. જેમાં બી.એલ.કાથરોટીયા (મેનેજર) -ઈ.ચા.આસી.કમિશનરને ઈ.ચા.આસી. કમિશનર તરીકે (૧)CITIES 2.0. સ્‍વચ્‍છ સર્વેક્ષણ, IEC Activity, સફાઈ કામદારને લગત તમામ વહીવટી કામગીરી, (૨) દબાણ હટાવ શાખા, (૩)એસ્‍ટેટ શાખા, (૪) શોપ એન્‍ડ એસ્‍ટાબ્‍લીશમેન્‍ટ તથા સંબંધિત નાયબ કમિશનરશ્રીની સુચના અનુસારની કામગીરી તેમજ મધ્‍યાહન ભોજન યોજનાનાં ઈ.ચા. નાયબ કલેકટર તથા ચીફ વિજીલન્‍સ ઓફિસર તરીકેની કામગીરી તથા ઝોનલ આસી.મ્‍યુનિ. કમિશનર, સેન્‍ટ્રલ ઝોન, કે.ડી.વાઢેરને વેરા વસુલાત શાખા(સે.ઝો.). ચુંટર્ણી શાખા, શોપ એન્‍ડ એસ્‍ટાબ્‍લીશમેન્‍ટ અને આવાસ યોજના(વહીવટી) વિભાગના ઈ.ચા.આસી. કમિશનર,  આર.એમ ગામેતીને હાલની કામગીરી ઉપરાંત પ્રોજેક્‍ટ શાખાના મેનેજર તરીકેની કામગીરી, એમ આઇ.વોરાને સો.વે.મે. શાખા અને નોડલ ઓફીસર IEC તથા  એન. એમ.વ્‍યાસને  ટ્રાફિક, ટ્રાન્‍સપોર્ટ & ર્પાકિંગ મેનેજમેન્‍ટ શાખા, આર.આર.એલ. તેમજ ICCC ના નોડલ ઓફીસર તરીકે નિમણુંક કરવામાં આવી છે.

(3:37 PM IST)