News of Friday, 12th December 2025
અટલ સરોવરના ફૂડ કોર્ટમાંથી ફ્રોઝન મોમોઝ- વડાનો ૨૩ કિલો અખાદ્ય જથ્થો પકડાયોઃ નાશ
મનપા દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારમાં ચેકીંગ રોસ્ટેડ ચણા મસાલાના ૪ નમૂના લેતી ફુડ શાખાઃ ખાણી-પીણીના ૧૫ ધંધાર્થીઓને લાઇસન્સ અંગે સૂચના

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના અલગ- અલગ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૪૧ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૧૫ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ તેમજ ખાધ્યચીજોના કુલ ૩૦ નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ. સાથે ૪ નમૂના લેવામાં આવ્યા હતા.
મનપાની સતાવાર યાદી મુજબ ચકાસણી કરેલ ધંધાર્થીઓમાં ફિરંગી બર્ગર/શાશ્વત ફૂડસ (અટલ સરોવર ફૂડ કોર્ટ) -કુલ ૧૮ કિગ્રા પડતર પડેલ (પેકિંગ પર ઉત્પાદકની વિગતો કે લેબલિંગ વગરના) ફ્રોઝન મોમોઝનો નાશ કરવામાં આવેલ તથા લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી. જયારે કાઠિયાવાડી કસૂબો/કે.કે. એન્ટરપ્રાઇઝ (અટલ સરોવર ફૂડ કોર્ટ)- વાસી એક્સપાયરી થયેલ બ્રેડ અને ફ્રોઝન સાબુદાણા વડા મળી કુલ ૫ કિગ્રાનો નાશ કરવામાં આવેલ તથા લાઇસન્સ મેળવવા બાબતે સૂચના અપાઇ હતી.
ઉપરાંત જમ્બો તોક્સ(અટલ સરોવર ફૂડ કોર્ટ), બોમ્બે સ્ટાઈલ ભેળ (રામ કળષ્ણ આશ્રમ સામે), રાજકોટ અમેરિકન મકાઇ (આજીડેમ ચોકડી પાસે) (૦૬)ચામુંડા કોલ્ડ્રિંક્સ (આજીડેમ ચોકડી પાસે), ભેરુનાથ પાણિપુરી(આજીડેમ ચોકડી પાસે), ગાયત્રી કોલ્ડ્રિંક્સ(આજીડેમ ચોકડી પાસે), રાજકોટ કોલ્ડ્રિંક્સ(આજીડેમ ચોકડી પાસે), ચામુંડા સોડા સેન્ટર (આજીડેમ ચોકડી પાસે), શિવશક્તિ સોડા સેન્ટર (આજીડેમ ચોકડી પાસે), શિવ પાણીપૂરી (આજીડેમ ચોકડી પાસે), કરણ પાણિપુરી (આજીડેમ ચોકડી પાસે), સાલોની પાણીપુરી (આજીડેમ ચોકડી પાસે) તથા રામ અમેરિકન મકાઇ(આજીડેમ ચોકડી પાસે) આપવામાં આવેલ.
રોસ્ટેડ ચણાના ૪ નમુના લેવાયા
ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ ડ્રાઈવ અંતર્ગત કુલ ૦૪ નમૂના લેવામાં આવેલ જેમાં DHANUSH ROASTED CHANA (500 GM PACK) તથા DHANUSH ROASTED MASALA CHANA (500 GM PACK) વેગા ફૂડ ઈન્ડસ્ટ્રીઝ(ઉત્પાદક/પેકર્સ પેઢી), પુજીત રૂપાણી ટ્રસ્ટની પાછળ, શક્તિ ઇન્ડ. ઝોન પાસે, ભાવનગર રોડ ખાતેથી અને વિજય શીંગ રોસ્ટેડ ચણા (૪૦૦ ગ્રા.પેક) તથા વિજય શીંગ રોસ્ટેડ મસાલા ચણા (૪૦૦ ગ્રા.પેક) વિજય સિંગ સેન્ટર (ઉત્પાદક પેઢી), શક્તિ ઇન્ડસ્ટ્રીયલ એરિયા, શેરી નં.૦૩, સંત કબીર રોડ, સદગુરુ સાનિધ્ય કોમ્પ્લેક્ષ પાછળથી નમુના લેવાની કાર્યવાહી કરવામાં આવી હતી
(3:43 PM IST)










