<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

મહાદેવ વાડી નજીકથી ૧.૨૭ લાખનો દારૂ ભરેલી કાર સાથે પ્રકાશ ઉર્ફ ચીકોડો ઝડપાયો

ક્રાઇમ બ્રાંચની ટીમે ૪.૨૭ લાખનો મુદ્દામાલ કબ્‍જે કર્યો

રાજકોટ તા. ૧૨: શહેરના મહાદેવ વાડી પાસેથી ડીસીબીની ટીમે ૧.૨૭ લાખનો દારૂ ભરેલી કાર સાથે એક શખ્‍સને પકડી લઇ દારૂ, કાર મળી રૂા. ૪,૩૨,૨૦૦નો મુદ્દામાલ કબ્‍જે કરાયો છે.

દારૂ જૂગારની પ્રવૃતિ અટકાવવા ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યાર કરણભાઇ કોઠીવાળ, અરવિદભાઇ ફતેપરા અને સંજયભાઇ અલગોતરને મળેલી બાતમી પરથી  માયાણી ચોક, મહાદેવ વાડી શેરી નં. ૨ પાસે જાહેર શૌચાલયની સામે આવેલ કેયુર એન્‍ટરપ્રાઈઝ નામની દુકાન નજીક રોડ પર બ્રેઝા કાર  નં.જીજે૦૩એલજી-૭૫૧૪ને આંતરી લીધી હતી. તેના ચાલકની પુછતાછ કરતાં પોતાનું નામ પ્રકાશ ઉર્ફ ચીકડો જયસુખભાઇ દુધરેજીયા (ઉ.વ.૩૭-રહે. આસોપાલવ સોસાયટી શેરી નં. ૩, કોઠારીયા રોડ) જણાવ્‍યું હતું. કારની ડેકીની તપાસ કરતાં અંદરથી અલગ-અલગ બ્રાન્‍ડની કુલ ૯૬ નંગ બોટલો મળી આવી હતી. જેની કિંમત રૂ. ૧,૨૭,૨૦૦ ગણી દારૂ, કાર કબ્‍જે કરી પ્રકાશ ઉર્ફ ચીકડાોની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસે રોયલ સ્‍ટગની ૨૪ બોટલ, રોયલ ચેલેન્‍જની ૪૮ બોટલ, ઓલ સીઝનની ૨૪ બોટલ તેમજ ૩ લાખની કાર, પ હજારનો મોબાઇલ કબ્‍જે કર્યા હતાં. ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીઆઇ એમ. એલ. ડામોર, પીઆઇ સી. એચ. જાદવની રાહબરીમાં પીએસઆઇ એસ. વી. ચુડાસમા, અને ટીમે કાર્યવાહી કરી હતી.

(3:47 PM IST)