<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

કારખાનામાં પગાર બાબતેના મનદુઃખમાં નીરજ મહંતોને ધમકી

કોઠારિયા સોલવંટમાં મિત્રના ઘેર બનાવઃ ધનંજય મહંતો, વિવેક મહંતો, રાજુ પાસવાન સહિત ચાર સામે ફરિયાદ

રાજકોટ, તા. ૧રઃ અમદાવાદમાં રહેતો બીહારી યુવાન રાજકોટ કોઠારીયા સોલવન્‍ટમાં રાધીકા રેસીડેન્‍સીમાં મિત્રના ઘરે રોકાવા આવ્‍યો હતો. ત્‍યારે આગાઉ રાજકોટમાં જે કારખાનામાં કામ કરતો હતો. ત્‍યાં પગાર બાબતે થયેલી માથાકુટનો ખાર રાખી ચાર શખ્‍સોએ ધમકી આપતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ બીહારના મનીપર ગામનો વતની હાલ અમદાવાદ વસ્‍તાલ ઓઢવ રીંગ રોડ પર અમી રેસીડેન્‍સીમાં એફ-૭૦૧ માં રહેતો નીરજ દિનેશભાઇ મહંતો (ઉ.વ. ૩૬) એ આજીડેમ પોલીસ સ્‍ટેશનમાં ધનંજય લાલોરાય, વિવેક ધનંજય મહંતો, રાજુપાસવાન તથા એક અજાણ્‍યા શખ્‍સ વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાવી છે. નીરજે ફરીયાદમાં જણાવ્‍યું છે કે, તે કઠવાડા વિસ્‍તારમાં આવેલા ઓમ ઓટોમેશન નામના કારખાનામાં નોકરી કરે છે. તા. ૭ ના રોજ તેના બહેન બિંદુદેવી રાજકોટ-ગોંડલ રોડ પર રાજકમલ પેટ્રોલ પંપની પાછળ રહેતા હોવાથી હું ત્‍યાં રક્ષાબંધનનો તહેવાર મનાવવા અમદાવાદથી રાજકોટ આવ્‍યા હતા. બાદ બીજા દિવસે તા. ૮-૮ ના રોજ તે કોઠારીયા સોલવન્‍ટમાં રાધીકા રેસીડેન્‍સીમાં રહેતા મિત્ર અમરદીપના ઘરે રોકાવા ગયા હતાં. બાદ તા. ૯-૮ ના રોજ તેની તબીયત સારી ન હોવાથી તે સુતા હતા ત્‍યારે અહી અગાઉ ફરીયાદી જેને ત્‍યાં ફેબ્રીકેશનનું કામ કરતા હતા. તે ધનંજય મહંતોની પત્‍ની કીરણદેવી ઘરે આવીને તેણે ધનંજવને વાત કરતા તેનો દીકરો ફરીયાદીને બોલાવવા માટે આવ્‍યો હતો. તેની તબીયત સારી ન હોવાથી આવવાની ના પાડી દીધી હતી. થોડીવાર બાદ આરોપી ધનંજય સહિત ત્રણેય આવીને અગાઉ ર૦૧૯-ર૦ ના અરસામાં પગાર બાબતે થયેલી માથાકુટનું મનદુઃખ રાખી ધનંજયે ગાળો આપી ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર માર્યો હતા. બાદ હવે અમને તું કયાં સામે મળીશ તો તને જાનથી મારી નાખીશ તેમ ધમકી આપી હતી. આ અંગે યુવાને યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.

(4:12 PM IST)