<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th December 2025

ઠંડીથી રાજકોટીયનો ધ્રુજ્‍યા : ૧૨.૮ ડીગ્રી

ગઇકાલ કરતાં લઘુતમ તાપમાનમાં આંશિક વધારો પણ ઠંડીનો વધુ અહેસાસ : ઠંડીમાં હજુ વધારો થશે

રાજકોટ : છેલ્લા ત્રણ - ચાર દિવસથી ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વહેલી સવારે અને રાત્રીના ફૂંકાતા ઠંડા પવનોના લીધે ઠંડીની અસર વધુ વર્તાઇ રહી છે. ડીસેમ્‍બર મહિનો અડધો પૂરો થવાના આરે છે ત્‍યારે આગામી દિવસોમાં પણ ઠંડીમાં હજુ વધારો થવાની પૂરી સંભાવના  છે.

રાજકોટ શહેરમાં આજે ૧૨.૮ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. પવન ૪ કિ.મી. અને ભેજનું પ્રમાણ ૭૫ ટકા છે. ગઇકાલે ૧૨ ડીગ્રી તાપમાન હતું જેમાં આંશિક વધારો થયો છે પરંતુ આજે ઠંડીનો વધુ અહેસાસ થઇ રહ્યો છે. ઠંડા પવન ફૂંકાતા હોય ઠંડીની વધુ અસર થઇ રહી છે. શહેરીજનો ગરમ વષાોમાં જ જોવા મળી રહ્યા છે.

હવામાન વિભાગના જણાવ્‍યા અનુસાર ઉતર ભારતમાંથી આવતા ઠંડા પવનો અને હિમાલયના વિસ્‍તારમાં થયેલ બરફવર્ષાના કારણે સોૈરાષ્‍ટ્ર - ગુજરાતમાં પણ ઠંડીનો પારો નીચે ઉતર્યો છે ઉપરા -ઉપરી વેસ્‍ટર્ન ડિસ્‍ટબેન્‍સની અસરથી આગામી દિવસોમાં પણ ઠંડીનો દોર યથાવત રહે તેવી પૂરી સંભાવના છે.

(11:53 AM IST)