<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th December 2025

પોલીસ વિભાગની પરીક્ષામાં ખોડલધામ સમિતિ રાજકોટના ૮૫ છાત્રો ઉતિર્ણઃ સોમવારે નવી બેચ માટે સેમિનાર

૩૦ થી ૩૫ દીકરીઓએ પણ પરીક્ષામાં મેદાન માર્યુઃ સેમિનારમાં પોલીસના ઉચ્‍ચ અધિકારીઓ માર્ગદર્શન આપશે

રાજકોટઃ શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડ અને શ્રી સરદાર પટેલ કલ્‍ચરલ ફાઉન્‍ડેશન-રાજકોટની યુવા પાંખ શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ-રાજકોટ માંથી તાલીમ મેળવીને પોલીસ વિભાગમાં તાજેતરમાં  તાલીમાર્થીઓ પસંદગી પામ્‍યા છે. ગુજરાત સરકારના પોલીસ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫માં લેવાયેલી લોકરક્ષક દળની પરીક્ષામાં શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ-વિદ્યાર્થીઓએ ઉત્‍કૃષ્ટ પ્રદર્શન કરીને ગુજરાતભરમાં ડંકો વગાડયો હોવાનું સંસ્‍થાના આગેવાનોએ જણાવ્‍યું છે.

પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવાયેલી લોકરક્ષક દળની આ પરીક્ષામાં યુવક-યુવતીઓ ઉતિર્ણ થયા છે. આમ આ વર્ષે ગુજરાત સરકારના પોલીસ વિભાગમાં કુલ યા યુવક-યુવતીઓએ નિમણૂક મેળવીને સંસ્‍થાનું અને પરિવારનું નામ રોશન કર્યું છે. આ તમામ તાલીમાર્થીઓએ રાજકોટ સ્‍થિત શ્રી સરદાર પટેલ ભવનમાં ચાલતાં શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ- રાજકોટ સંચાલિત સ્‍પર્ધાત્‍મક પરીક્ષાના વર્ગોમાં તાલીમ મેળવી હતી. નિષ્‍ણાતો દ્વારા વિદ્યાર્થીઓને લેખિત પરીક્ષાની સઘન તૈયારી કરાવવામાં આવી હતી. આ ઉપરાંત શારીરિક કસોટી માટે દોડ સહિતની તાલીમ પણ અહીંયાથી આપવામાં આવી હતી. સરકારી નોકરી મેળવનારા તમામ તાલીમાર્થીઓને શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલે અભિનંદન પાઠવી જણાવ્‍યું કે, આ યુવાનો હમેંશા સમાજ અને દેશ ઉપયોગી કાર્યો કરતાં રહે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૨થી શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ- રાજકોટ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે સ્‍પર્ધાત્‍મક પરીક્ષાના કોચિગ ક્‍લાસ શરૂ કરવામાં આવ્‍યા છે. જેમાંથી અત્‍યાર સુધીમાં ઘણા વિદ્યાર્થીઓ વિવિધ સરકારી ખાતામાં નિમણૂક પામી ચૂક્‍યા છે.

હાલ રાજ્‍ય સરકાર દ્વારા પોલીસ વિભાગમાં ૧૩ હજારથી વધુ જગ્‍યાની ભરતી જાહેર કરવામાં આવી છે. ત્‍યારે ભેલ શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ- રાજકોટ દ્વારા રાજકોટ ખાતે પોલીસ ભરતીની નવી બેચ શરૂ કરવામાં આવી છે. આ બેચમાં જોડાવવા માટે શ્રી ખોડલધામ પરિવારના વિદ્યાર્થીઓએ શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ- રાજકોટની ઓફિસે મો.નં. ૭૪૦૫૪ ૬૯૨૩૯ સંપર્ક કરવા જણાવાયું છે.

સાથે જ આગામી પોલીસ ભરતી અન્‍વયે તા ૧૫ સોમવાર સવારે ૧૦ કલાકે સરદાર પટેલ ભવન ખાતે નિઃશુલ્‍ક માર્ગદર્શન સેમિનારનું પણ આયોજન કરાયું છે. જેમાં નિષ્‍ણાતો દ્વારા પોલીસ ભરતીને લઈને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે સંસ્‍થાના આગેવાનો સર્વશ્રી જીતુભાઇ વસૌયા મંત્રી, શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ, હરેશભાઇ પરસાણા-પ્રમુખ, શ્રી સરદાર પટેલ કલ્‍ચરલ ફાઉન્‍ડેશન, તથા જી.એલ.રામાણી-મંત્રી પાસ થયેલા વિદ્યાર્થીઓ મિહિર પટેલ અને અંશ સખીયા તેમજ ચિંતન પેઢડીયા નજરે પડે છે. (તસ્‍વીરઃ અભીજીત બગથરીયા) 

(1:01 PM IST)