<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th December 2025

રાજકોટના એડી. કલેકટર આલોક ગોતમની માત્ર

૧ વર્ષમાં બદલીઃ નાયબ મૂખ્‍યમંત્રીના અંગત સચિવ બન્‍યા મહત્‍વની જવાબદારી સોંપાઇઃ શ્રી ગોતમે અનેક મહત્‍વની કામગીરી બજાવી

રાજકોટ તા.૧૩: રાજ્‍ય સરકાર દ્વારા વહીવટી તંત્રમાં ફેરફારો કરવામાં આવ્‍યા છે, જેના ભાગરૂપે રાજકોટના એડિશનલ કલેક્‍ટર શ્રી આલોક ગૌતમની તાત્‍કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. તેમની નિમણૂક નાયબ મુખ્‍યમંત્રીના અધિક અંગત સચિવ (O.S.D.) તરીકે કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, શ્રી આલોક ગૌતમ, જેઓ ૧ વર્ષ પહેલા અધિક કલેક્‍ટર તરીકે ફરજ  પર જોડાયા હતા, તેમને નાયબ મુખ્‍યમંત્રીની કચેરીમાં મૂકવામાં આવ્‍યા છે. તેમની જગ્‍યાએ હાલ કોઈ નવા અધિકારીની નિમણૂક જાહેર કરવામાં આવી નથી.

સત્તાવાર આદેશ મુજબ, નાયબ મુખ્‍યમંત્રીની અંગત શાખામાં ફરજ બજાવતા શ્રી દિગ્‍વિજય જોષી, નાયબ સચિવ, અને શ્રી આલોક ગૌતમ, અધિક કલેક્‍ટર, નિવાસી અધિક કલેક્‍ટર, રાજકોટની બદલી નાયબ મુખ્‍યમંત્રીના અધિક અંગત સચિવ (વર્ગ-૨) તરીકે કરવામાં આવી છે.

શ્રી ગૌતમે રાજકોટમાં આશરે એક વર્ષ સુધી સેવા આપી હતી, અને હવે તેમને સીધા જ ગાંધીનગરમાં નાયબ મુખ્‍યમંત્રીના કાર્યાલયમાં મહત્‍વની જવાબદારી સોંપવામાં આવી છે

(2:01 PM IST)