<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th December 2025

નવા ફોજદારી કાયદા મુદ્દે રાજ્‍યસભામાં પ્રશ્‍ન પુછતા રામભાઈ મોકરીયા

 

રાજકોટ, તા.૧૨: નવા ફોજદારી કાયદા હેઠળ સાત વર્ષ કે તેથી વધુ સજા ના ગુના હેઠળ ગુના વાળી જગ્‍યા ની ફરજિયાત ફોરેન્‍સિંક ટીમ દ્વારા મુલાકાત લેવા બાબતે રાજ્‍ય સભામાં રાજ્‍ય સભાના સંસદ સભ્‍ય રામભાઈ મોકરીયા એ પ્રશ્‍ન પૂછયો હતો.

સંસદના શિયાળુ સત્રમાં ગળહ મંત્રાલયને નવા ફોજદારી કાયદા હેઠળ સાત વર્ષ કે તેથી વધુ સજાના ગુના હેઠળ ગુના વાળી જગ્‍યાની ફોરેન્‍સિંક ટીમ દ્વારા ફરજિયાત મુલાકાત લેવાનું નક્કી કરવામાં આવેલ છે? તેમજ તપાસ અને જપ્તી દરમિયાન વિડીયોગ્રાફી ફરજિયાત કરવામાં આવેલ છે કે કેમ? જો ફરજિયાત કરવામાં આવેલ હોય તો વિગતવાર જણાવવા રાજ્‍યસભાના સાંસદ રામભાઈ મોકરીયા એ વિનંતી કરી  હતી. આ પ્રશ્‍નોના જવાબ કેન્‍દ્રીય ગળહ મંત્રાલયના રાજ્‍યકક્ષાના મંત્રી  બંદી સંજય કુમાર દ્વારા  અપાયેલ છે.

કેસ અને તપાસને મજબૂત બનાવવા માટે સાત વર્ષ કે તેથી વધુ સજાપાત્ર ગુનાઓમાં ફોરેન્‍સિક નિષ્‍ણાતોને ગુનાના સ્‍થળોએથી પુરાવા એકત્રિત કરવા મુલાકાત લેવાનું ફરજિયાત કરવામાં આવ્‍યું છે. તેમજ વધુમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા,૨૦૨૩માં પુરાવા સાથે છેડછાડ અટકાવવા માટે ગુનાના સ્‍થળે પુરાવા એકત્રિત કરવાની પ્રક્રિયાનું વિડીયોગ્રાફી ફરજિયાત બનાવવામાં આવી છે. આ બેવડા અભિગમ તપાસની ગુણવત્તા અને વિશ્વસનીયતામાં નોંધપાત્ર વધારો કરે છે. અને ન્‍યાયના ન્‍યાયી વહીવટમાં ફાળો આપે છે. તેમ જણાવ્‍યું હતું.

(2:03 PM IST)