<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th December 2025

હિતેષ સોલંકી પર પાડોશી મોહિતે ઇંટ, ફુલછોડના કુંડાના ઘા કર્યા

આજી વસાહત આંબેડકરનગર મારામારી : હિતેષનો ભાણેજ બાઇક લઇ નીકળ્‍યો ત્‍યારે શેરીમાં વચ્‍ચોવચ્‍ચ ખુરશી રાખી બેઠેલા મોહિતને પાટુ મારી બાઇક સહિત પછાડી દેતાં ડખ્‍ખો

રાજકોટ તા. ૧૩: આજી વસાહત ૮૦ ફુટ રોડ પર આંબેકડરનગરમાં રહેતાં યુવાનના ઘરે આવેલો ભાણેજ બાઇક લઇને કામે જવા નીકળ્‍યો ત્‍યારે શેરીમાં વચ્‍ચોવચ્‍ચ ખુરશી રાખીને બેઠેલા શખ્‍સે બાઇકને પાટુ મારી યુવાનના ભાણેજને બાઇક સહિત પછાડી દઇ ધમાલ મચાવતાં ભાણેજને છોડાવવા યુવાન વચ્‍ચે પડતાં તેને ગાળો દઇ ઘરમાં દોડી જઇ ત્‍યાંથી ઇંટ, ફુલછોડના કુંડાના ઘા કરતાં યુવાન લોહીલુહાણ થઇ ગયો હતો.

આજી વસાહત ૮૦ ફુટ રોડ આંબેડકરનગર-૧૧માં રહેતાં હિતેષ ખોડાભાઇ સોલંકી (ઉ.વ.૩૬)ને લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્‍પિટલે ખસડાતાં દાખલ કરાયો હતો. મારામારીમાં ઇજા થયાનું કહેતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં હિતેષની ફરિયાદ પરથી થોરાળા પોલીસે તેના પાડોશી મોહિત ઉર્ફ બની સુરેશભાઇ પરમાર વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

હિતેષ સોલંકી પરિવાર સાથે રહે છે અને છુટક મજૂરી કરી ગુરજાન ચલાવે છે. તેણે જણાવ્‍યું હતું કે શુક્રવારે ૧૨મીએ હું, મારા પત્‍નિ પૂજા, માતા બાલુબેન અમારા ઘરે હતાં ત્‍યારે ભાણેજ અભય મનોજભાઇ પણ આવ્‍યો હતો. આ પછી ભાણેજ અમારા ઘરેથી તેના કામે જવા નીકળ્‍યો ત્‍યારે શેરીમાં જ રહેતો મોહિત ઉર્ફ બની શેરીમાં વચ્‍ચોવચ્‍ચ ખુરશી રાખીને બેઠો હોઇ મારા ભાણેજ અભયે તેનું બાઇક સાઇડમાંથી કાઢતાં મોહિત ઉર્ફ બનીએ તને ગાળો દઇ બાકઇમાં પાટુ મારી દેતાં મારો ભાણેજ બાઇક સહિત પડી ગયો હતો.

દેકારો થતાં હું દોડીને ત્‍યાં જતાં વચ્‍ચે પડતાં મોહિતે મારી સાથે ઝપાઝપી  કરીગાળો દીધી હતી. આ વખતે મારા પત્‍નિ પૂજા, માતા બાલબેન, બહેન ગોૈરીબેન સોલંકી સહિતના આવી ગયા હતાં. આથી મોહિત તેના ઘરમાં જતો રહ્યો હતો અને અંદરથી ફુલછોડનું કુંડુ અને ઇંટોના ઘા કરતાં મને કુંડુ માથામાં લાગી જતાં લોહી નીકળવા માંડયા હતાં. તેમજ જમણા બાવડામાં પણ ઇજા પહોંચી હતી. કોઇએ ૧૦૮ બોલાવતાં મને હોસ્‍પિટલે ખસેડાયો હતો. મારા ભાણેજ અભયને પ્રાથમિક સારવાર અપાઇ હતી અને મને દાખલ કરાયો હતો. તેમ વધુમાં હિતેષ સોલંકીએ જણાવતાં એએસઆઇ જે. ડી. શિયારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

(2:17 PM IST)