<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th December 2025

બાર.એસો.ની ચૂંટણીમાં બ્રહ્મ અને પાટીદાર વકીલોનું સમરસ પેનલને જબરૂ સમર્થનઃ પેનલને ચૂંટી કાઢવા અપીલ

રેવન્‍યુ-ક્રીમીનલ, ફેમીલી નોટરી ટેકસેશન સહિતના વકીલ મંડળોનો ટેંકો

રાજકોટ તા.૧૫: રાજકોટ બાર એશોસીએશનની ચુંટણીને હવે ગણ્‍યા દિવસો બાકી છે ત્‍યારેલીગલ સેલ પ્રેરીત સમરસ પેનલના ઉમેદવારો પ્રમુખ પદે સુરેશભાઈ ફળદુ, ઉપપ્રમુખ પદે સિધ્‍ધરાજસિંહ જાડેજા, સેક્રેટરી પદે મેહુલભાઈ મેહતા, જોઈન્‍ટ સેક્રેટરી પદે સંદિપભાઈ વેકરીયા, ટ્રેઝરર પદે રેખાબેન લીંબાસીયા(પટેલ), લાઈબ્રેરી સેક્રેટરી પદે સાગરભાઈ હપાણી, કારોબારી સભ્‍ય(મહિલા અનામત) માટે અરૂણાબેન(અલ્‍કાબેન) પંડયા, મીતાબેન રાવ,હીરલબેન જોષી કારોબારી સભ્‍ય પદના ઉમેદવારો અમિત વેકરીયા, કશ્‍યપ ઠાકર, દિપ વ્‍યાસ, જતીન ઠકકર, યશ ચોલેરા, કેતન જેઠવા, રણજીત મકવાણા વિ. ને વિવીધ સમાજ તથા વિવીધ ક્ષેત્રે કાર્યરત વકીલોના એસોશીએશન ઘ્‍વારા જંગી સમર્થન મળી રહયુ છે.

ગત શનીવારના રોજ સમરસ પેનલના મધ્‍યસ્‍થ કાર્યાલય એવા વિરાણી હાઈસ્‍કુલ ખાતે બ્રહ્મ સમાજના વકીલોનુ સંમેલન યોજાયુ હતુ, જેમા ૨૫૦ થી પણ વધુ બ્રહ્મ વકીલો હાજર રહયા હતા, આ તકે બ્રમ્‍હ સમાજના પ્રમુખ દર્શીતભાઈ જાની, ગીરીશભાઈ ભટ્ટ, બ્રમ્‍હ અગ્રણી રાજુભાઈ જોષી, પરેશભાઈ ઠાકર, પી. સી. વ્‍યાસ, અજયભાઈ જોષી, ધીમંતભાઈ જોષી, નલીનભાઈ શુકલ, ગજેન્‍દ્રભાઈ જાની, હરેશભાઈ દવે, નરેશભાઈ દવે, હેમંતભાઈ ભટ્ટ, કમલેશભાઈ રાવલ, આનંદભાઈ જોષી, ધર્મેશભાઈ મહેતા, મુકેશભાઈ પંડયા, કે. સી. ભટ્ટ, વિમલભાઈ ભટ્ટ, પરેશભાઈ વ્‍યાસ, મોનીષભાઈ જોષી હીરેનભાઈ જોષી, વિગેરે સહીતના આગેવનો ઉપસ્‍થીત રહયા હતા. આ સંમેલનમાં સમસ્‍ત બ્રહ્મસમાજના વકીલોએ એકસુરે સમરસ પેનલ સાથે રહીને તેમને આખી પેનલને ખુલ્લો ટેકો જાહેર કર્યો હતો, ઉપસ્‍થીત તમામ મતદાતાઓએ સમરસ પેનલના પેનલ ટુ પેનલ તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી મતદાન કરી વિજય બનાવવાના આર્શીવચન પાઠવ્‍યા હતા. આજરોજ તાજેતરમાં દેવભુમી દવારકા ના એડી. ડીસ્‍ટ્રીક જજ તથા રાજકોટ બાર એસોશીએશન ના પૂર્વ સભ્‍ય સમીરભાઈ વ્‍યાસ ના પુત્ર રૂતુરાજભાઈ તથા રાજકોટ ખાતે કન્‍ઝ્‍યુમર તેમજ એમ.એ.સી.પી ક્ષેત્રે વકિલાત કરતા નીશાબેન પોપટનુ દુખદ અવસાન થતા આ બંને યુવા વકિલોને ઉપસ્‍થીત તમામ લોકોએ પોતાના સ્‍થાન ઉપર ઉભા થઈને બે મીનીટનું મૌન પાડીને શ્રધ્‍ધાંજલી પાઠવેલ હતી. આ તકે ઉપસ્‍થીત તમામ બ્રહ્મ વકીલોએ એકનાદે મહાદેવ હરના પ્રચંડ ધ્‍વની સાથે પોતાનુ સમર્થન સમરસ પેનલની તરફે ગુંજતુ કર્યુ હતુ.

 પાટીદાર વકીલોનુ એક જંગી સંમેલન યોજાયુ હતુ, જેમા ૪૦૦ થી પણ વધુ પાટીદાર વકીલો ઉપસ્‍થીત રહ્યા હતા, અને પાટીદાર વકીલો મતદાનના દિવસે વધુ મા વધુ મતદાન કરી સમરસ પેનલના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય બનાવે તેવી અપીલ સમાજના આગેવાનો ધ્‍વારા કરવામા આવી હતી. આ તકે પાટીદાર સમાજના વિવીધ ક્ષેત્રે જેવા કે રેવન્‍યુ, સીવીલ, ક્રિમીનલ, ફેમીલી કોર્ટ, ટેકસેશનસહીતની પ્રેકટીસ કરતા પાટીદાર વકીલ મતદાતાઓ એ સમરસ પેનલના તમામ ઉમેદવારોને એક અવાજે ખુબ ભારે બહુમતથી ચુંટી કાઢવાનો કોલ આપ્‍યો હતો તથા મા ખોડલ તથા મા ઉમીયા ના નાદ સાથે તમામ પાટીદાર વકીલોએ મતદાનના દિવસે મહતમ મતદાતાઓ પોતાનો મત આપે તેવા તમામ પ્રયાસો કરવાની ખાત્રી આપી હતી.

હાલમા આયોજીત ચુંટણીમા પ્રમુખ પદે પાટીદાર વકીલ આગેવાન સુરેશભાઈ ફળદુ ઉમેદવારી નોંધાવી રહયા હોય ત્યારે સમસ્ત વકીલ આલમ અને ખાસ કરીને પાટીદાર વકીલોઍ સૌના હીતમા ઍકતા બતાવી ઍક સારા અને યોગ્ય વ્યકિતને બાર ઍસોશીઍશનનુ સુકાન મળે તે માટે મતદાન કરવુ તમામની નૈતિક ફરજ છે તેવો મત વ્યકત કર્યો હતો. આ તકે પાટીદાર સંમેલનમા અગ્રણી વકીલો રામજીભાઈ માવાણી, રમાબેન માવાણી, રમેશભાઈ ઘોડાસરા, અર્જુનભાઈ પટેલ, કિશોરભાઈ સખીયા, સી. ઍચ. પટેલ, નરેન્દ્રભાઈ બુસા, આર. આર. પટેલ, જી. ઍલ. રામાણી, ઍન. જે. પટેલ, દેવેન્દ્રભાઈ કથીરીયા, દેવરાજભાઈ વેકરીયા, પ્રશાંતભાઈ પટેલ, મુકેશભાઈ પીપળીયા, અરવિંદભાઈ વસાણી, બી.ઍમ. પટેલ, દિપેશ અંધારીયા, અશ્વિન સેખલીયા, મૌલીકભાઈ ફળદુ, કાંતીલાલ ગીણોયા, નિલય ડેડાણીયા, મનસુખભાઈ સાકરીયા, રક્ષીતભાઈ રૈયાણી, ભાવેશભાઈ રંગાણી, ચંદ્રેશભાઈ સાકરીયા, રમેશભાઈ આદ્રોજા, પી.ઍચ. પનારા, હીતેષ રાદડીયા, અશોકભાઈ ત્રાંબડીયા, ગોપાલભાઈ ભલાણી, ધવલભાઈ સુદાણી, જે.સી. પરસાણા, રીધમ ઝાલાવડીયા, પ્રણવ પટેલ, સૌરભ પટેલ, લલિત કાલાવડીયા, કિશોર કાનાણી, સી.ઍમ. પટેલ, રાકેશ કોઠીયા, અમીતભાઈ ગડારા, વિવેકભાઈ લીંબાસિયા, હાર્દીકભાઈ વેકરીયા, હર્ષભાઈ ફળદુ, હસમુખભાઈ કલકાણી, જે. કે. તાળા, વિશાલ મારવીયા, જગદીશભાઈ ભંડેરી, જયેશભાઈ પણસારા, જીજ્ઞેશભાઈ ગજેરા, જીજ્ઞિશભાઈ સખિયા, જવલંત પરસાણા, અરવિંદભાઈ રામાણી, અશોકભાઈ રામોલીયા, અશ્વીનભાઈ કાનાણી, કૌશિક કનેરીયા, અમિત ગોધાણી, ભાવિન મારડીયા, અતુલભાઈ ફળદુ, ભાર્ગેશ ખુંટ, ભાવીક આંબલીયા, ચેતનભાઈ આસોદરીયા, ચીમનભાઈ રામાણી, જગદીશ સોરઠીયા, હરેશ સોરઠીયા, કેયુર કેરાલીયા, લખન હરસોડા, લલીત સંખારવા જયમીન માધાણી, મનોજ સોજીત્રા, મનુભાઈ પટેલ, મુકેશભાઈ કેસરીયા, પી.ઍમ.પટેલ, પ્રવીણભાઈ પેઢડીયા, રાધવજી ઘેલાણી, રાજેશ ગઢિયા, રાકેશ સભાયા, રોહિત મુંગરા, વિકૂમ ગોડલીયા, રશ્મીબેન પટેલ, ચેતનાબેન કાછડીયા, અંજનાબેન ખુંટ, વીણાબેન કોરાટ, નમીતા કોઠીયા, રેખાબેન હરખાણી, નિરાલી રામાણી, બીનાબેન પટેલ, પુનમબેન અગોલા, જયશ્રીબેન વઘાસીયા, ધારાબેન કેરાળીયા, કૃપલબેન નસીત, ઍકતાબેન બુડાસણા વિગેરે હાજર રહી લીગલ સેલ સમરસ પેનલને સમર્થન આપી પેનલ ટુ પેનલ મતદાન કરવા અપીલ કરેલ હતી.

(4:04 PM IST)