<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th December 2025

કાલાવડ રોડ-નાના મવા રોડ ટનાટન બનશે

ડામર પર ડામર, પછી ખોદકામ આ ચક્ર કયારે તુટશે? : મહિલા કોલેજ અન્‍ડર બ્રીજથી કેકેવી ચોક તથા લક્ષ્મીનગર બ્રીજથી નાનામવા ચોક સુધી ૩ર૪ લાખનો ખર્ચે રીકાર્પેટ કામનો પ્રારંભ

રાજકોટ, તા. ૧પઃ વોર્ડ નં.૮માં  ૧) કાલાવડ રોડ પર મહિલા કોલેજ અન્‍ડરપાસ થી કે.કે.વી. ચોક સુધી રસ્‍તાને ડામર રી-કાર્પેટ કામ રૂ.૩૦૪.૦૦ લાખ, ર) નાનામવા રોડ પર લક્ષ્મીનગર અન્‍ડર બ્રીજ થી નાનામવા ચોક સુધી રસ્‍તાને ડામર રી-કાર્પેટ કરવાનું કામ રૂ.ર૪૧.૦૦ લાખ, ૩) રાજનગર ચોક થી માયાણી ચોક સુધી રસ્‍તાને ડામર રી-કાર્પેટ કરવાનું કામ રૂ.૮૮.૦૦ લાખના ખર્ચે ડામર કાર્પેટ કરવાના કામનું ખાતમુહુર્ત રાજકોટ શહેર પ્રમુખ ડો. માધવ દવે, ધારાસભ્‍ય ડો.દર્શિતા શાહ અને રમેશભાઈ ટીલાળાના હસ્‍તે કરવામાં આવ્‍યું. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં રાજકોટ શહેર પ્રમુખ ડો.માધવ દવે, ધારાસભ્‍ય ડો. દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા, પૂર્વ ધારાસભ્‍ય ગોવિંદભાઈ પટેલ, કોર્પોરેટર અશ્વિનભાઈ પાંભર, બિપીનભાઈ બેરા, ડો. દર્શનાબેન પંડયા, પ્રભારી સંજયભાઈ દવે, પ્રમુખ દેવકરણભાઈ જોગરાણા, મહામંત્રી નિલેશભાઈ ભટ્ટ, રાજકોટ શહેર મહિલા મોરચા પ્રમુખ કિરણબેન માકડિયા, રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ મહેશભાઈ રાઠોડ, જયસુખભાઈ મારવીયા, કાથડભાઈ ડાંગર, ધ્‍યેયભાઈ દોશી, રમેશભાઈ ચાવડીયા, રાજકોટ શહેર આદિજાતિ મોરચા પ્રમુખ મનોજભાઈ દુબલ, રાજકોટ શહેર આદિજાતિ મોરચા પ્રમુખ મહામંત્રી જીતેન્‍દ્રભાઈ વાઘેલા, નંદન માખેલા, મયુરભાઈ પાંભર, ચેતન ચાવડા, નારણભાઈ બગડા, રીટાબેન સખીયા, શોભનાબેન સોલંકી, હર્ષિદાબેન કાસુન્‍દ્રા, રક્ષાબેન જોશી, અશોકભાઈ ડાંગર, સંદીપ દેપાણી, દિલસુખભાઈ રાઠોડ, વિનુભાઈ વઘાસીયા, દેવાંગી મૈયડ, રજનીબેન ચાવડા, સોનાલીબેન વાઘેલા, મીનાબેન શર્મા, ગીરીશભાઈ રાઠોડ, મનાભાઇ સભાડ, ઉજીબેન પંડ્‍યા, સમીર રાણીંગા વગેરે ઉપસ્‍થિત રહયા હતા.

(3:05 PM IST)