<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th December 2025

અમદાવાદમાં ૧૨-૧૨ સી. જી. એચ. એસ. વેલનેસ સેન્‍ટર, પણ રાજકોટમાં એકપણ નહિં : રાજકોટ સેન્‍ટ્રલ ગર્વમેન્‍ટ પેન્‍શનર્સ એસો

૧૭મી એ પેન્‍શનર્સ -ડે નિમિતે રાજકોટ સેન્‍ટ્રલ ગર્વમેન્‍ટ પેન્‍શનર્સ એસોસીએશન દ્વારા વાર્ષિક સાધારણ સભા : ૭૫ વર્ષથી વધુ વયના વડીલોનું સન્‍માન : તબીબોનું માર્ગદર્શન

રાજકોટ : અમદાવાદમાં સી. જી. એચ. એસ. વેલનેસ સેન્‍ટરો છે જ્‍યારે રાજકોટમાં એકપણ વેલનેસ સેન્‍ટર નથી. આ બાબતે ઘણા વર્ષોથી અમારી માંગણી છે જે હજુ સુધી સ્‍વીકારવામાં આવી નથી. તેવો આક્રોશ કેન્‍દ્રના નિવૃત પેન્‍શનરોએ ઠાલવ્‍યો હતો.

રાજકોટ સેન્‍ટ્રલ ગર્વમેન્‍ટ પેન્‍શનર્સ એસોસીએશનના સભ્‍યો આજે અકિલાની મુલાકાતે આવ્‍યા હતા. તેઓએ જણાવેલ કે આગામી ૧૭મી ના પેન્‍શનર્સ-ડે નિમીતે રાજકોટમાં વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં૭૫ વર્ષથી ઉપરના ૬ વડીલોનું સન્‍માન કરવામાં આવશે. તો વોકહાર્ટ હોસ્‍પિટલ અને એઇમ્‍સ હોસ્‍પિટલના તબીબો માર્ગદર્શન આપશે. હાલ આ સંસ્‍થામાં ૫૦૦થી વધુ સભ્‍યો છે.

વધુમાં જણાવ્‍યું છે કે હાલમાં કેન્‍દ્રના નિવૃત કર્મચારી ઓને સારવાર માટે છે કે અમદાવાદ જવું પડે છે. ત્‍યાં વેલનેસ સેન્‍ટર છે. રાજકોટમાં એકપણ વેલનેસ સેન્‍ટર બનાવવામાં આવે તો રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્રના નિવૃત કેન્‍દ્રના પેન્‍શનરોને લાભ મળી શકે. આ મામલે પણ વાર્ષિક સભામાં ચર્ચા કરવામાં આવશે.

રાજકોટ સેન્‍ટ્રલ ગવર્મેન્‍ટ પેન્‍સનરે એસોસિએશનની વાર્ષિકસાભારણ સભા તથા જે સભ્‍યોના ૭૫ વર્ષ પુરાથતા હોય તેઓનુ સન્‍માન કરવાનુ, વાર્ષિક ખર્ચ રિપોર્ટને બહાલી, એસોસીએશન રાજકોટ અને સોૈરાષ્‍ટ્રનાવર્કિંગ અને રિટાયર્ડ૧૪૦૦૦ કરતાં વધારે કર્મચારીઓને રાજકોટ ખાતે સેન્‍ટ્રલ ગવર્મેન્‍ટ હેલ્‍થ સ્‍કીન હેઠળ વેલનેસ  સેન્‍ટર મળે તેના માટે ચળવળ ચલાવે છે. રાજકોટને સિ.જી.એચ.એસ. વેલનેસ સેન્‍ટર મળે તો સિનસયર અને સુપર સિનીયર સીટીઝનોને સારવાર માટે અમદાવાદ જવુ ન પડે. એસોસીએશન રાજકીય નેતા સંસદ સભ્‍યો દ્વારા દિલ્‍હી વડા પ્રધાન તથા હેલ્‍થ મિનિસ્‍ટરને પણ રજૂઆત કરે છે. હજુ સુધી  સફળતા મળેલ નથી, પણ ચળવળ ચાલુ રહેશે. એસોસીએશન સેન્‍ટ્રલ ગવર્મેન્‍ટ રિટાયર્ડ કર્મચારીની વેલફેર માટે સતત કાર્ય કરશે.

તા. ૧૭ના બુધવારે સવારે ૯:૩૦કલાકથી પરિશ્રમ ગાર્ડન રેસ્‍ટોરન્‍ટ, પ્રમુખ સ્‍વામી ઓડીટીરીયમની બાજુમાં, રૈયા રોડ, રાજકોટ ખાતે વાર્ષિક સભા મળશે. જેમાં વોકહાર્ડ હોસ્‍પિટલના તબીબો માર્ગદર્શન આપશે.

તસ્‍વીરમાં રાજકોટ સેન્‍ટ્રલ ગર્વમેન્‍ટ પેન્‍શનર્સ એસો.ના પ્રમુખ કિશોરસિંહ જાડેજા ૯૮૨૪૦૮૦૯૮૧, બી.જી. ગોસાઇ સેક્રેટરી, વી.ડી. પંડયા,૯૪૨૭૨૨૨૦૧૨૦ ઉપપ્રમુખ, પી.બી. જાડેજા, (રત્‍નમ) ૯૪૨૭૭૨૮૫૯, હસમુખ પટેલ ૯૮૨૫૩૪૯૧૭૬ અને (સભ્‍ય) સંતોશ જોષી (જોઇન્‍ટ સેક્રેટરી) નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા) 

(3:47 PM IST)