News of Tuesday, 16th December 2025
રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીની વધુ ૧.૯૦ લાખ મણની આવક
વિવિધ જણસી ભરેલા ૧૩પ૦થી વધુ વાહનોની કતારો લાગી

રાજકોટઃ રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે મગફળીની વધુ ૧.૯૦ લાખ ગુણીની જંગી આવકો થઇ હતી. યાર્ડ પાસે વિવિધ જસણી ભરેલા ૧૩પ૦ થી વધુ વાહનોની કતારો લાગી હતી. જેમાં મગફળીની ૧.૯૦ લાખ મણ, કપાસની ૧૧ હજાર મણ, સોયાબીલ ૩૮ હજાર મણ, ઘઉં ૪૦૦૦ મણ, ચણા ૬૧૦૦ મણ, લસણ ર૪૦૦ મણ, અડદ ર૪૦૦ મણ, મગ ૪ર૦૦ મણ, સફેદ તેલ ર૮૦૦ મણ, જીરૂ ર૭૦૦ મણ તથા કાળા તલની ૭૦૦ મણની આવક થઇ હતી. યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરા, વાઇસ ચેરમેન યાર્ડના ડીરેકટરો તથા સ્ટાફ દ્વારા ઉતરાઇની વ્યવસ્થા કરવામાં આવી હતી. તસ્વીરમાં મગફળીની ઢગલા દૃશ્યમાન થાય છે.
(12:12 PM IST)










