<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th December 2025

મેં જીસ દિન ભુલા દુ તેરા પ્‍યાર દિલ સે... કાલે સંગીતનો કાર્યક્રમ

એકટીવીટી મ્‍યુઝીકલ ગ્રુપ દ્વારા મ્‍યુઝીકલ સંગીત સદાબહાર ગીતોનો નિઃશુલ્‍ક કાર્યક્રમ : રપ ગાયક કલાકારો દ્વારા ૩ર થી ૩પ જુના - નવા ગીતો રજુ થશે : સંગીત પ્રેમીઓને આમંત્રણ

રાજકોટ : એકટીવીટી મ્‍યુઝીકલ ગ્રુપ રાજકોટ દ્વારા આવતીકાલે તા. ૧૭ ના બુધવારે રાત્રે ૮ વાગ્‍યાથી હેમુ ગઢવી હોલ ખાતે ‘મેં જીસ દિન ભુલા દુ તેરા પ્‍યાર દિલ સે' શીર્ષક હેઠળ સંગીતના જુના-નવા ગીતોનો મધુર કાર્યક્રમ યોજાએલ છે. જેમાં રપ ગાયક કલાકારો દ્વારા ૩ર થી ૩પ ગીતો રજુ થશે.

રાજકોટ શહેરમાં સદાબહાર ગીતોમાં ગાયક કલાકાર આર્ટીસ્‍ટ એન્‍ડ સિંગર ચંદ્રેશ ફિચડીયા, યોગીભાઇ પંડયા, બિપીનભાઇ માંડલિયા,  મહેશભાઇ આડેસરા, ચંદ્રેશભાઇ  ચૌહાણ, અનિલભાઇ વાઘેલા, નરેન્‍દ્રભાઇ ખખ્‍ખર, પ્રમોદભાઇ બક્ષી, વિરેન્‍દ્રભાઇ ગરાચ, સંજયભાઇ પારેખ, નલિનભાઇ આહ્યા, નિલેશભાઇ ચાંદ્રાણી, પ્રકાશભાઇ નથવાણી, રોકસ્‍ટાર રાકેશભાઇ, અતુલભાઇ કાલરીયા, અરવિંદભાઇ દવે, ક્ષિતિજ માત્રવાડીયા, વિજયભાઇ ભોજાણી, શૈલેષભાઇ જડીયા, નિતાબેન રાઠોડ, અલકાબેન કેસરીયા, નયનાબેન વ્‍યાસ, નીતાબેન સોની, આભાબેન શાહ, હિનાબેન મોકરીયા, જયોતિબેન ગોસ્‍વામી, લેપટોપ ઓપરેટર કમલેશભાઇ ભારદિયા, સાઉન્‍ડ સિસ્‍ટમ આશિષભાઇ રાઠોડ દ્વારા ગીતો રજુ કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે જયેશભાઇ ઉપાધ્‍યાય (બોલબાલા ટ્રસ્‍ટ), સુરેશભાઇ મારુ (આર.ટી.એ.એસ.એ.), પી.વી. જાડેજા (ડી.વાય.એસ.પી.), જીજ્ઞેશભાઇ વાગડીયા (પ્રમુખ સોની યુવા સોશ્‍યિલ ટ્રસ્‍ટ રાજકોટ), કિશોરભાઇ ફિચડીયા (રાધે આર્ટ), હિમાંશુભાઇ પારેખ (અંકિત ગોલ્‍ડ) ઓલ કારોઓકે ગ્રુપ અને  એન્‍જોય ગ્રુપના સભ્‍યો ઉપસ્‍થિત રહેશે.

આ કાર્યક્રમમાં મુખ્‍ય આયોજક ચંદ્રેશભાઇ ફિચડીયા દ્વારા આયોજન કરવામાં આવ્‍યું છે.

તસવીરમાં ચંદ્રેશભાઇ ફિચડીયા (મો. ૯૯ર૪૦૭૬૯૧૭, અનિલ વાઘેલા, નીતાબેન સોની, નયનાબેન વ્‍યાસ, વિરેન્‍દ્રભાઇ ગરાચ, નીતાબેન રાઠોડ, ક્ષીતીજભાઇ માત્રાવડીયા, સંજયભાઇ પારેખ, ચંદ્રેશભાઇ ચૌહાણ, નલિનભાઇ આહયા, હિનાબેન મોકરીયા, અતુલભાઇ કાલરીયા નજરે પડે છે. (તસવીર : અભિજીત બગથરીયા)

(2:25 PM IST)