<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

રાજકોટ બાર એસો.ની ચૂંટણીના સમરસ પેનલના હોદ્દેદારો તથા કારોબારી સભ્‍યોનો પરિચય

કુલ ૪૧ જગ્‍યા માટે સમરસ પેનલમાંથી ૧૬ એડવોકેટોની અલગ-અલગ હોદ્દા માટે ઉમેદવારી પ્રમુખ સુરેશ આર. ફળદુ

રાજકોટ, તા.૧૭: સૌરાષ્‍ટ્રના પ્રસિધ્‍ધ ધારાશાષાી શ્રી લલિતસિંહ જે. શાહી સાથે સને-૨૦૦૧ થી જુનીયર તરીકે જોડાઈ કાયદાના ક્ષેત્રમા ખુબ જ ટુંકા સમયમા આગવી હરોળમા સ્‍થાન પ્રાપ્ત કરેલ, ખોડલ ધામ જેવી સંસ્‍થામા કાનુની સેવા ઉપરાંત બેંકો, ફાઈનાન્‍સ કંપનીઓ, સામાજીક સંસ્‍થાઓ અને મંડળીઓમા કાનુની સલાહ અને સેવાઓ આપી રહેલ છે. સને - ૨૦૨૩/૨૦૨૪ મા ઉપપ્રમુખ પદે ચુટાયા બાદ જુની કોર્ટથી નવી કોર્ટ સ્‍થળાંતર પ્રક્રિયા તેમજ વકીલ રૂમની ફાળવણી અને બાર એસો. માટેની પાંચ એકર જગ્‍યાની મહત્‍વની કામગીરીમા સાથે રહી સફળ અનેપારદર્શક નેતૃત્‍વ પુરૂ પાડી બારના સભ્‍યોના દિલ જીતી લીધેલ છે.

ઉપ પ્રમુખ સિધ્‍ધરાજસિંહ કે જાડેજા

રાજકોટમાં ૨૫ વર્ષથી વધુ સમયથી વકીલાતક્ષેત્રે બહોળો અનુભવ ધરાવનાર સિધ્‍ધરાજસિંહ ખુબ મોટી લોકચાહના ધરાવે છે, ભુતકાળમાં અનેક હોદા ઉપર રાજકોટ બાર એસોસીએશનમાં સેવા આપી ચુકયા છે, ક્રિમીનલ ક્ષેત્રે ખુબ સારી પકડ ધરાવતા સિધ્‍ધરાજસિંહને વકીલોના તમામ સંગઠનો અને તમામ ક્ષેત્રો માંથી જીતવા માટે આશ્‍વાશન આપવામાં આવેલ છે.

સેક્રેટરી મેહુલ વી. મહેતા

વર્ષ - ૨૦૦૫ થી રાજકોટ બાર એસો. મા સભ્‍ય તરીકે રાજકોટના સીવીલ ક્ષેત્રના સીનીયર ધારાશાષાી શ્રી હરેશ બી. દવે સાથે અને માર્ગદર્શન હેઠળ વકીલાતની શરૂઆત કરેલ, સીવીલ આર્બીટ્રેશન, સરફેશી પ્રકારના ડીસ્‍પયુટમા ખુબ જ સારી રીતે લડત આપી રહયા છે, જેઓ નેશ્‍નઈલાઈઝડ બેંક તથા રાજકોટ નાગરીક સહકારી બેંક લી.મા પેનલ એડવોકેટ તરીકે સેવાઓ આપી રહયા છે. સંધના સ્‍વંય સેવક અને વિધાર્થી પરીષદમા વિધાર્થી કાળ દરમ્‍યાન જવાબદારીઓ નિભાવેલ છે, અને બ્રહ્મ સમાજની વિવીધ સંસ્‍થાઓ સાથે સંકળાયેલ છે. જેઓએ વર્ષ - ૨૦૨૩/૨૦૨૪ મા નવી કોર્ટ બીલ્‍ડીંગના ઉદઘાટન સમયગાળામા રાજકોટ બાર એસો.ના લાઈબ્રેરી સેક્રેટરી તરીકેની ફરજ સફળતા પુર્વક નિભાવેલ હતી.

જોઈન્‍ટ સેક્રેટરી સંદીપ વેકરીયા

રેવન્‍યુ અને સીવીલક્ષેત્રમા સીનીયર વકીલશ્રી વિરલભાઈ પટેલ અને દિનેશભાઈ પરસાણા સાથે વકીલાતની શરૂઆત કરેલ, અગાઉ ત્રણ વખત કારોબારી સભ્‍ય એક વખત લાઈબ્રેરી સેક્રેટરી અને સેક્રેટરી તરીકે સેવાઓ આપી ચુકયા છે. મુખ્‍ય કામગીરીમા તેઓના કાર્યકાળ દરમ્‍યાન સતત ચાર મહીના લાઈબ્રેરી, દરેક રૂમ, લોબી, કોર્ટ અને કેમ્‍પસના ટેબલ તેમજ લાઈબ્રેરીને સંપુર્ણપણે રીનોવેટ કરી શ્રેષ્ઠતમ લાઈબ્રેરી બનાવવાનુ શ્રેય સંદીપભાઈના ફાળે જાય છે. તેમજ સંદીપભાઈ ખોડલ ધામ લીગલ સમીતીમા પણ સેવાઓ આપી રહયા છે.

ટ્રેઝરર રેખાબેન લીંબાસીયા (પટેલ)

લીગલ સેલ પ્રેરીત સમરસ પેનલમા ટ્રેઝરર પદમા રેખાબેન લીંબાસીયા (પટેલ) સને - ૧૯૯૯ ના વર્ષથી પુર્વ મદદનીશ સરકારી વકીલશ્રી રજનીબા રાણાના માર્ગદર્શન તળે સીવીલ, ક્રીમીનલ, લેબર તથા મેટ્રોમોનીયલ કેસોમા સફળતા પુર્વક  કામગીરી કરેલ છે. અને સને - ૨૦૦૯ થી સ્‍વતંત્ર રીતે સીવીલ, ક્રીમીનલ, રેવન્‍યુ, ફેમીલી કોર્ટ કેસો તથા રાજકોટ નાગરીક સહકારી બેંક લી., રાજકોટ ડીસ્‍ટ્રીકટ બેંક તથા રાજકોટ મ્‍યુનીશીપલ કોર્પોરેશનના આવાસ વિભાગમા પેનલ એડવોકેટ તરીકે અને ખોડલધામ લીગલ સમીતી, રાજકોટમા લીગલ સલાહકાર સમીતીની તેમજ છેલ્લા ત્રણ વર્ષથી રાજકોટમા મીડીએશન સેન્‍ટરમાં મીડીએટર તરીકેની જવાબદારી નિભાવી રહેલ છે. સને-૨૦૧૬ / ૧૭ તથા ૨૦૨૩/૨૪ ના વર્ષમા રાજકોટ બાર એસો. મા મહીલા અનામત કારોબારી સભ્‍ય તરીકે જવાબદારી નિભાવેલ છે.

લાઈબ્રેરી સેક્રેટરી સાગર હપાણી

લીગલ સેલ પ્રેરીત સમરસ પેનલમા લાઈબ્રેરી સેક્રેટરી પદના ઉમેદવાર તરીકે ઉમેદવારી કરનાર સાગર હપાણી છેલ્લા નવ વર્ષ થી રાજકોટ ખાતે વકીલાત કરી રહયા છે, તેમના બનેવી મુકેશભાઈ કામદાર કે જેઓ બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાતમાં વાઈસ ચેરમેન તરીકે સેવાઓ આપી રહયા છે, અને તેમના માર્ગદર્શન હેઠળ સાગરભાઈ રાજકોટ ખાતે વકીલાત ક્ષેત્રમા પોતાનુ બહોળુ મિત્ર વર્તુળ ઉભુ કરી વકીલ એસોશીએશન તરફ થી ધણી બધી ડ્રિકેટ ટુર્નામેન્‍ટમા આગવુ યોગદાન આપેલ છે.

કારોબારી સભ્‍ય યશ ચોલેરા

લીગલ સેલ પ્રેરીત સમરસ પેનલમા કારોબારી પદમા ઉમેદવારી નોંધાવનાર યશ ચોલેરા કે જેઓ નવ વર્ષથી રાજકોટ ખાતે વકીલાત કરી રહયા છે, અને રાષ્‍ટ્રીય સ્‍વંય સેવક સંધ, વિશ્વ હીન્‍દુ પરીષદ અને ભા.જ.પા. મા અનેક વિધ જવાબદારીઓ નિભાવેલ છે, અમરેલી જીલ્લાના રાજુલા ગામથી રાજકોટ ખાતે આવી વકીલાતની શરૂઆત આર. ડી. ઝાલા સાથે શરૂ કરી ખુબ જ ટુંકા સમયમા રાજકોટમા બહોળુ મિત્ર વર્તુળ ધરાવી લોહાણા અગ્રણી તરીકે નામના મેળવેલ છે.

કારોબારી સભ્‍ય કેતન જેઠવા

લીગલ સેલ પ્રેરીત સમરસ પેનલમા કારોબારી પદમા ઉમેદવારી નોંધાવનાર કેતન જેઠવા કે જેઓ વીસ વર્ષ થી રાજકોટ ખાતે વકીલાત કરી રહયા છે, અને રાષ્‍ટ્રીય સ્‍વંય સેવક સંધ, વિશ્વ હીન્‍દુ પરીષદ અને ભા.જ.પા. મા અનેક વિધ જવાબદારીઓ નિભાવેલ છે, જેઓની શરૂઆતની વકીલાત રાજકોટના નામાંકીત એડવોકેટ શ્રી અભયભાઈ ભારધ્‍વાજ સાથે રહી શરૂ કરેલ, અને સીવીલ તથા રેવન્‍યુ ના ક્ષેત્રમા ખુબ જ સારી નામના મેળવેલ છે.

કારોબારી સભ્‍ય દિપ વ્‍યાસ

લીગલ સેલ પ્રેરીત સમરસ પેનલમા કારોબારી પદમા ઉમેદવારી નોંધાવનાર દિપ વ્‍યાસ કે જેઓ સાત વર્ષથી રાજકોટ ખાતે વકીલાત કરી રહયા છે, અને તેમના પિતા શ્રી પી. સી. વ્‍યાસ કે જેઓ રાજકોટના ખુબ જુના અને જાણીતા એડવોકેટ છે જેઓ ભુતપુર્વ સરકારી વકીલ રહી ચુકયા છે, જેમના પુત્ર દિપ વ્‍યાસ પોતાની વકીલાતની શરૂઆત ભગીરથસિંહ ડોડીયા સાથે શરૂ કરી ખુબ જ ટુંકા સમયમા બહોળુ મિત્ર વર્તુળ ઉભુ કરેલ છે.

કારોબારી સભ્‍ય જતીન ઠકકર

લીગલ સેલ પ્રેરીત સમરસ પેનલમા કારોબારી પદમા ઉમેદવારી નોંધાવનાર જતીન ઠકકર કે જેઓ ૨૧ વર્ષ થી રાજકોટ ખાતે વકીલાત કરી રહયા છે, જેઓની શરૂઆતની વકીલાત રાજકોટના નામાંકીત એડવોકેટ શ્રી અભયભાઈ ભારધ્‍વાજ સાથે રહી શરૂ કરેલ, અને સીવીલ તથા રેવન્‍યુના ક્ષેત્રમા ખુબ જ સારી નામના મેળવેલ છે, ભુતકાળમા વર્ષ - ૨૦૧૮ /૧૯ મા ચુંટાયેલ બોડીમા લાઈબ્રેરી સેક્રેટરી તરીકે ફરજો નીભાવી ચુકયા છે.

કારોબારી સભ્‍ય કશ્‍યપ ઠાકર

લીગલ સેલ પ્રેરીત સમરસ પેનલમા કારોબારી પદમા ઉમેદવારી નોંધાવનાર કશ્‍યપ ઠાકર કે જેઓ ૮ વર્ષથી રાજકોટ ખાતે વકીલાત કરી રહ્યા છે, જેઓની શરૂઆતની વકીલાત રાજકોટના નામાંકીત એડવોકેટ શ્રી અશ્વીનભાઈ ગોસાઈ સાથે રહી શરૂ કરેલ, જેઓના કાકા પરેશભાઈ ઠાકર પણ ભા.જ.પા. અને બ્રહ્મ સમાજના અગ્રણી છે. જેઓ બ્રમ્‍હ સમાજની વિવીધ સંસ્‍થાઓ સાથે સંકળાયેલ છે.

કારોબારી સભ્‍ય રણજીત મકવાણા

રાજકોટના યુવા એડવોકેટ શ્રી રણજીત મકવાણાએ રાજકોટ ખાતે વર્ષ. ૨૦૧૪ થી સિનીયર એડવોકેટ શ્રી રમેશભાઈ યુ પટેલ સાથે એડવોકેટ તરીકે રાજકોટની અદાલતોમાં વકીલાતની શરૂઆત કરેલ છે, તેઓ પોતાના સારા અને મળતાવડા સ્‍વભાવથી વકીલ વર્તુળમાં નાની ઉમરમાં ખુબ જ લોક ચાહના મેળવેલ છે, નાનપણથી ખુબ જ મહેનતુ અને સરળ સ્‍વભાવ ધરાવતા યુવા એડવોકેટ ક્રિમીનલ, સિવીલ,કલેઈમ વિગેરે કેસો તથા રાજકોટ ડિસ્‍ટ્રીકટ અને સેશન્‍સ કોર્ટમાં ખુબ જ મહત્‍વના અને ચકચારી કેસોમાં સારી એવી કામગીરી કરેલ છે અને ખુબ જ ટુંકાગાળામાં સૌરાષ્‍ટ્રના વકીલ વર્તુળમાં ભારે લોક ચાહના મેળવેલ છે, તેમજ રાજકોટના વકીલ પરીવારમાં એક પ્રભાવશાળી સંસ્‍કારી અને દ્રઢ વિચારધારા ધરાવતા યુવા વકીલ છે, જેમણે ગયા ૧૦ વર્ષ ઉપરાંતથી રાજકોટને પોતાની કર્મભુમિ બનાવી ન્‍યાયક્ષેત્રમાં વ્‍યકત્‍વિ અને પ્રભાવનું આગવુ સ્‍થાન બનાવ્‍યુ છે તેમજ મહેનત કાયદાની તજજ્ઞતા, પ્રમાણીકતા અને કેસ હેડલીન્‍ગની સારી વિચારધારા, યુવાઓના માર્ગદર્શક તમામ વકીલોની મદદ કરવી અને યુવાઓને યોગ્‍ય માર્ગદર્શન પુરુ પાડેલ છે, અગાઉ રાજકોટ બાર એસોસીએશન વર્ષ.૨૦૨૩-૨૪ ના વર્ષમાં કારોબારી સભ્‍ય તરીકે સેવા આપેલ હોય અને રાજકોટ બારની પોતાની માતળસંસ્‍થા ગણી હંમેશા બાર માટે સારા કાર્ય કરવાની ભાવના સાથે હંમેશા આગળ રહેલ છે.

 કારોબારી સભ્‍ય (મહિલા અનામત) હીરલબેન જોષી

વકીલાતની શરૂઆત ભાવીનભાઈ નિરંજનભાઈ દફતરી સાથે શરૂ કરી અને હાલમા દસ વર્ષથી વકીલાત ક્ષેત્રનો બહોળો અનુભવ ધરાવે છે, વર્ષ - ૨૦૨૪ મા કારોબારી સભ્‍ય તરીકે ચુંટાઈ અને કોર્ટ ટ્રાન્‍સફરની પ્રક્રિયામા સહભાગી બનેલ છે, મહીલા બાર એસો. ધ્‍વારા બહેનો માટે સેલ્‍ફ ડીફેન્‍સ માટે ત્રણ દિવસના કોર્સનુ આયોજન કરેલ, હાલમા રાજકોટ મહાનગર પાલીકાના આવાસ વિભાગ અને રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળમા લીગલ એડવાઈઝર તરીકે સેવાઓ આપી રહયા છે, અને બ્રહ્મ સમાજની અનેક સંસ્‍થાઓ સાથે જોડાયેલ છે.

કારોબારી સભ્‍ય (મહિલા અનામત)

મીતાબેન રાવ

વકીલાતની શરૂઆત રાજકોટના સીનીયર એડવોકેટ અને રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘને વરેલા તુલસીદાસ ગોંડલીયા સાથે શરૂ કરી અને હાલમા ૧૭ વર્ષ થી વકીલાત ક્ષેત્રનો બહોળો અનુભવ ધરાવે છે, જેઓ ફેમીલી કોર્ટ ઉપરાંત સીવીલ અને રેવન્‍યુ ક્ષેત્રે વકીલાત કરી રહ્યા છે, અનેક સામાજીક સંસ્‍થાઓ મા સેવાઓ આપી રહયા છે, અને ફેમીલી કોર્ટમા અગાઉ સેવાઓ આપી ચુકયા છે, અને રાજકોટ નાગરીક સહકારી બેંક લી. મા પેનલ એડવોકેટ તરીકે સેવાઓ આપી રહયા છે. તથા મીડીએશન સેન્‍ટર મા મીડીએટર તરીકે અને તાલુકા લીગલ સર્વીસ ઓથોરીટીમા પેનલ એડવોકેટ તરીકે સેવાઓ આપી રહયા છે. જેઓ મહીલા વકીલશ્રીઓના પ્રશ્‍ને અગ્રેસર રહયા છે.

કારોબારી સભ્‍ય (મહિલા અનામત)

અલ્‍કા(અરૂણા)બેન પંડયા

જેઓના પિતાશ્રી નિવળત એકસ-આર્મીમેન હતા, વર્ષ ૨૦૦૦ ની સાલ થી વકીલાતના ક્ષેત્રે સંકળાયેલ છે, તેમજ સીવીલ અને ક્રિમીનલ તથા ફેમીલી કોર્ટના ક્ષેત્રે વકીલાત કરી રહયા છે, ઉપરાંત ભારત સરકારના નોટરી તરીકે સેવાઓ આપી રહયા છે, જેઓ માજી સૈનીક સંગઠન - રાજકોટના જીલ્લા મહીલા પ્રમુખ તરીકે છેલ્લા પાંચ વર્ષ થી ફરજ બજાવી રહયા છે, જેઓ પોતાના બહોળા મિત્ર વર્તુળ તેમજ રાજકોટ મહીલા બારના સેક્રેટરી તરીકે ફરજો બજાવી રહયા છે, જેઓ મહીલાઓના પ્રશ્‍નોને વાચા આપવામાં અગ્રેસર રહયા છે. તથા બ્રહ્મ સમાજની સામાજીક સંસ્‍થાઓમા પણ જોડાઈને સેવાઓ આપી રહયા છે.

(2:46 PM IST)