News of Wednesday, 17th December 2025
પાનની દુકાનમાં પ્રતિબંધીત ગોગો સ્મોકિંગ રોલ સાથે ભાવેશ બથવાર પકડાયો
ભકિતનગર પોલીસનો ત્રીશુલ ચોક પાસે દરોડોઃ રૂા.૪૦૦ની ૪૦ રોલની પટ્ટી કબ્જે કરી

રાજકોટ તા.૧૭: રાજયમાં સગીર તથા યુવાનો દ્વારા અલગ-અલગ પ્રકારના નશાનું સેવન કરવા માટે રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ કોન, પરફેકટ રોલ જેવી વસ્તુઓનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ત્યારે ભકિતનગર પોલીસે ત્રિશુલ ચોક પાસે પાનની દુકાનમાં દરોડો પાડી ગોગો સ્મોકિંગ રોલનું વેંચાણ કરતા દુકાનદારને ઝડપી લીધો છે.
ભકિતનગર પોલીસ મથકના હેડકોન્સ. કેતનભાઇ બોરીચા અને કોન્સ.યુવરાજસિંહ જાદવ સ્ટાફ સાથે પેટ્રોલીંગ દરમ્યાન ચાની દુકાન, પાનના પાર્લર તથા કરિયાણાની દુકાનોમાં ચેકીંગ કામગીરી કરતા હતા ત્યારે સહકાર મેઇન રોડ પર ત્રિશુલ ચોકમાં આવેલી ત્રિશુલ પાન નામની દુકાનમાં ચેક કરતા ગોગો સ્મોકિંગ રોલની ૪૦ પટ્ટી મળી આવતા પોલીસે દુકાનદાર ભાવેશ સુરેશભાઇ બથવાર (રે. ગણેશ પાર્ક મોરબી રોડ)ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.
(3:28 PM IST)










