તા. ૨૩ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ આસો સુદ – ૧૨ શુક્રવાર
News of Thursday, 18th December 2025
રૈયામાં એકસાથે ત્રણ સ્થળે પશ્ચિમ મામલતદારનું ઓપરેશનઃ ૨૦ કરોડની ૨ હજાર ચો.મી.જમીન ખૂલ્લી
રૈયા સ્મશાન પાછળ ડોગ ટ્રેનીંગ સ્કૂલ ઉભી થઇ ગઇ હતીઃ શીતલપાર્કમાં ખજૂરનું કારખાનું ઉભુ થઇ ગયુ હતું.

રાજકોટ,તા.૧૮: રાજકોટ કલેકટરની સૂચના બાદ પヘમિ મામલતદાર અજીત જોશી દ્વારા પોલીસ અને જીઈબીની ટીમ સાથે રાખી રૈયા ક્ષેત્રમાં એકી સાથે ત્રણ સ્થળે ત્રાટકયા હતા. ૧૫૦ ફૂટ રિંગ રોડ પર ઓમ રેસીડન્સી પાસે અને અન્યો એક સાથે ત્રણ દબાણો દૂર કરી ૨૦ કરોડની ૨ હજાર ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવીને જિલ્લા કલેકટરને રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો.
રૈયા સ્મશાન પાછળ ૬૬ કેવીની બાજુમાં ૧૨૦૦ ચોરસ મીટર જમીન પર ડોગ ટ્રેનિંગ સ્કૂલ ઉભી કરી દેવામાં આવી હતી અને અન્ય જગ્યા ભાડાપટ્ટા પર આપી દેવામાં આવી હતી. બીજી જગ્યામાં શીતલ પાર્ક ચોક પાસે ૪૦૦ ચોરસ મીટર જમીનમાં ખજૂરનું કારખાનું ખડકી દેવામાં આવ્યું હતું જયારે ત્રીજી જગ્યામાં ઓમ રેસિડેન્સીની બાજુમાં ચાર માસ પહેલા જગ્યા ખુલી કરી દેવામાં આવી હતી ત્યારે ફરી એકવખત ભરવાડે પોતાનો ઢોરવાળો ઉભી કરી દીધો હતો જે જગ્યા પણ આજે પヘમિ મામલતદાર દ્વારા ખુલ્લી કરવામાં આવી હતી. પોલીસ સ્ટાફની મદદથી ડીમોલેશન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ત્રણેય ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા. ઓપરેશનમાં જીઈબીની ટીમો પણ જોડાઈ હતી. વીજ તંત્ર દ્વારા વીજ કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આગામી દિવસોમાં પણ સરકારી ખરાબમાં ડિમોલેશનની કામગીરી પુરજોશમાં ચાલશે. આજે બુલડોઝર ફેરવી ગેરકાયદે તમામ જમીન સપાટ કરી દેવામાં આવી છે. (૩.૧૫)
(2:22 PM IST)










