News of Thursday, 18th December 2025
કાલે રાજકોટ શહેર-જીલ્લાની પ્રાથમિક મતદાર યાદી જાહેર થશેઃ મેપીંગ ન કરાવનાર સવા બે લાખ લોકોને નોટીસો અપાશે
કાલથી મામલતદારો-પ્રાંત દ્વારા વાંધા અને અન્ય અરજીઓનો ૧ મહિનો નિકાલ કરશે... : SIR કામગીરી પૂર્ણ થતા ૩ લાખ ૩પ હજાર નામો નીકળી જશેઃ ર૦ લાખ પપ હજાર આસપાસ મતદારો રહેશે

રાજકોટ તા. ૧૮: રાજકોટ સહિત રાજ્યભરમાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્વેન્ટરી રિવ્યુની પ્રથમ તબક્કાની કામગીરી સમગ્ર રાજ્યમાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. વહીવટી તંત્ર હવે બીજા તબક્કાની તૈયારીમાં લાગી ગયું છે, જે અંતર્ગત આવતીકાલથી આગામી એક માસ સુધી એટલે કે ૧૮ જાન્યુઆરી સુધી રાજકોટ જિલ્લાના તમામ પ્રાંત અને મામલતદારો નાગરિકોના વાંધા-સૂચનો સાંભળશે અને તેનો નિકાલ કરશે, આ ઉપરાંત કાલે રાજકોટ શહેર-જીલ્લાની મતદાર યાદીનો પ્રાથમિક ચૂકાદો પણ જાહેર થશે.
રાજકોટ શહેર અને જિલ્લામાં હજુ પણ ૨.૨૫ લાખ લોકોનું મેપિંગ બાકી હોવાની વિગતો સામે આવી છે. આ ગંભીર બાબતને ધ્યાને લઈ તંત્ર દ્વારા આવતીકાલથી જ આ તમામ લોકોને નોટિસ ફટકારવાની કામગીરી શરૂ કરવામાં આવશે. આગામી ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધીમાં આ તમામ લોકોને વ્યક્તિગત રીતે બોલાવી તેમના પ્રશ્નો અને વાંધા-સૂચનો સાંભળી નિકાલ કરવામાં આવશે.
તાજેતરમાં રાજકોટના પ્રભારી સચિવ રાહુલ ગુપ્તા દ્વારા વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ બેઠકમાં આગામી દિવસોમાં મતદાર યાદી સુધારણા અને ફાઈનલ યાદી પ્રસિદ્ધ કરવાની પ્રક્રિયા અંગે સઘન ચર્ચા થઈ હતી.
અત્રે એ નોંધનીય છે કે, કુલ ર૩ લાખ ૯૧ હજાર મતદારોમાંથી મૃત્યુ પામેલા, સ્થળાંતર અને જેમનો પતો ન હોય તેવા અંદાજે ૩ લાખ ૩પ હજાર નામો રદ્દ કરી દેવાશે. તે પછી ર૦ લાખ પપ હજાર આસપાસ મતદારો રહેશે.(૭.રપ)
(2:23 PM IST)










