News of Thursday, 18th December 2025
સફળ થવા અને સર્વોચ્ચ બનવા માટે ઘણું બલિદાન આપવું પડે
ગીરગંગા આયોજીત જલકથાનું સમાપન : દ્વારિકાધીશ બનવા માટે રાધા અને બાંસુરી પણ છોડવી પડે છે, સઘળુ અથવા મનગમતું છોડવાની તૈયારી હોય અને જા છોડી શકાય તો જ શકિતશાળી બની શકાય, ઍક હજાર વર્ષની ગુલામીઍ આપણી માનસિકતા બદલી ચેતનાને ગુલામ કરી નાંખી છેઃ ડો.કુમાર વિશ્વાસ

રાજકોટઃ શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ આયોજિત વિશ્વની સૌથી પહેલી અને વિશ્વ વિક્રમી બની ચૂકેલી ત્રિદિવસીય જલકથા અપને અપને શ્યામ કીનું ભારે ભાવસભર વાતાવરણ અને હજારો શ્રધ્યેય જળપ્રેમીઓની ઉપસ્થિતિમાં સમાપન થયું હતું.
વિશ્વખ્યાત તત્વચિતક, રામ અને કૃષ્ણ કથામર્મગ્ન કવિ ડો. કુમાર વિશ્વાસની જલકથામાં ત્રણ દિવસો દરમ્યાન લાખો ભાવિકો શ્યામ ભકિતમાં ભોજાયા હતા. ડો.કુમાર વિશ્વાસે કહ્યું હતું કે, સફળ થવા અને સર્વોચ્ચ બનવા માટે ઘણું બલિદાન આપવું પડે છે, ઘણું છોડવું પડે છે. તેમણે જણાવ્યું હતું કે, દ્વારિકાધીરા બનવા માટે રાધા અને બાંસુરી પણ છોડવી પડે છે. સવળું અથવા મનગમતું છોડવાની તૈયારી હોય અને જો છોડી શકાય તો જ શકિતશાળી બની શકાય.
બીજા દિવસની કથા રાધા, મીરા અને ૩હ્મણીના કૃષ્ણ પ્રેમ અને સમર્પણ પર આધારિત હતી તો ત્રીજા દિવસની કથા મિત્ર પ્રેમ પર આધારિત હતી. જેમાં સુદામા ગોપાલથી લઇને દુર્યોધન અને કર્ણ, અર્જુન અને યોગેશ્વર સહિતના પાત્રોની મિત્રતા પર ડો.વિશ્વાસે અર્થપૂર્ણ પ્રકાશ પાડયો હતો. સાથોસાથ સાંપ્રત સમયમાં અમેરિકા, પાકિસ્તાનની દોસ્તી અને ભારત રશિયાની દોસ્તીને વણી લઈ સાયા મિત્રના સંબંધને વ્યાખ્યાયિત કર્યો હતો. આવી સાતત્યપૂર્ણ કથાગૂંથણીથી હજારો શ્રોતા ભારે મંત્રમુગ્ધ થયા હતા.
ડો. કુમાર વિશ્વાસે છેલ્લા દિવસની કથામાં વૈશ્વિક જળ સમસ્યાનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, જો ત્રીજું વિશ્વયુદ્ધ પાણી માટે થશે તો કમસેકમ સૌરાષ્ટ્રને તેની ચિતા કરવાની જરૃર નહી રહે કેમકે હાલમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટે જે જળયજ્ઞ પ્રજવલ્લિત કર્યો છે તેના કારણે આવનારા વર્ષોમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતની ભૂમિ પર પાણીની કટોકટી કયારેય નહીં સર્જાય. ડો. કુમાર વિશ્વાસે ગીરગંગાના ભગીરથ કાર્યને સકારાત્મક પરિણામ સુધી લઈ જવા દાતાઓ અને જળ પ્રેમીઓને અપીલ કરી હતી કે, ગીરગગા પરિવાર ટ્રસ્ટના જળસંચયના કાર્યો માટે દિલીપભાઇ સખીયાને પૂર્ણ સહયોગ કરે.(૩૮.૪૧)
રામ રણ છે તો કૃષ્ણ રણનીતિ છે
પાડોશી દેશ સાથે રામનીતિ અપનાવી ત્યારે ત્યારે તેઓએ યુદ્ધ કર્યું હવે કૃષ્ણનીતિ ચાલે છે
ભગવાન પાસે સોદાબાજી ન કરો, મંદિરને પણ શું ઇન્કમટેકસની ઑફિસ સમજો છો?
પાડોથી પાસેથી શાંતિ ઇચ્છીએ છીએ, જો નહીં માને તો એક દિવસ તેના હાલ પણ દુર્યોધન જેવા થશે
દેશના રક્ષા વિશેષગ્નોને રણનીતિ સમજવા માટે કૃષ્ણચરિત્ર ભણાવવું જોઇએ
ધર્મના વિચાર જ એટલા ઉચ્ચકોટિના છે કે તેના પર કયારેય શંકા ન કરવી જોઈએ.
ડો. કુમાર વિશ્વાસે જલકથામાં વેરેલા અમૃતબિંદુઓ
પશ્ચિમના દેશો માટે પાણી H2O છે જયારે ભારતમાં નદી માતા છે
કથામાંથી શું પ્રાપ્ત થાય છે તે સાભળનારની દ્રષ્ટિ પર
પ્રેમ અને જ્ઞાન બે પાટા છે જેના પર જીવન ચાલે છે, એ બે પાટા વચ્ચે કૃષ્ણ ઊભા છે જે જીવન ચલાવે છે
પોકાર દ્રૌપદી જેવો હોય તો કૃષ્ણ જરૃર પ્રગટ થાય છે
પ્રસાદના લાડુની ગોળાઈ નહીં તેમાં રહેલાં ભાવ જોવાતાં હોય છે
જ્યારે મનુષ્ય પર જ્ઞાનનું અભિમાન છવાઈ જાય છે ત્યારે સૌથી પહેલા વિવેકનો નાશ થાય છે
કૃષ્ણનું દર્દ, રુદન એકાંતિક છે જ્યારે હાસ્ય સાર્વત્રિક છે
ભારતીય ધર્મગ્રંથોએ જ વૈશ્વિક કલ્યાણરૃપી વસુધમ કુટુંબકમની વિભાવના દુનિયાને આપી છે
એક હજાર વર્ષની ગુલામીએ ભારતીયોની માનસિકતા બદલી આપણી ચેતનાને ગુલામ કરી નાખી છે
સંસ્કૃત અને હિન્દી વૈજ્ઞાનિક ભાષા છે જે લખાય છે એ જ રીતે બોલી પણ શકાય છે. અંગ્રેજી ભાષામાં આ ખાસિયત નથી રામ રણ છે તો કૃષ્ણ રણનીતિ છેઃ ડો. કુમારનો વૈચારિક અર્ક
કોઈ પણ કંસ આપણા વિસ્તારની પ્રાકૃતિક સંપદા લઈ જવાની કોશિશ કરશે તો આ દેશનો દરેક યુવાન એક થઈ જશે
હીરાની દુકાન પર કોઈ હીર માગવા જતું નથી
પ્રભુ પાસે જ્ઞાન નહી આનંદ માંગો, જીવનમાં આનંદ આવી જાય તો જ્ઞાનની શું જરૃર છે?
દુનિયામાં બધું જ્ઞાન ભલે એકઠુ થઈ જાય અંતે તો જીત પ્રેમની જ થાય છે
(3:38 PM IST)










