News of Thursday, 18th December 2025
રવિવારે સોરઠી ડાયરીનું વિડીયો નિદર્શન કાર્યક્રમ
સવારે ૧૦ કલાકે બાબુભાઇ વૈદ્ય લાયબ્રેરી ખાતે મનપા દ્વારા આયોજન

રાજકોટ, તા. ૧૮ : રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૨૦૧૯માં સોરઠી ડાયરી નામનું જ્વલંત છાયા લેખિત એક ભવ્ય નાટક રાજકોટમાં ભજવાયું હતું. સૌરાષ્ટ્રની સંસ્કળતિ, અધ્યાત્મ, સાહિત્યના વિશિષ્ટ વારસાને આ નાટકમાં ઉજાગર કરાયો છે. નામાંકિત નાટયકર્મીઓ ઉપરાંત વિવિધ મોટા કલાકારોએ અભિનય કર્યો છે જેમાં મહાભારત સિરિયલના કળષ્ણ નીતીશ ભારદ્વાજ, ફિલ્મ કલાકાર શર્મન જોશી પણ છે. તા.૨૧-૧૨-૨૦૨૫ને રવિવારના રોજ સવારે ૧૦ વાગ્યે બાબુભાઈ વૈદ્ય લાયબ્રેરી ખાતે આ નાટકનું નિદર્શનનું આયોજન કરવામાં આવેલ છે. લાઈટ એન્ડ સાઉન્ડ શો અને સોરઠી ડાયરીનું વિડિઓ નિદર્શન તેમજ લાયબ્રેરી ખાતે આ વિશિષ્ટ નાટક સ્ક્રીન પર દર્શાવાશે, નિર્માણ વિશે નાટકના લેખક જ્વલંત છાયા થોડી વાત કરશે. તેમ મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, ઈ.ચા. મ્યુનિસિપલ કમિશનર ડૉ. ઓમ પ્રકાશ, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા અને માધ્યમિક અને આનુષાંગિક શિક્ષણ સમિતિ ચેરમેન રસીલાબેન સાકરીયાએ જણાવ્યું હતું.
ર૩ છે સોરઠી ડાયરી
વિદેશ વસતો એક સૌરાષ્ટ્રનો વતની પોતાનું ઘર વેંચી નાખે છે. તેને જૂની ડાયરી મળે છે. તે ડાયરીનું એક એક પાનું સૌરાષ્ટ્રના પાળિયાની, ભક્તિની, લોક સંસ્કળતિની કથા કહે છે. અલગ અલગ પાત્રો મંચ ઉપર આવે છે. શોનું દિગ્દર્શન મુંબઈ સ્થિત જાણીતા દિગ્દર્શક રાજેશ જોશીએ કર્યું છે. નાટકના લેખક છે રાજકોટના પત્રકાર, ફૂલછાબના તંત્રી જ્વલંત છાયા. ભવ્ય લાઈટ, અદ્ભુત સંગીત, સુંદર સેટ સાથેનું આ નાટક ૫૦થી વધારે કલાકારોના સમૂહને સમાવે છે.
નાટકમાં લેખક જય વસાવડા (ભગવતસિંહજી બાપુ), સાંઈરામ દવે (હમીરજી ગોહિલ), ઓસમાણ મીર (ઝવેરચંદ મેઘાણી), કિર્તીદાન ગઢવી (હેમુ ગઢવી), અંકિત ત્રિવેદી (રમેશ પારેખ), શર્મન જોશી (નરસિંહ મહેતા), રક્ષિત વસાવડા (ગાંધીજી), દેવકી (સૂત્રધાર, ડાયરી), વિરલ રાચ્છ (NRI) સહિતના કલાકારો છે. સંગીત પંકજ ભટ્ટનું છે. હમીરજી ગોહિલના પાત્રમાં યુદ્ધ અને જૌહર, મેઘાણીમાં ચારણ કન્યા સહિતના પ્રસંગો અદ્ભુત રીતે ઉપસાવાયા છે. સૌરાષ્ટ્રની ધરતી ગીતાના ભક્તિ યોગ, જ્ઞાનયોગ અને કર્મયોગનો સમન્વય છે તેવું આ નાટકનું તાત્પર્ય છે. નાટકનું નિદર્શન એક લહાવો છે.
મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, ઈ.ચા. મ્યુનિસિપલ કમિશનર ડૉ. ઓમ પ્રકાશ, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા અને માધ્યમિક અને આનુષાંગિક શિક્ષણ સમિતિ ચેરમેન રસીલાબેન સાકરીયા દ્વારા નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે કે તેઓ પરિવાર સાથે આ નાટકનું પ્રદર્શન નિહાળવા સહભાગી બને.
(3:38 PM IST)










