News of Thursday, 18th December 2025
નવાગામ પાસે પ્રતિબંધીત ગોગો પેપરનું વેચાણ કરતો અર્જુન પકડાયો
ડીસીપી ઝોન-૧ ની એલસીબીના એ.એસ.આઇ. મનરૂપગીરી ગૌસ્વામી તથા હરેશભાઇ પરમાર અને હેડ કોન્સ જગદીશસિંહ પરમારની બાતમી

રાજકોટ, તા. ૧૮: શહેરના નવાગામ જકાતનાકા પાસે આવેલી દ્વારકાધીશ પાન નામની દુકાનમાં ડીસીપી ઝોન-૧ ની એલસીબીની ટીમે બાતમીના આધારે દરોડો પાડી રૂ. ૧૮૯૦ ની કિંમતના પ્રતિબંધિત ગોગો સ્મોકીંગ કોન સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.
મળતી વિગત મુજબ રાજયભરમાં પાન પાર્લર, ચાની હોટલ, કરિયાણાની દુકાનોમાં ગોગો સ્મોકીંગ કોન અને રોલીંગ પેપરના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે ત્યારે ડીસીપી ઝોન-૧ ની એલસીબીની ટીમે પેટ્રોલીંગ દરમ્યાન એ.એસ.આઇ. મનરૂપગીરી ગૌસ્વામી અને હરેશભાઇ પરમાર તથા હેડ કોન્સ જગદીશસિંહ પરમારને મળેલી બાતમીના આધારે નવાગામ જકાતનાકાની સામે આવેલી દ્વારકાધીશ પાન નામની દુકાનમાંથી પ્રતિબંધીત ૬૬ ગોગો સ્મોકીંગ કોન અને રોલીંગ પેપર-૯૦ મળી રૂ. ૧૮૯૦ ની કિંમતનો મુદામાલ સાથે અર્જુન રેવાભાઇ બોસરીયા (ઉ.૪૪) (રહે. માલધારી સોસાયટી), જના માર્કેટીંગ યાર્ડ પાસે) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી. આ કામગીરી પીએસઆઇ એમ. કે. મોવલીયા, એ. એસ. આઇ., હરેશભાઇ પરમાર, મનરૂપગીરી ગૌસ્વામી, હેડ કો. હિતેશભાઇ પરમાર, હિતેન્દ્રસિંહ ઝાલા, જગદીપસિંહ પરમાર પો. કો. રવીરાજભાઇ પટગીર દ્વારા કરવામાં આવી હતી.
(3:39 PM IST)










