News of Friday, 19th December 2025
બેડી માર્કેટ યાર્ડના વેપારી પાટીદાર ચોકના નરોત્તમભાઇ દેત્રોજાનું હૃદય બેસી જતાં મોત
મોરબી રોડ પર મિત્રની દુકાને ખેતીના ઓજાર લેવા ગયા ત્યારે તબિતય બગડીઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૯: સાધુ વાસવાણી રોડ પર પાટીદાર ચોકમાં પાટીદાર રેસીડેન્સી ફલેટ નં. ૩૦૨માં રહેતાં વેપારી નરોત્તમભાઇ અમરશીભાઇ દેત્રોજા (ઉ.વ.૫૫) સાંજે મોરબી રોડ જકાત નાકા પાસે પોતાના મિત્ર વિનોદભાઇની સરદાર હાર્ડવેર નામની દૂકાન હતાં ત્યારે ચક્કર આવતાં, ઉલ્ટી થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
વધુ માહિતી મુજબ મૃત્યુ પામનાર નરોત્તમભાઇ દેત્રોજા બેડી માર્કેટ યાર્ડમાં વી. કે. પટેલ નામની પેઢીમાં ચણા-કઠોળનો વેપાર કરતાં હતાં. તેઓ ત્રણ ભાઇ અને એક બહેનમાં નાના હતાં. સંતાનમાંએક દિકરો છે. તઓ મોરબી રોડ જકાતનાકે મિત્ર વિનોદભાઇની દુકાને ખેતીના ઓજાર લેવા ગયા ત્યારે એકાએક ઉલ્ટીઓ ચાલુ થયા બાદ બેભાન થઇ જતાં હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. હાર્ટએટેક આવ્યાનું જણાવાયું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝન પોલીસમાં જાણ કરી હતી. (૧૪.૫)
(10:57 AM IST)










