News of Friday, 19th December 2025
હવે રાજકોટ શહેર-જીલ્લામાં રપ૧ર મતદાન મથકોઃ રપ૬નો વધારોઃ મતદાર યાદીની પ્રાથમિક પ્રસિધ્ધિઃ પક્ષો સાથે બેઠક
આજથી વાંધાઓ સાંભળવામાં આવશેઃ મેપીંગ નહિ કરાવનાર સવા બે લાખને નોટીસો અપાશે : રાજકોટ કલેકટરની આજે બપોરે ૩ાા વાગ્યે પત્રકાર પરીષદ

રાજકોટ તા. ૧૯: આજે રાજકોટ શહેર-જીલ્લામાં મતદાર યાદીની પ્રાથમિક પ્રસિધ્ધ થઇ છે, દરેક મામલતદાર, પ્રાંત કચેરી તથા અન્ય કચેરી ઉપર જોવા મળશે, ચૂંટણી પંચની ગાઇડલાઇન મુજબ આજે કલેકટરે ભાજપ-કોંગ્રેસ-આપ વિગેરે રાજકીય પક્ષો સાથે બેઠક યોજી હતી, મતદાર યાદી-વધેલા બૂથો અંગે જાણકારી અપાઇ હતી.
કલેકટરે દરેક પક્ષના પ્રતિનિધિઓને જણાવ્યું હતું કે સાંજ સુધીમાં દરેક પક્ષને મતદાર યાદીની કોપી મળી જશે.
ચૂંટણી પંચનો બૂથ દીઠ ૧ર૦૦ મતદારોનો નિયમ આવતા રાજકોટ શહેર-જીલ્લામાં રપ૬ મતદાન મથકોનો વધારો થયો છે, એક વિધાનસભા બેઠક જેટલા બૂથો વધ્યા છે, પહેલા રરપ૬ હતા હવે રપ૧ર મતદાન મથકો થયા છે.
આજથી મતદાર યાદીમાં ૧ મહિનો વાંધાઓ સાંભળવામાં આવશે, આ ઉપરાંત મેપીંગ નહિં કરાવનાર સવા બે લાખ મતદારોને નોટીસો ફટકારવાનું પણ શરૂ કરાયું છે.
મતદાર યાદી અંગે ભારે ધમધમાટ પ્રવર્તી રહ્યો છે. વિધાનસભા વાઇઝ મતદાન મથકો જોઇએ તો, રાજકોટ પૂર્વ-૩૬૮, રાજકોટ પヘમિ-૩૪૩, રાજકોટ દક્ષિણ-રપ૪, રાજકોટ રૂરલ-૪૪૦, જસદણ-ર૯૬, ગોંડલ-રપ૬, જેતપુર-૩ર૩, ધોરાજી-ર૯૬ મતદાન મથકો ફાઇનલ થયા છે.
જયારે મતદારો જોઇએ તો, રાજકોટ પૂર્વ-માં ર લાખ ૪પ હજાર, રાજકોટ પヘમિ-ર૯૧ હજાર, રાજકોટ-દક્ષિણ-ર લાખ પ હજાર, રાજકોટ રૂરલ-૩ લાખ ૪૯ હજાર, જસદણ-ર લાખ પપ હજાર, ગોંડલ-ર લાખ ૧૧ હજાર, જેતપુર-ર લાખ પ૧ હજાર, ધોરાજી-ર લાખ ૪૪ હજાર મતદારો થયા છે. પુરૂષ મતદારો ૧૦ લાખ ૭૦ હજારથી વધુ અને સ્ત્રી મતદારો ૯ લાખ ૮૪ હજારથી વધુ થઇને કુલ ર૦ લાખ પપ હજારથી વધુ મતદારો જાહેર થયા છે. (૭.ર૮)
આગામી ૩૦મીએ લેન્ડગ્રેબીંગ કમિટી બેઠકઃ પ૦ કેસો અંગે નિર્ણય
રાજકોટ કલેકટર ડો. ઓમપ્રકાશની અધ્યક્ષતામાં આગામી ૩૦મીએ લેન્ડ ગ્રેબીંગ કમિટીની મહત્વની બેઠક મળશે, જેમાં પ૦ કેસો અંગે નિર્ણય લેવાશેઃ ૧ર જેટલા લોકોને નોટીસ અંગે સૂનાવણીઃ ૩ થી ૪ સામે ફોજદારીની શકયતાઃ તૈયારીઓ શરૂ... (૭.ર૮)
(2:54 PM IST)










