<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th December 2025

બે વીર મહામાત્‍યના જીવન-કવનને રજુ કરતુ રવિવાર નાટક ‘ગુર્જર ગરિમાઃ વોર વસ્‍તુપાલ- તેજપાલ'

દેશભરમાં પ્રથમ વખત નાટયમંચન રજુ થશેઃ ૧૨૦થી વધુ પાત્રોને ૬૦થી વધુ કલાકાર- કસબીઓ રંગમંચ પર જીવંત કરશેઃ નિર્લોક પરમાર અને તેની ટીમ ‘અકિલા'ના આંગણે

રાજકોટઃ આજથી આઠસો વર્ષ પહેલા ગુર્જર ભૂમિમાં જન્‍મધારણ કરનાર બે વીર મહામાત્‍યના જીવન-કવનને રજૂ કરતો ભવ્‍ય લાઈટ એન્‍ડ સાઉન્‍ડ શો ‘‘ગુર્જર ગરિમા; વીર વસ્‍તુપાલ-તેજપાલ'' ભારતભરમાં પ્રથમ વખત મંચસ્‍થ થઈ રહ્યો છે. આ મેગા શો પરમ પૂજય સમ્‍યક શ્રી તારકચંદ્રસાગરજી મહારાજ સા.ની પ્રેરક પ્રેરણા-માર્ગદર્શન અને આશીર્વાદથી તા. ૨૧ રવિવારે રાત્રે ૯ વાગ્‍યાથી હેમુગઢવી હોલ ખાતે રજૂ થશે.

જૈન શ્રેષ્ઠીઓ દ્વારા અનુદાનિત અને પ્રહલાદ પ્‍લોટ જૈન સંઘ દ્વારા નિમંત્રીત આ ફૂલ લેન્‍થ પ્‍લેની રજૂઆત શ્રી અરવિંદભાઈ મણીયાર જનકલ્‍યાણ ટ્રસ્‍ટ કરશે. નાટય નિર્માણઃ ઉત્‍સવ એકિટંગ એકેડેમી (નિઃશુલ્‍ક નાટયશાળા), લેખન અને દિગ્‍દર્શનઃ નિર્લોક પરમાર, સહ દિગ્‍દર્શકઃ ગૌતમ દવે, દિગ્‍દર્શન સહાયકઃ નયન સોલંકી,  નાટય પરામર્શકઃ સુશ્રી ભારતીબેન મહેતા છે.

આ મહાનાટકના ૧૨૦ થી વધુ પાત્રોને ૬૦ થી વધુ કલાકાર કસબીઓ રંગમંચ પર જીવંત કરશે, જેમાં વાઘેલા રાજવી વીરધવલના પ્રજ્ઞાવાન પ્રધાન વીર વસ્‍તુપાલ અને શુરવીર સેનાપતિ વીર તેજપાલના જીવનની રોમાંચિત કરતી અનેક ઘટનાઓ મંચસ્‍થ થશે. વીરતા, દાન, ધર્મપ્રેમ અને સમાજપ્રેમ દ્વારા પ્રજાવત્‍સલ બનનાર આ જૈન વણિક બંધુ બેલડીએ ગુર્જર ભૂમિની ગરિમાને, એક્‍તાને અખંડિત રાખવા ૬૩-જેટલા યુદ્ધ કર્યા. શત્રુંજય, ગિરનાર, આબુ પર્વત સહિત અનેક જગ્‍યાએ બેનમૂન સ્‍થાપત્‍ય કલાનું નિર્માણ કરાવી વિશ્વભરમાં આર્યાવર્તને અનેરી ઓળખ અપાવી છે. ગુર્જર પ્રદેશમાં અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી, સર્વધર્મસમભાવ સાથે સાહિત્‍ય, કલા અને સંસ્‍કળતિના રખેવાળ બની જીવનભર ઝઝૂમનાર તેમજ જગતમાં જૈન ધર્મનો જયજયકાર કરાવનાર આ મહાવીર વસ્‍તુપાલ-તેજપાલ જીવન પ્રસંગોને વણી લઈ વીરરસથી ભરસભર, અબાલ-વળદ્ધ સૌને પ્રેરણા આપનાર આ મહાનાટકમાં અભિનયના ઓજશ પાથરશે.

ચેતન દોશી, જિતેન્‍દ્ર બારોટ, શ્રીનીલ જાની, મૈત્રી પિલોજપરા, દિવ્‍યેશ મહેતા, મનાલી જોષી, હિતેશ વ્‍યાસ, રમેશ વ્‍યાસ, ભરત પરમાર, અમિત વાઘેલા, ઓમ ભટ્ટ, વિવેક દવે, સોનલ રાવલ, વર્ષા પરમાર, રોનકગીરી ગૌસ્‍વામી, યશ પંડયા, શમિક દવે, નયન સોલંકી, પ્રશાંત મકવાણા, હેરી સોલંકી, પ્રશાંત ભટ્ટ, પરી સોલંકી, દિલીપ દવે, પ્રજ્ઞેશ મીઠાપરા, શુભમ ભટ્ટ, મેહૂલ મેર, રાધિકા ભટ્ટી, સીમા ગુંદેચા, પ્રીત્‍વી લીંબડીયા, હેલી દોશી, જેવિન તન્ના, જેનિલ રાઠોડ, વિશ્વા લાલસેતા, ધ્‍યેય લાલસેતા, સૌમ્‍ય ટાંક, સ્‍મિત આડેસરા, મેઘ ગુંદેચા, ચિરાગ ડાંદવાણી, આર્યન પિસાવડીયા, સુહેલ શેખ, હર્ષ સોલંકી, ધ્રુવીલ સોરઠીયા, યશ ગોહિલ, રસિક હિરાણી, ચેતન પરમાર, વિજય ચુડાસમા, વિકાસ રાવલ, મિન ટિકરીયા, હર્ષિત ચૌહાણ અને ગૌતમ દવે અભિનયના ઓજસ પાથરી રહયા છે.

પ્રકાશ રચના અને સંચાલનઃ ગુલામહુસેન અગવાન, રંગભૂષાઃ હિમાંશુ પાડલિયા, વેશભુષાઃ રાકેશ કડિયા (સાંઈનાથ ડ્રેસ), સન્નવી વેષઃ અશોક લુંગાતર, ધ્‍વનિ મુદ્રણ તેમજ દૃશ્‍યાંકનઃ રોકીભાઈ- સ્‍ટુડીયો વ્રજ હોવાનું જણાવાયું છે.

(3:10 PM IST)