<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th December 2025

ખાનગી ટ્રાવેલ્‍સની બસમાં વિદેશી દારૂની હેરાફેરીઃ રૂા.૩.૨૯ લાખના દારૂ સાથે બે પકડાયા

પીસીબીના હેડકોન્‍સ કિરતસિંહ ઝાલા અને કોન્‍સ વાલજીભાઇ જાડાની બાતમીઃ એમપીનો ચાલક વિજય હટીલા અને રાજકોટના ફિરોજ અગવાનને દબોચ્‍યો

રાજકોટ, તા. ૧૯: શહેરના ગોંડલ રોડ ચોકડી નજીક સર્વિસ રોડ પર પીસીબીની ટીમે બાતમીના આધારે ખાનગી ટ્રાવેલર્સની બસમાંથી રૂા. ૩,૨૯,૪૭૨ની કિંમતના વિદેશી દારૂના જથ્‍થા સાથે બસનો ચાલક સહિત બે શખ્‍સોને  પકડી લીધા હતા.

મધ્‍યપ્રદેશથી રાજકોટ આવેલી  ખાનગી ટ્રાવેલ્‍સની બસમાં વિદેશી દારૂનો જથ્‍થો  હોવાની પીસીબીના હેડકોન્‍સ કિરતસિંહ ઝાલા, તથા કોન્‍સ વાલજીભાઇ જાડાને બાતમી મળતા સ્‍ટાફ સાથે ગોંડલ રોડ ચોકડી નજીક સર્વિસ રોડ પર ખાનગી ટ્રાવેલ્‍સની બસને રોકી તલાશીલેતા બસમાં ડેકીમાં પડેલા સામાન માંથી રૂા. ૩,૨૯,૪૭૨ની કિંમતની વિદેશી દારૂની ૧૦૫૬ બોટલ મળી આવતા પોલીસે બસનો ચાલક વિજય વિક્રમસિંહ હટીલા (ઉ.વ. ર૭) (રહે. કુશલપુરાગામ, તા. રાનાપુર જીલ્લો જાંબુઆ (એમ.પી.) તથા મુળ ભાવનગરના વરતેજ ગામ હાલ રાજકોટ જુના માર્કેટીંગ યાર્ડ પાછળ મચ્‍છાનગરમાં રહેતો ફીરોઝ અહેમદભાઇ અગવાન (ઉ.વ. ૩ર) ને પકડી લઇ પોલીસે દારૂનો જથ્‍થો તથા બસ મળી રૂા. ૧૮,ર૯,૪૭ર નો મુદામાલ કબ્‍જે કર્યો હતો. આ કામગીરી પી.આઇ. એમ.આર. ગોંડલીયા, એમ. જે. હુણના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. સંતોષભાઇ મોરી, મયુરભાઇ પાલરીયા, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ધનશ્‍યામસિંહ ચૌહાણ, હેડ કોન્‍સ કિરતસિંહ ઝાલા, કરણભાઇ મારૂ, વિરેન્‍દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, રાહુલગીરી ગૌસ્‍વામી, કોન્‍સ યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, હિરેન્‍દ્રસિંહ પરમાર, જયેશભાઇ ગઢવી દ્વારા કરવામાં આવી હતી. 

 

 

(4:00 PM IST)