<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th December 2025

શાકભાજી લેવા નીકળેલા ૩૦ વર્ષના જોગેન્‍દ્રનું હિટ એન્‍ડ રનમાં મોત

ટંકારાના હિરાપર પાસે અજાણ્‍યો વાહનચાલક ઠોકરે લઇ ભાગી ગયોઃ રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૧૯: ટંકારામાં રહેતો જોગેન્‍દ્ર ભરતસિંહ બંજારા (ઉ.વ.૩૦) નામનો યુવાન ૧૪મીએ સાંજે ટંકારાના હીરાપર પાસે ચાલીને જતો હતો ત્‍યારે કોઇ વાહનનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં ગંભીર ઇજા થતાં ટંકારા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. તેનું આજે મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

જોગેન્‍દ્ર ચાર ભાઇ અને એક બહેનમાં નાનો હતો અને છુટક મજૂરી કરતો હતો. તેને સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. પોતે મુળ યુપીનો વતની હતો. શાકભાજી લેવા જતી વખતે આ અકસ્‍માત નડયો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં ટંકારા પોલીસે કાયવાહી કરી હતી.

(4:19 PM IST)