રાજકોટ બાર એસોસિયેશનની ચૂંટણીમાં આર.બી.એ.પેનલના પ્રમુખના ઉમેદવાર સુમિત વોરા 998 મત સાથે આગળ :સમરસ પેનલના સુરેશ ફળદુને 647 મત મળ્યા
ઉપપ્રમુખના હોદા પર સમરસ પેનલના સિધ્ધરાજસિંહ જાડેજા 899 મત સાથે આગળ :આરબીએ પેનલના બિમલ જાનીને 801 મત :સેકટરીની જગ્યામાં સમરસ પેનલના મેહુલ મહેતાને 710. આરબીએ પેનલના નિલેશ પટેલને 786 : બંને વચ્ચે રસાકસી

રાજકોટ બાર એસોસિયેશનની ચૂંટણીમાં મતગણતરી ચાલુ છે , આ લખાઈ છે ત્યારે રાત્રે 111 વાગ્યે કુલ 1800 જેટલા મતની ગણતરી પૂર્ણ થઇ છે જેમાં આર.બી.એ.પેનલના પ્રમુખના ઉમેદવાર સુમિત વોરા 998 મત સાથે આગળ છે જયારે સમરસ પેનલના સુરેશ ફળદુને 647 મત મળ્યા છે
ઉપપ્રમુખના હોદા પર સમરસ પેનલના સિધ્ધરાજસિંહ જાડેજા આગળ 899 મત સાથે આગળ છે જયારે આરબીએ પેનલના બિમલ જાનીને 801 મત મળ્યા છે, બીજીતરફ સેકટરીની જગ્યામાં સમરસ પેનલના મેહુલ મહેતાને 710 મત સાથે આગળ છે જયારે આરબીએ પેનલના નિલેશ પટેલને 786 મત મળ્યા છે બંને વચ્ચે રસાકસી જામી છે
જોઈન્ટ સેક્રેટરીની જગ્યામાં સમરસ પેનલના સંદીપ વેકરિયા 787 મત મળ્યા છે જયારે આરબીએ પેનલના જયેન્દ્ર ગોંડલીયા 818 મત સાથે આગળ છે બંને ઉમેદવરો વચ્ચે વચ્ચે ભારે રસાકસી જામી છે દરમિયાન ટ્રેઝરરની જગ્યામાં આરબીએ પેનલના પ્રગતિબેન માકડીયા 928 મત સાથે આગળ છે જયારે સમરસ પેનલના રેખાબેન લીંબાસિયાને 739 મત મળ્યા છે










