News of Saturday, 20th December 2025
જય બાલાજી... ‘રામ રસાયાન' પુસ્તિકાનું વિમોચન
રામચરિત માનસ માનવ જીવન માટે નૈતિકતા, ભકિત, કરૂણા અને કર્તવ્ય બોધ શાશ્વત

રાજકોટઃ ‘ રામ રસાયન' પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું છે. આ પુસ્તકની કિંમત માત્ર રૂા. પ૦ રાખવામાં આવેલી છે ત્યારે રામચરિતમાનસ માનવજીવન માટે નૈતિકતા, ભકિત, કરુણા અને કર્તવ્યબોધનું શાશ્વત ગ્રંથ છે. તેમાં રહેલી દરેક ચોપાઇ જીવનને માર્ગદર્શન આપતું અમૃત સમાન રસ ધરાવે છે. આવી ચોપાઇઓને કેન્દ્રમાં રાખી રામ રસાયન પુસ્તક પ્રસિદ્ધ કરવાનો સંપાદકનો મુખ્ય હેતુ માત્ર ગ્રંથ પ્રકાશનનો નહીં, પરંતુ સમાજના આંતરિક ઉન્નતિનો હોવાનું જયદિપ આડઠકકર (મો. ૯૫૫૮૮૦૦૫૦૪) એ જણાવ્યું છે.
આધુનિક જીવનનની દોડધામમાં વિસ્તૃત શાષાીય ગ્રંથો વાંચવાનો સમય સૌને મળતો નથી. તેથી પસંદગીની ચોપાઇઓ સાથે સંક્ષિપ્ત, સરળ, સચિત્ર અને જીવનોપયોગી ભાવાર્થ રજૂ કરી, રામકથાનો સાર સામાન્ય જનતા સુધી પહોંચાડવાનો સંપાદકનો આશય છે.
સત્ય, મર્યાદા, ત્યાગ, કરુણા,પ્રિતૃભકિત, મિત્રતા અને સામાજિક સમરસતા જેવા ગુણો રામચરિતમાનસનું હૃદય છે. રામ રસાયન દ્વારા આ મૂલ્યો વાચકના દૈનિક જીવનમાં ઉતરે-એવો સંપાદકનો ઉદેશ છે.
ચિંતાગ્રસ્ત અને અશાંત સમાજ માટે રામચરિતમાનસની ચોપાઇઓ માનસિક શાંતિનુંસ્ત્રોત બની શકે, રામ રસાયન વાંચકને આંતરિક શાંતિ, ધૈર્ય અને આશાવાદ આપે-આ પણ સંપાદકનો મહત્વનો આશય છે.
આમ રામ રસાયન પુસ્તક પ્રસિદ્ધ કરવાનો સંપાદકનો હેતુ ગ્રંથ જાળવવાનો નહીં, પરંતુ રામચરિતમાનસના અમૃતરસને ઘર-ઘર પહોંચાડી, માનવજીવનને વધુ સંસ્કારી, સંતુલિત અને આધ્યાત્મિક રીતે સમુદ્ધ બનાવવાનો છે.
તસ્વીરમાં જયદિપ આડઠકકકર અને ચારૂ પબ્ીીસીટીના લાલભાઇ નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:14 PM IST)










