<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

ભકિતનગર રેલ્‍વે સ્‍ટેશનના વાહન પાર્કિંગ સ્‍થળે સુવિધાઓ આપો

કોંગ્રેસ દ્વારા રેલ્‍વે ડી.આર.એમ.ને રજુઆત

રાજકોટ : ભકિત નગર રેલ્‍વે ખાતે વાહન પાર્કિંગ સ્‍થળે આવશ્‍યક સુવિધા આપવામાં આવે તેમ રાજકોટ શહેર કોંગ્રેસ સોશિયલ મીડીયા ડિપાર્ટમેન્‍ટ દ્વારા એક યાદિમાં જણાવાયું છે - જીજ્ઞેશ વાગડીયા.

જેમાં જણાવાયું છે કે, હાલ રાજકોટના ભકિતનગર રેલ્‍વે સ્‍ટેશન પર પાર્કિંગ સુવિધા ખુલ્લા વિસ્‍તારમાં ઉપલબ્‍ધ છે. જેના કારણે વરસાદી ઋતુમાં વાહનો પર પાણી પડી નુકશાન થવાની શકયતા રહે છે. ભારે ઉનાળામાં વાહનનું સીટ તથા હેન્‍ડલ અત્‍યંત ગરમ થઇ જતા મુસાફરોને અસુવિધા પડે છે. તેમજ વરસાદના કારણે વાહન સ્‍ટાર્ટ કરવામાં પણ મુશ્‍કેલી અનુભવવી પડે છે. રેલ્‍વે સ્‍ટેશન પાર્કિંગ વિસ્‍તારમાં છત/શેડ/કવર્ડ પાર્કિંગ સુવિધા ઉપલબ્‍ધ કરાવવામાં આવે. જેથી મુસાફરોને સુરક્ષિત અને આરામદાયક પાર્કિંગ મળીને લાભ થશે તેમ રાજકોટ ડી.આર.એમ. રેલ્‍વે અધિકારીને આવેદનપત્ર આપી રજુઆત રાજકોટ શહેર કોંગ્રેસ સોશિયલ મીડીયા ડીપાર્ટમેન્‍ટના પ્રમુખ જીજ્ઞેશ વાગડીયા અને જલ્‍પેશભાઇ કલોલા દ્વારા કરવામાં આવેલ.

(3:00 PM IST)