<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

કાલે સરાઝા હોટલમાં ‘આર્ટ ફિએસ્‍ટા'

કલાકારોને મંચ પુરૂ પાડવા શ્રધ્‍ધા રાયચુરા દ્વારા અનોખુ આયોજન : જુદી જુદી ૧રપ થી વધુ કલા પ્રદર્શિત થશે : રસધરાવતાઓને વિનામુલ્‍યે એન્‍ટ્રી

રાજકોટ તા. ૨૦ : જુદા જુદા કલાકારોને મંચ મળી રહે તે હેતુથી શ્રધ્‍ધા રાયચુરા દ્વારા આ વર્ષે પણ આવતીકાલે તા. ૨૧ ના સવારે ૯ થી રાત્રીના ૯ સુધી સરાજા હોટલ, રાજકોટ ખાતે ‘આર્ટ ફિએસ્‍ટા'નું આયોજન કરાયુ છે. આ એકજાતનું એવુ આર્ટ એકિઝબીશન હોય છે. જેમાં અલગ અલગ કલાને એક મંચ પર રજુ કરવામાં આવે છે. રેઝીંગ આર્ટ, ટેકસચર આર્ટ, સ્‍ટ્રીંગ આર્ટ વગેરે કલા રજુ થશે. ૧૨૫ થી વધુ કલાકારો ભાગ લેશે. આ પ્રદર્શન કમ સેલમાં બે હજારથી લઇને બે લાખ સુધીના પેઇન્‍ટીંગ્‍સ જોવા અને ખરીદવા મળશે. ગયા વર્ષે યોજાયેલ આ પ્રકારના આર્ટ એકઝીબીશનનો લોકોએ બહોળી સંખ્‍યામાં લાભ લીધો હતો. ત્‍યારે આ વર્ષે પણ રસધરાવતાઓને વિનામુલ્‍યે પ્રવેશ હોય વધુને વધુ કલાના કદરદાનોએ લાભ લેવા જાહેર અનુરોધ કરાયો છે. વધુ માહિતી માટે આન ગ્રુપ (મો.૯૮૨૪૪ ૯૦૯૦૦)નો સંપર્ક કરવા જણાવાયુ છે.

(3:35 PM IST)