<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

લાખાજીરાજ રોડ બજારમાં લારી-ફેરિયાઓનો ત્રાસ યથાવત : મંગળવારે દુકાનો બંધ રખાશે

એસોસીએશન દ્વારા નો ફેરિયા ઝોન જાહેર કરવા, કાયમી પોલીસ બંદોબસ્‍ત આપવા મ્‍યુ.કમિશનરને આવેદન અપાશે

રાજકોટ, તા.૨૦: શહેરની મુખ્‍યબજાર સર લાખાજીરાજ ઉપર ગેરકાયદે રોડ ઉપર બેસી વેપાર કરતા અને દુકાનદારો તેમજ શોરૂમ ધારકોને અવરોધ પેદા કરતા પાથરણા વાળા,લારી ગલ્લા વાળા, પાણીપુરીવાળા તેમજ રવિવારે આજ બજાર વિસ્‍તારમાં ભરાતી ગુજરીબજારના વિરોધમાં લાખાજીરાજ રોડના તમામ વેપારીઓ તા,૨૩ને મંગળવારે બપોરના એક વાગ્‍યા સુધી પોતાના વેપાર ધંધા શોરૂમ દુકાન બંધ રાખીને સાંગળવા ચોક ખાતે મોટી સંખ્‍યામાં ધરણા પર બેસી પાથરણાવાળા એની લારી ગાળાનું દબાણ દૂર કરવા તેમજ આ વિસ્‍તારને નો ફેરિયા ઝોન જાહેર કરવા કાયમ પોલીસ બંદોબસ્‍ત આપવાની માંગણી અંગેનું આવેદન પત્ર મ્‍યુનિ, કમિશનરને આપવામાં આવશે તેમ શ્રી લાખાજીરાજ રોડ મર્ચન્‍ટ એસો.ની યાદીમાં જણાવાયું છે.

(3:38 PM IST)