<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

જૈન સ્‍પોર્ટસ ઓર્ગેનાઇઝેશન દ્વારા સોમવારથી જૈન ટેનિસ, ક્રિકેટ ટુર્નામેન્‍ટ સીઝન ૧પનો પ્રારંભ

કુલ ૧૩ ટીમો ર૦૦ થી વધુ જૈન ખેલાડીઓ પોતાનું કૌશલ્‍ય બતાવશે : ટુર્નામેન્‍ટ થકી આવક જરૂરીયાતમંદ બાળકોના શિક્ષણ માટે વાપરવામાં આવશે

રાજકોટ : જૈન સમાજમાં એકતા, ભાઇચારો અને ખેલદિલીની ભાવના વધારવાના હેતુ સાથે જૈન સ્‍પોર્ટસ ઓર્ગેનાઇઝેશન દ્વારા માત્ર જૈન ખેલાડીઓ માટેની નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્‍ટ સીઝન-૧પ નો પ્રારંભ તા. રર ના સોમવારથી થઇ રહ્યો છે.

આ ટુર્નામેન્‍ટમાં સૌરાષ્‍ટ્રમાંથી કુલ૧૩ ટીમો અને ર૦૦ થી વધુ જૈન ખેલાડીઓ પોતાનું કૌશલ્‍ય બતાવશે. ટુર્નામેન્‍ટ દ્વારા થનારી આવકનો ઉપયોગ જૈન સમાજના જરૂરીયાતમંદ બાળકોના શિક્ષણ, જીવદયા અને ગરીબ દર્દીઓની સહાય માટે કરવામાં આવશે.

રર ડિસેમ્‍બર થી ર૭ ડિસેમ્‍બર સુધી. ગ્રીનફિલ્‍ડ ગ્રાઉન્‍ડ, આદર્શ માર્બલ ગ્રાઉન્‍ડ પાસે, જામનગર હાઇવે, રાજકોટ ખાતે ટુર્નામેન્‍ટ રમાશે. દરરોજ સાંજે ૪:૩૦ થી રાત્રે ૧૧:પ૯ સુધી મેચો રમાશે. પ્રત્‍યેક ટીમને ૪ લીગ મેચ રમવાની તક મળશે, ત્‍યારબાદ કવાર્ટર ફાઇનલ અને સેમી ફાઇનલ યોજાશે. ટુર્નામેન્‍ટનો ફાઇનલ મેચ તા. ર૭ ના રોજ સાંજે પ વાગ્‍યાથી રમાશે, જે બાદ કલોઝિંગ સેરેમની સાથે વિજેતાઓને સન્‍માન કરાશે.સીઝન-૧પ માં ભાગ લેનાર ટીમો અને કેપ્‍ટન ટાઇટન્‍સ-૧૧ હાર્દિક કોઠારી, ફિનીકસ ફેન્‍ટમ, જયદીપ વોરા, ફાયર બર્ડસ, માનસ રૂપાણી, બિગબુલ (હિમાલય મીઠાણી), અચિવર્સ ૧૧ (હિરેન દેસાઇ), જામનગર લાયન્‍સ (નિરજ શાહ), સારા ૧૧ (મિકીલ વોરા), પેન્‍થર્સ (ધ્‍યેય દોશી), ક્રિકેટ લવર્સ (નિખિલ ઉચાટ), જેએસઓ બેનેગેડસ (કેયુર ગાંધી), માસ્‍ટર બ્‍લાસ્‍ટર (દિવ્‍યેશ દોશી), જેબીએન ૧૧ (નીલ કામદાર) અને વીર ૧૧ (ભાવિન વોરા) જેવી ટીમો ટ્રોફી માટે મેદાને ઉતરશે.

જેએસઓ દ્વારા આગામી એપ્રિલ ર૦ર૬ માં જૈન પ્રિમીયર લીગ સીઝન-૭ નું આયોજન કરવામાં આવશે. જેમાં આઇપીએલ જેમ પ્‍લેયર ઓકશન (વર્ચ્‍યુઅલ મની) થશે.

હાર્દિક કોઠારી, સાગર હપાણી, ચિંતન મહેતા, ધૈર્ય પારેખ, ઋષભ કોઠારી, પ્રતીક ગાંધી, ચિરાગ મહેતા, કેયુર ગાંધી, ધવલ ગાંધી, મિકીલ વોરા, માનસ રૂપાણી, હિત અવલાણી, રવિ શેઠ, હિમાલય મીઠાણી, ઉમંગ ગોસલિયા, જયદીપ વોરા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ માહિતી માટે ચિંતન મહેતા : ૮૦૦૦૩૧૮૦૪૭, ઋષભ કોઠારી : ૯૦૩૩ર૬૩૦૩૯ નો સંપર્ક કરવા યાદીના અંતમાં જણાવાયું છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(3:41 PM IST)