<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

બાપુનગરના પ્‍લાયવૂડના વેપારી વિનુભાઇનું હૃદય બેસી જતાં મોત

સવારે કુંભારવાડામાં ઘરે બેભાન થઇ ગયાઃ હોસ્‍પિટલમાં દમ તોડયોઃ ડવ પરિવારમાં શોક

રાજકોટ તા. ૨૨: હૃદય રોગના હુમલાથી વધુ એક મૃત્‍યુ થયું છે. જેમાં રામનાથપરા કુંભારવાડા મેઇન રોડ પર રહેતાં વિનુભાઇ ઉકાભાઇ ડવ (ઉ.વ.૫૮) નામના વેપારી ઘરે બેભાન થઇ ઢળી પડતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે નિષ્‍પ્રાણ જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

મૃત્‍યુ પામનાર વિનુભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. વિનુભાઇ બાપુનગરમાં લાકડાના દરવાજા, પ્‍લાયવૂડની દૂકાનમાં બેસી વેપાર કરતાં હતાં. હાર્ટએટેક આવી ગયાનું સગાએ જણાવ્‍યું હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં એ-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી.

(4:05 PM IST)