<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd December 2025

શ્રી પંચનાથ હોસ્‍પિટલમાં ગેસ્‍ટ્રોએન્‍ટ્રોલોજીસ્‍ટ, આર્થ્રોસ્‍કોપી સર્જન તથા પ્‍લાસ્‍ટિક સર્જન જેવા સુપર સ્‍પેશિયાલિટી ડોક્‍ટરો જોડાયા

ડો. ચેતન મહેતા ગેસ્‍ટ્રોએન્‍ટ્રોલોજીસ્‍ટ અને હિપેટોલોજીસ્‍ટ સર્જન અન્નનળી, પેટ, હોજરી, આંતરડા, મળ માર્ગ, લોહીની ઉલ્‍ટી, લીવર તથા કમળાના રોગોના નિષ્‍ણાંત :ડો. ગજેન્‍દ્ર આર. ઓડેદરા M.D., G.I. ફિઝિશિયન અને એન્‍ડોસ્‍કોપિસ્‍ટ અન્નનળી, પેટ (હોજરી), આંતરડા, લિવર, પેનક્રિયાસ તથા પિત્તાશય સંબંધિત રોગોના નિષ્‍ણાંત : ડો.વેદાંત શાહ આર્થ્રોસ્‍કોપી સર્જન, ખંભા અને રમતગમતની ઇજાઓ તેમજ સાંધા બદલવાની (જોઇન્‍ટ રિપ્‍લેસમેન્‍ટ), સ્‍પોર્ટ્‍સ ઇન્‍જરી અને ઓર્થોપેડિક સર્જરીના નિષ્‍ણાંત : ડો. અંકુર ડી. મોદી પ્‍લાસ્‍ટિક સર્જન, રિકન્‍સ્‍ટ્રક્‍ટિવ, બર્ન્‍સ અને એસ્‍થેટિક સર્જન બર્ન ઇજાઓ, ટ્રોમા, નસ-ટેન્‍ડન નુકસાન, જન્‍મજાત વિકૃતિઓ અને કેન્‍સર પછીની પુનઃર્નિર્માણ સર્જરી નિષ્‍ણાંત

રાજકોટઃ પ્રતિષ્ઠિત શ્રી પંચનાથ હોસ્‍પિટલમાં ગેસ્‍ટ્રોએન્‍ટ્રોલોજીસ્‍ટ અને લેપ્રોસ્‍કોપિ સર્જરીના નિષ્‍ણાંત ડો. ચેતન મહેતાની સેવાઓ શરૂ કરવામાં આવી છે. ડો. ચેતન મહેતા ૩૬ વર્ષના વિશેષ અનુભવ સાથે પેટ, આંતરડા, મલદ્વાર તથા યકૃત (લીવર) સંબંધિત વિવિધ રોગોના નિદાન અને સારવારમાં વિશેષ અનુભવ ધરાવે છે. તેઓ ગોલસ્‍ટોન, એપેન્‍ડિસાઇટિસ, હર્નિયા, અલ્‍સર, ગેસની તકલીફો તથા લીવર સંબંધિત રોગોમાં આધુનિક અને અસરકારક સારવાર માટે જાણીતા છે.

હોસ્‍પિટલમાં તેમના દ્વારા ગોલબ્‍લેડર સર્જરી, એપેન્‍ડિક્‍સ ઓપરેશન, હર્નિયા સર્જરી ઉપરાંત ગેસ્‍ટ્રોસ્‍કોપી, કોલોનોસ્‍કોપી, સિગ્‍મોઇડોસ્‍કોપી, રેક્‍ટોસ્‍કોપી અને ડાયલેશન જેવી તપાસ અને સારવારની સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવવામાં આવી છે. આધુનિક સાધનો અને અનુભવી તબીબી ટીમ સાથે શ્રી પંચનાથ હોસ્‍પિટલ દર્દીઓને સુરક્ષિત, વિશ્વાસનીય અને ગુણવત્તાસભર આરોગ્‍યસેવા પ્રદાન કરવા પ્રતિબદ્ધ છે.

ડો.ચેતન મહેતાના જોડાણથી હોસ્‍પિટલની તબીબી સેવાઓ વધુ મજબૂત બનશે અને દર્દીઓને વધુ ઉચ્‍ચ સ્‍તરની આરોગ્‍યસેવા ઉપલબ્‍ધ થશે. ડોક્‍ટર મંગળવાર, ગુરૂવાર અને શનિવારના રોજ સવારે ૧૦:૩૦ થી ૧૧:૩૦ સુધી હોસ્‍પિટલમાં હાજર રહેશે.

શ્રી પંચનાથ હોસ્‍પિટલને તેની મેડિકલ ટીમમાં એક અનુભવી M.D., G.I. ફિઝિશિયન, એન્‍ડોસ્‍કોપિસ્‍ટ તથા ગેસ્‍ટ્રોએન્‍ટરોલોજી ક્ષેત્રમાં અનુભવ ધરાવતા ડો. ગજેન્‍દ્ર ઓડેદરા ના જોડાણની જાહેરાત કરતાં આનંદ થાય છે. આ જોડાણ સાથે હોસ્‍પિટલ ગુણવત્તાયુક્‍ત અને આધુનિક આરોગ્‍યસેવાઓ પ્રદાન કરવાની પોતાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવશે. ડો. ગજેન્‍દ્ર ઓડેદરા એ પ્રતિષ્ઠિત અમૃતા ઇન્‍સ્‍ટિટ્‍યૂટ ઑફ મેડિકલ સાયન્‍સિસ, કોચીમાંથી ડી.એન.બી. (ગેસ્‍ટ્રોએન્‍ટરોલોજી) પૂર્ણ કરી છે અને ગેસ્‍ટ્રોએન્‍ટ્રોલોજીસ્‍ટ ના ક્ષેત્રમાં દાયકાથી વધુનો સમૃદ્ધ અનુભવ ધરાવે છે.

ડો.ગજેન્‍દ્ર ઓડેદરા એ ઉપરના અને નીચલા પાચનતંત્ર સંબંધિત ૪,૦૦૦થી વધુ એન્‍ડોસ્‍કોપી પ્રક્રિયાઓનો વ્‍યાપક અનુભવ છે, જેમાં નિદાનાત્‍મક તથા આધુનિક સારવારાત્‍મક પ્રક્રિયાઓ જેવી કે સ્‍ક્‍લેરોથેરાપી, બેન્‍ડિંગ, ક્‍લિપિગ, કોગ્‍યુલેશન (આર્ગન પ્‍લાઝ્‍મા/હીટર પ્રોબ), બલૂન અને બૂજી ડાયલેશન, પોલિપેક્‍ટોમિ, પીઇજી (PEG), સ્‍ટેન્‍ટિંગ તેમજ ઇ.આર.સી.પી. (ERCP) નો સમાવેશ થાય છે.

ક્‍લિનિકલ કાર્ય સાથે સાથે તેમણે સંશોધન ક્ષેત્રમાં પણ સક્રિય યોગદાન આપ્‍યું છે. ખાસ કરીને ઇન્‍ફલેમેટરી બાઉલ ડિસીઝ (IBD) માં ફિકલ કેલપ્રોટેક્‍ટિનની ભૂમિકા વિષયક અભ્‍યાસ કર્યો છે તથા વિવિધ રાષ્ટ્રીય પરિષદોમાં મૌખિક અને પોસ્‍ટર પ્રેઝન્‍ટેશન રજૂ કર્યા છે.

ડો.ગજેન્‍દ્ર ઓડેદરા ના જોડાણ સાથે શ્રી પંચનાથ હોસ્‍પિટલ દર્દીઓને વધુ સુવિધાસભર અને વિશેષ ગેસ્‍ટ્રોએન્‍ટ્રોલોજીસ્‍ટ સેવાઓ પ્રદાન કરવા પ્રતિબદ્ધ રહેશે. શ્રી પંચનાથ સાર્વજાનિક મેડિકલ હોસ્‍પિટલ ખાતે ડોક્‍ટર મંગળવારે સાંજે ૪ થી ૬ તથા ગુરુવારે સાંજે ૪ થી ૫ (OPD) અને બુધવાર તથા શુક્રવારે સાંજે ૪ થી ૫ (એન્‍ડોસ્‍કોપી અને કોલોનોસ્‍કોપી માટે) ઉપલબ્‍ધ રહેશે.

ડો.વેદાંત શાહ એક પ્રતિષ્ઠિત ઓર્થોપેડિક સર્જન છે, જે ખાસ કરીને સોલ્‍ડર તથા સ્‍પોર્ટ્‍સ ઈન્‍જરી, તેમજ જોઈન્‍ટ રિપ્‍લેસમેન્‍ટ સર્જરીમાં નિષ્‍ણાંત છે. તેમને સ્‍પોર્ટ્‍સ રિહેબિલિટેશન અને બાયોમેકેનિક્‍સ પ્રત્‍યે ઉંડો રસ હોવાથી, તેમણે આ ક્ષેત્રમાં વિશેષ અને વિસ્‍તૃત તાલીમ પ્રાપ્ત કરી છે.

ડો.વેદાંત શાહે પોતાની MBBSની શિક્ષા પી.ડી.યુ. મેડિકલ કોલેજ, રાજકોટમાંથી પૂર્ણ કરી હતી. ત્‍યારબાદ તેમણે GCS હોસ્‍પિટલ, અમદાવાદમાંથી MS (ઓર્થોપેડિક્‍સ) પૂર્ણ કર્યું. વધુ નિષ્‍ણાંત બનવા માટે તેમણે પોતાના પિતા તથા વરિષ્ઠ ઓર્થોપેડિક નિષ્‍ણાંત ડો.નિર્ભય શાહના માર્ગદર્શન હેઠળ વિશેષ તાલીમ મેળવી. ત્‍યારબાદ તેમણે દીનાનાથ માંગેશકર હોસ્‍પિટલ ખાતે ડો.આશિષ બાબુલકરના માર્ગદર્શન હેઠળ સોલ્‍ડર અને સ્‍પોર્ટ્‍સ સર્જરીમાં ફેલોશીપ પૂર્ણ કરી.

તેમની કુશળતા વધુ વિકસાવવા માટે ડો. શાહે પોલેન્‍ડ અને યુનાઇટેડ સ્‍ટેટ્‍સ (USA) માં અદ્યતન સર્જરી અને સ્‍પોર્ટ્‍સ રિહેબિલિટેશન સંબંધિત આંતરરાષ્ટ્રીય તાલીમ અને કોર્સિસમાં ભાગ લીધો છે. આ વૈશ્વિક અનુભવના કારણે તેઓ નવીન અને આધુનિક સારવાર પદ્ધતિઓને અસરકારક રીતે અપનાવે છે.

આજના સમયમાં ઘણા દર્દીઓ ખંભાના દુખાવા, રોટેટર કફ ઈન્‍જરી, સ્‍પોર્ટ્‍સ દરમિયાન થતી ઈજાઓ, લિગામેન્‍ટ ઈન્‍જરી, ખંભાની અસ્‍થિરતા, સાંધાનો ઘસારો તથા જોઈન્‍ટ બદલવાની જરૂરિયાત જેવી સમસ્‍યાઓથી પીડાય છે. ઘણીવાર યોગ્‍ય નિદાન અને નિષ્‍ણાંત સારવારના અભાવે આ સમસ્‍યાઓ લાંબા સમય સુધી વધતી જાય છે.

ડો. વેદાંત શાહ તેમની વિશેષ તાલીમ, આધુનિક ટેકનિક અને દર્દીકેન્‍દ્રિત અભિગમ દ્વારા આવી તમામ સમસ્‍યાઓનું ચોક્કસ નિદાન, અસરકારક સારવાર અને યોગ્‍ય રિહેબિલિટેશન પૂરુ પાડે છે, જેથી દર્દી ઝડપથી સામાન્‍ય જીવન અને રમતગમતમાં પાછા ફરી શકે. ડોક્‍ટર મંગળવાર, ગુરૂવાર અને શુક્રવારના રોજ બપોરે ૩ થી ૫ વાગ્‍યા સુધી હોસ્‍પિટલમાં હાજર રહેશે.

રાજકોટની અગ્રણી અને વિશ્વસનીય આરોગ્‍ય સંસ્‍થા શ્રી પંચનાથ હોસ્‍પિટલમાં હવે પ્રખ્‍યાત પ્‍લાસ્‍ટિક, રિકન્‍સ્‍ટ્રક્‍ટિવ, બર્ન્‍સ તથા એસ્‍થેટિક સર્જન ડો. અંકુર ડી. મોદી જોડાઈ રહ્યા છે, જે હોસ્‍પિટલના આરોગ્‍ય સેવાઓના ક્ષેત્રમાં એક મહત્‍વપુર્ણ પગલું છે. તેમના જોડાણથી હોસ્‍પિટલમાં સુપર-સ્‍પેશિયલિટી સેવાઓ વધુ મજબૂત બનશે અને દર્દીઓને આધુનિક સારવાર સુવિધાઓ ઉપલબ્‍ધ થશે.

ડો. અંકુર મોદી એક અનુભવી અને કુશળ પ્‍લાસ્‍ટિક સર્જન છે. તેમણે એમ.બી.બી.એસ. તેમજ એમ.એસ. (જનરલ સર્જરી) જેવી પ્રાથમિક અને ઉચ્‍ચ તબીબી શિક્ષણની લાયકાત પ્રાપ્ત કર્યા બાદ એમ.ચી. (પ્‍લાસ્‍ટિક, રિકન્‍સ્‍ટ્રક્‍ટિવ, બર્ન્‍સ અને એસ્‍થેટિક સર્જરી)માં વિશેષ તાલીમ મેળવી છે. તેઓ સતત નવીનતમ તબીબી તકનીકો અને આધુનિક સર્જરી પદ્ધતિઓ સાથે અપડેટ રહે છે. ડો. મોદીને બર્ન બાદ થતી વિકૃતિઓના સુધારણા, ટ્રોમા અને અકસ્‍માત બાદની પુનઃસ્‍થાપન સર્જરી, નસ અને તંતુઓની મરામત, જન્‍મજાત વિકૃતિઓ, ઓન્‍કોપ્‍લાસ્‍ટિક રિકન્‍સ્‍ટ્રક્‍ટિવ સર્જરી તેમજ વિવિધ પ્રકારની સૌંદર્યલક્ષી સર્જરીમાં વિશાળ અનુભવ પ્રાપ્ત છે. તેઓ દરેક દર્દીને વ્‍યક્‍તિગત કાળજી સાથે શ્રેષ્ઠ અને સુરક્ષિત પરિણામ આપવાનું મુખ્‍ય ધ્‍યેય રાખે છે.

શ્રી પંચનાથ હોસ્‍પિટલમાં ડો. અંકુર મોદીની સેવાઓ શરૂ થવાથી હવે રાજકોટ તેમજ આસપાસના વિસ્‍તારોના દર્દીઓને ઉન્નત સ્‍તરની પ્‍લાસ્‍ટિક અને એસ્‍થેટિક સર્જરીની સારવાર એક જ સ્‍થળે ઉપલબ્‍ધ થશે, જેના કારણે તેમને મોટા શહેરોમાં જવાની ઝંઝટથી મુક્‍તિ મળશે. આ સાથે હોસ્‍પિટલની ગુણવત્તાયુક્‍ત આરોગ્‍ય સેવાઓ વધુ સુલ્લઢ બનશે. ડોક્‍ટર દરેક શનિવારે સવારે ૧૦ થી ૧૧ વાગ્‍યા સુધી હોસ્‍પિટલમાં હાજર રહેશે.

રાજકોટ તથા સૌરાષ્ટ્રના જરૂરતમંદ દર્દીઓ માટે શ્રી પંચનાથ હોસ્‍પિટલમાં નામંકિત અને અનુભવી સુપર સ્‍પેશિયલિટ ડોક્‍ટરો જોડાયેલા છે. આવનારા દિવસોમાં વધુમાં વધુ લોકોનું યોગ્‍ય નિદાન અને ઉત્તમ સારવાર શ્રી પંચનાથ હોસ્‍પિટલમાં પ્રાપ્ત થાય અને દર્દીઓને સાચી રાહત મળેઆ હેતુ સાથે શ્રી પંચનાથ હોસ્‍પિટલના ટ્રસ્‍ટીઓ સતત કાર્યરત હોવાનું ટ્રસ્‍ટના પ્રમુખ દેવાંગભાઈ માંકડે જણાવ્‍યું છે.

(2:59 PM IST)