<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th December 2025

મનપા સંચાલિત વોર્ડ વાઇઝ વિદ્યાર્થી વાંચનાલયોમાં એક વર્ષમાં ૪૨૮૧૩ વિદ્યાર્થીઓએ ઉપયોગ કર્યો

રાજકોટ : મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર  નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેગિં કમિટી ચેરમેન  જયમીન ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષના નેતા  લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા અને માધ્‍યમિક અને આનુષાંગિક શિક્ષણ સમિતિ ચેરમેન રસીલાબેન સાકરીયાએ સંયુક્‍ત યાદીમાં જણાવ્‍યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વસતા ધોરણ ૧૨ થી ર્સ્‍પધાત્‍મક પરીક્ષાની તૈયારીઓ પોતાના ઘરની નજીક વોર્ડમાં શાંત વાતાવરણમાં કરી શકે તે માટે વોર્ડ વાઇઝ વિદ્યાર્થી વાંચનાલયો બનાવી સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.       રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત વોર્ડ વાઇઝ વિદ્યાર્થી વાંચનાલયોમાં એક વર્ષમાં કુલ-૪૨૮૧૩ વિદ્યાર્થીઓએ ઉપયોગ કર્યો છે.  જેમાં (૧) વોર્ડ નંબર-૮માં મહિલા વાંચનાલય, મહિલા એકટીવીટી સેંટર, નાના મવા સર્કલ (૨) વોર્ડ નંબર-૪માં વિદ્યાર્થી વાંચનાલય, શાળા નંબર ૭૭ કેમ્‍પસ, જૂના મોરબી રોડ (૩) વોર્ડ નંબર-૧૦માં વિદ્યાર્થી વાંચનાલય, કાલાવાડ રોડ, જૂના જકાત નાકા, બ્રીજની સામે (૪) વોર્ડ નંબર-૧૧માં વિદ્યાર્થી વાંચનાલય  રામ ટાઉન શીપ કોમ્‍પ્‍લેક્‍સ, સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટની બાજુમાં (૫) વોર્ડ નંબર-૧૨માં વિદ્યાર્થી વાંચનાલય, જય ભારત સ્‍કૂલ કેમ્‍પસ, વાવડી ગામ રોડ (૬) વોર્ડ નંબર-૧૩માં વિક્ષર્થી વાંચનાલય, અલકા સોસાયટી મેઇન રોડ, પતંજલી સ્‍કૂલની બાજુમાં (૭) વોર્ડ નંબર-૧૮માં વિદ્યાર્થી વાંચનાલાય, કોઠારીયા ગામ, પાણીના ટાંકાની સામે સોમવાર થી શનિવાર સવારે ૧૦.૩૦ થી સાંજે ૬.૧૦  સુધી અવિરત સેવાઓ આપી રહ્યા છે.   સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓની તૈયારી કરતાં અને ધોરણ ૧૦ થી ૧૨ માં અભ્‍યાસ કરતાં વોર્ડ વિસ્‍તારમાં નજીકમાં વિદ્યાર્થીઓને પોતાની કારકીર્દી અભ્‍યાસ કે વાંચન માટે નજીકના વિદ્યાર્થી વાંચનાલયનો ઉપયોગ કરવા રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર  નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેગિં કમિટી ચેરમેન  જયમીન ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષના નેતા  લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા અને માધ્‍યમિક અને આનુષાંગિક શિક્ષણ સમિતિ ચેરમેન રસીલાબેન સાકરીયા દ્વારા અનુરોધ કરવામાં આવે છે. 

(2:07 PM IST)