News of Wednesday, 24th December 2025
ઝેરમુકત ભારતઃ ગોંડલથી સોમનાથ પદયાત્રા
ગીર ગૌ જતન સંસ્થાન-રમેશભાઇ રૂપારેલીયા દ્વારા મહામિશન : ૧૪ દિવસમાં ર૧૦ કિ.મી. યાત્રામાં ૬પ ગામડા આવરી લેવાશેઃ ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ પ્રચારનો ઇતિહાસ રચાશેઃ કાલે રાજયપાલના હસ્તે પ્રારંભ

‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે રમેશભાઇ રૂપારેલિયા, મહિપાલસિંહ ઠાકુર, દિપકભાઇ બાબરિયા, પ્રકાશ સોલંકી નજરે પડે છે.(તસ્વીરઃ સંદિપ બગથરિયા)
રાજકોટ, તા. ર૪: શ્રી ગીર ગૌ જતન સંસ્થાન પરિવાર તેમજ જાણીતા ગૌ સેવક રમેશભાઈ રૂપારેલિયા દ્વારા આયોજિત ઝેરમુક્ત ભારત પ્રાકળતિક કળષિ અભિયાન અંતર્ગત ગાય ગામડું અને ખેતી યાત્રા ૨૦૨૫ નું એક અત્યંત ભવ્ય અને ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર પદયાત્રાનો મંગલ પ્રારંભ ગુજરાતના મહા મહિમ રાજ્યપાલ આચર્ય દેવવ્રતજીના વરદ હસ્તે તારીખ ૨૫ ડિસેમ્બર ૨૦૨૫, ગુરુવારના રોજ ગોંડલ સ્થિત શ્રી રમેશભાઈ રૂપારેલિયાની વાડીએથી કરવામાં આવશે. આ યાત્રા સતત ૧૪ દિવસ સુધી ૨૧૦ કિલોમીટરનું અંતર કાપી ૩ જિલ્લા અને ૬ તાલુકાના ૬૫ ગામોમાં પરિભ્રમણ કરી તારીખ ૮ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ સોમનાથ મહાદેવના પાવન સાનિધ્યમાં સંપન્ન થશે.
યાત્રાના સુચારુ સંચાલન અને વ્યવસ્થાપન માટે વિવિધ નિષ્ણાત સમિતિઓની રચના કરવામાં આવી છે. જેમાં સ્વાગત સમિતિ, ભોજન સમિતિ, આવાસ સમિતિ, મેડિકલ સમિતિ અને પ્રચાર પ્રસાર સમિતિ જેવી અલગ અલગ ટીમો ૨૪ કલાક કાર્યરત રહેશે. આ યાત્રાનું સૌથી મોટું આકર્ષણ રમેશભાઈ રૂપારેલિયાના જીવનના સંઘર્ષ, ગૌ સેવા પ્રત્યેનું સમર્પણ અને પ્રાકળતિક ખેતીના સફળ પ્રયોગો પર આધારિત વિશેષ ડોકયુમેન્ટ્રી ફિલ્મ રહેશે. આ ડોકયુમેન્ટ્રી યાત્રા સાથે રહેલી વિશાળ એલઈડી સ્ક્રીન પર ગામેગામ પ્રસારિત કરવામાં આવશે, જેના દ્વારા લાખો ખેડૂતો અને યુવાનોને ઝેરમુક્ત ખેતી કરવા માટે પ્રેરણા મળશે.
આ યાત્રા સાંઢવાયાથી શરૂ થઈ રામોદ, ઘોઘાવદર, ગોંડલ, જામવાડી, ચોરડી, ગોમટા, નવાગામ, લીલાખા, મચ્છીતાળા, કાગવડ (ખોડલધામ મંદિર), દેરડી, જેતપુર, જેતલસર, નવી સાંકળી, નાની પરબડી, ચોકી, તોરણીયા, મોટી પરબડી, કેરાળા, જાલણસર, વાનંદીયા, વડા સીમડી, મજેવડી, પત્રપસર, આંબલીયા, ધંધુસર, નાદરાખી, કોયલી, વાડલા, લુવારસર, ધનફુલીયા, બોડકા, થાણા પીપળી, લુશાળા, દેરવાણ, મઘરવાડા, બડોદર, કેશોદ, મોટી ઘનસારી, મહંત સિમરોલી, ભાટ સિમરોલી, પાર્થ સ્કૂલ (વલ્લભગઢ), રૂદલપુર પાટિયું, માનખેત્રા, માંગરોળ, શાહપુર, શારદાગ્રામ, શેરિયાજ, હુસેનાબાદ, આરેણા, ખોડાદા પાટિયું, કુકસવાડા, ચોરવાડ, શાંતિપરા, સારસવા, મલોંઢા, ઉબા, ઇણાજ, સવની, ગીર ઈશ્વરીયા, ઇન્દ્રોઇ સોસાયટી, સોનારીયા અને કાજલી થઈને સોમનાથના ચરણોમાં પહોંચશે.
યાત્રામાં જોડાનાર તમામ પદયાત્રીઓ માટે તમામ સુવિધાઓ નિઃશુલ્ક રાખવામાં આવી છે. સમગ્ર રૂટ પર મેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સ સતત હાજર રહેશે. શુદ્ધ અને સાત્વિક ભોજનની સાથે જીવરાજ ચા ના સુપર સ્ટોકિસ્ટ દીપકભાઈ બાબરીયા (જીવરાજ સમારા ચા ગ્રુપ) દ્વારા સમગ્ર યાત્રા દરમિયાન ચાની ફ્રી સેવા અવિરત પૂરી પાડવામાં આવશે. રાત્રિ રોકાણના સ્થળોએ તમામ યાત્રાળુઓ માટે ગાદલા, ગોદડા અને રહેવાની ઉત્તમ વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવી છે.
રમેશભાઈના માર્ગદર્શન હેઠળ ૬૫ ગામોમાંથી પ્રત્યેક ગામમાંથી એક પ્રગતિશીલ ખેડૂતને દત્તક લઈ તેમને પાંચ વીઘામાં મોડેલ પ્રાકળતિક ખેતી માટે તૈયાર કરવામાં આવશે. ભારતની પ્રથમ ગૌમૂત્ર ડેરીના માધ્યમથી ગૌપાલકોને આર્થિક રીતે સદ્ધર કરવાનો સંકલ્પ લેવાયો છે. ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે ૨૧,૦૦૦ ની કિંમતની એડવાન્સ જીવામળત બેગ પર ૫૦ ટકા રાહત એટલે કે માત્ર ૧૦,૫૦૦ માં આપવામાં આવશે. રાત્રિ રોકાણના ગામોમાં ઉત્તમ ઓલાદના ગીર રુદ્ર નંદી નસલના વાછરડા ભેટ આપીને શ્રેષ્ઠ ગૌવંશના નિર્માણનો પાયો નાખવામાં આવશે. શ્રી ભારતસિંહ રાજપુરોહિતની ટીમ દ્વારા સમગ્ર યાત્રાનું ડિજિટલ પ્રસારણ કરાશે જેથી આ સંદેશ વૈશ્વિક સ્તરે પહોંચી શકે.
(2:31 PM IST)










