<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th December 2025

રવિવારે લેઉવા પટેલ જ્ઞાતિની ર૧ દીકરીઓના સમુહલગ્ન

ગરીબ-નિરાધાર ર૧ દિકરીઓ પ્રભુતામાં પગલાં પાડશેઃ કરીયાવરમાં ૧૦૦ થી વધારે વસ્‍તુઓ અપાશેઃ સંતો-મહંતો, આગેવાનો હાજરી આપશેઃ લેઉવા પટેલ સોશ્‍યલ ગ્રુપ-મવડી દ્વારા આયોજન

રાજકોટઃ શ્રી લેઉવા પટેલ સોશિયલ ગ્રુપ મવડી દ્વારા આગામી તા. ર૮ ને રવિવારના રોજ શહેરના નવા ૧પ૦ ફૂટ રીંગ રોડ, કણકોટ રોડ, પાટીદાર ચોક, મવડી સ્‍થિત ક્રિશ તથા પિરામિડ પાર્ટી પ્‍લોટમાં ૮ માં સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ સમુહ લગ્નમાં ગરીબ તથા નિરાધાર એવી ર૧ દિકરીઓ લગ્ન સંસ્‍કારમાં જોડાઇને પ્રભુતામાં પગલા પાડશે.

દરેક દિકરીઓને લાખેણો કરિયાવર આપવામાં આવશે. નવદંપત્તિને રાજકોટ મહાનગરપાલિકાનું મેરેજ સર્ટીફીકેટ પણ કાઢી આપવામાં આવશે. આ સમૂહલગ્નોત્‍સવ માં સાધુ-સંતો, મહંતો, સામાજિક, આગેવાનો ઉપસ્‍થિત રહેશે. લોકો સામુહિક ભોજન પ્રસાદનો લાભ લેશે.

શ્રી લેઉવા પટેલ સોશિયલ ગ્રુપના ચેરમેન જીતુભાઇ સોરઠીયા,પ્રમુખ જયેશભાઇ સોરઠીયા, જયેશભાઇ મેઘાણી, જેન્‍તીભાઇ મેઘાણી, દિલીપભાઇ મેઘાણી, હરેશભાઇ સાકરીયા, રાજેશભાઇ મેઘાણી ની યાદી જણાવે છે કે, તા. ર૮ ડિસેમ્‍બરને રવિવારે બપોરે ર કલાકે જાન આગમન, બપોરે ૩:૩૦ કલાકે જાનના સામૂહિક સામૈયા, સાંજે ૬:૧પ કલાકે હસ્‍ત મેળાપ, ૬:૩૦ કલાકથી ભોજન સમારંભ અને રાત્રે ૯ કલાકે જાન વિદાયના માંગલીક પ્રસંગો પ્રયોજાશે. 

આ પ્રસંગે શ્રી શ્રી ૧૦૦૮ ગિરનાર પીઠાધીશ્વર શ્રી જયશ્રીકાનંદ ગીરીજી મહારાજ (શ્રીપંચ દશનામ જુના અખાડા જુનાગઢ), પૂજય બાપુ શ્રી રામધણ બાપુ (રામધણ આશ્રમ મવડી), શ્રી થાનાપતિ બુદ્ધિગીરી બાપુ, ગુરુદત્ત (શ્રીપંચ દશનામ જુના અખાડા જુનાગઢ), પ.પૂ. શ્રી શંકરગીરી બાબા (શ્રી જીત્રીયા હનુમાન મંદિર મવડી), પ.પૂ. શ્રી હનુમાનદાસ બાપુ (ભાદર ડેમ) પ.પૂ. શ્રી અપૂર્વમુની સ્‍વામી (બીએપીએસ) નવદંપતિને ‘સદા સુખી ભવન્‍તુ'ના આશીર્વાદ પાઠવશે.

જયંતિભાઇ સોરઠીયા, મનસુખભાઇ સોરઠીયા, જગજીવનભાઇ સખીયા, શૈલેષભાઇ સગપરિયા, રમેશભાઇ સિદપરા, ગોરધનભાઇ શિંગાળા, ડી.કે. સખીયા, ડો.પી.જે.પીપળીયા, મનુભાઇ મેઘાણી, વસંતભાઇ લીંબાસીયા, વલ્લભભભાઇ સતાણી ઉદધાટન કરશે.

પરસોત્તમભાઇ રૂપાલા, રામભાઇ મોકરીયા, ડો. માધવ દવે, કૌશિકભાઇ વેકરીયા મંત્રી શ્રીમતી રિવાબા જાડેજા, ડો. વલ્લભભાઇ કથીરિયા, જયેશભાઇ બોઘરા, ગોવિંદભાઇ પટેલ, ડો. ભરતભાઇ બોઘરા, રમેશભાઇ ટીલાળા, ડો. દશિર્તાબેન શાહ, રાઘવજીભાઇ પટેલ, ઉદયભાઇ કાનગડ, મોહનભાઇ કુંડારીયા, ભુપતભાઇ બોદર, અરવિંદભાઇ રૈયાણી, જયેશભાઇ રાદડીયા, શ્રીમતી નયનાબેન પેઢડીયા, જીતુભાઇ વાઘાણી, જૈમિનભાઇ ઠાકર, મનીષભાઇ રાડિયા, શ્રીમતી લીલુબેન જાદવ, લાખાભાઇ સાગઠીયા, વિક્રમભાઇ પુજારા, શ્રીમતી ભાનુબેન બાબરીયા, નરેન્‍દ્રસિંહ જાડેજા, કુંવરજીભાઇ બાવળીયા, ડો. પ્રદીપભાઇ ડવ,શિવલાલભાઇ વેકરીયા,શ્રીમતી ભારતીબેન પાડેલીયા, રણજીભાઇ સાગઠીયા, ડો પ્રવિણભાઇ નિમાવત, મનસુખભાઇ વેકરીયા અને મહેશભાઇ પીપળીયા તેમજ વિજયભાઇ ડોબરીયા, પરેશભાઇ ગજેરા, પરસોત્તમભાઇ કમાણી, ડો. મનદીપ ટિલાળા, લલિતભાઇ રાદડીયા, અમૃતભાઇ ગઢીયા, ડાયાભાઇ અકબરી, ડો. અમિતભાઇ હાપાણી, હંસરાજભાઇ ગજેરા, વિનુભાઇ રૈયાણી, જેન્‍તીભાઇ સરધારા, ડો. પ્રફૂલ્લ કમાણી, શંભુભાઇ પરસાણા, પોપટભાઇ શિંગાળા, મૌલેશભાઇ ઉકાણી, ડો. જયેશભાઇ ડોબરીયા, ધર્મેશભાઇ ટિલાળા, હેમંતભાઇ તળપદા,ભાનુભાઇ ઘવા, ડો. નરશીભાઇ વેકરીયા, ડો. એમ.વી.વેકરીયા, દિલીપભાઇ સખીયા, મુકેશભાઇ દોશી, કિશોરભાઇ રાઠોડ, જયેશભાઇ ઉપાધ્‍યાય, અનુપમભાઇ દોશી, વિનુભાઇ ઘવા, ડી.એમ. હરીપરા,ગોરધનભાઇ લકકડ, સુરેશભાઇ ફળદુ, વી.પી.વૈષ્‍ણવ, ચંદુભાઇ પરસાણા, અંજુદીદી, દિપીકાબેન, ડો દર્શનાબેન પંડયા, પૂજાબેન પટેલ, રૂપલબેન રાઠોડ, દીપાબેન વઘાસિયા, ગીતાબેન પટેલ, સોનલબેન ફળદુ તેમજ મવડી ગામના ખોડાભાઇ લક્ષ્મણભાઇ સોરઠીયા, (પ્રમુખ સોરઠીયા પરિવાર) નવલભાઇ કેશુભાઇ મેઘાણી (પ્રમુખ મેઘાણી પરિવાર) જયેશભાઇ જસમતભાઇ હરસોડા (પ્રમુખ હરસોડા પરિવાર) વિનોદભાઇ તેજાભાઇ સોરઠીયા અને મગનભાઇ હંસરાજભાઇ સોરઠીયા ઉપસ્‍થિત રહેશે. કરીયાવરમાં દીકરીઓને ૧૦૦ થી વધુ વસ્‍તુઓ આપવામાં આવશે.

 તસ્‍વીરમાં જીતુભાઇ સોરઠીયા-ચેરમેન, જયેશભાઇ સોરઠીયા-પ્રમુખ, જયેશભાઇ મેઘાણી-ઉપપ્રમુખ, જેન્‍તીભાઇ મેઘાણી, દિલીપભાઇ મેઘાણી, રમેશભાઇ મેઘાણી, દિનેશભાઇ મેઘાણી, સચિનભાઇ સોરઠીયા અને મનસુખભાઇ વેકરીયા નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

 

(3:19 PM IST)