<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th December 2025

રાજકોટમાં 'શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ મહોત્સવ' અંતર્ગત શ્રી તારતમ સાગર ૧૨ પારાયણનું આવતી કાલથી આયોજન

પાંચ દિવસીય આયોજીત આ કાર્યક્રમમાં સંતો - મહંતો આશીર્વચન આપશે

રાજકોટ : શહેરમાં શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ - નિજાનંદસંપ્રદાય દ્વારા ધાર્મિક અને આધ્યાત્મિક ઉત્સાહ સાથે 'સુખજાગણી મહોત્સવ'નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ અંતર્ગત શ્રી તારતમ સાગર ૧૨ પારાયણનો શુભ આરંભ તા. ૨૫ ગુરૂવારથી થશે અને તેનું સમાપન તા. ૨૯ સોમવારના રોજ થશે.

આ પવિત્ર પારાયણને દિપાવવા માટે શ્રી ૫  નવતનપુરીધામ જામનગરથી જગતગુરૂ આચાર્ય ૧૦૮ શ્રી કૃષ્ણમણિ મહારાજ તેમજ શ્રી ૫ મહામંગલપુરીધામ  સુરતથી જગતગુરૂ આચાર્ય ૧૦૮ શ્રી સૂર્યનારાયણદાસજી  મહારાજ આર્શીવચન આપશે. તેમજ શ્રી મુલમિલાવા માનવ મંદિર સુરતથી ૧૦૮ શ્રી લક્ષ્મણ જ્યોતિજી મહારાજ પાંચે પાંચ દિવસ અમૃતમયવાણીનું રસપાન કરાવશે.

કાર્યક્રમનો હેતુ આધ્યાત્મિક જ્ઞાન, સદભાવના અને ભકિતભાવનો પ્રચાર કરવાનો છે. શ્રી તારતમ સાગરનું પારાયણ માનવીના જીવનમાં સત્ય, શાંતિ અને સંસ્કારના મૂલ્યોને ઉજાગર કરતો હોવાનુ યાદીમાં જણાવાયું છે.

શ્રી નિજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ - રાજકોટ, શ્રી છત્રસાલ યુવક મંડળ- રાજકોટ તથા સમસ્ત સુંદરસાથ આયોજીત આ કાર્યક્રમ રાજકિંગ પાર્ટી પ્લોટ, ન્યુ ૧૫૦ફૂટ રીંગ રોડ, રાજકોટ ખાતે યોજાશે.

તસ્વીરમાં અરવિંદભાઇ સોલંકી, ગોવિંદભાઇ હરસોળા, રમેશભાઇ વકરીયા, કિરીટભાઇ કપુપરા, શૈલેષભાઇ માધાણી નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)

(3:34 PM IST)