<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th December 2025

રાત્રે ૧રના ટકોરે ભગવાન ઇસુના જન્‍મદિનના વહાલથી વધામણાઃ કેરોલ સંગીત-પ્રાર્થનાઃ ખ્રિસ્‍તીઓમાં ભારે ઉત્‍સાહ

 

રાજકોટ :. આજે પવિત્ર નાતાલનો તહેવાર છે, શહેરના ૪ હજારથી વધુ ખ્રિસ્‍તી ભાઇ-બહેનો-બાળકોમાં ભગવાન ઇસુના જન્‍મદિન અને આવી રહેલ નવા વર્ષને વધાવવા ભારે ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે, દરેક ખ્રિસ્‍તી પરીવારે પોતાના ઘરો ઉપર રંગબેરંગી તારલા, ડેકોરેશન સર્જી  દિધુ છે, શહેરના બીશપ હાઉસ, કેથોલીક ચર્ચ, આઇ. પી. મીશન ચર્ચ સહિત તમામ ચર્ચ-દેવળો ઉપર ક્રિસમસટ્રી, નાતાલતના પરંપરાગત પોશાક, શાંતા કલોઝ તથા રોશનીનો ભવ્‍ય ઝગમગાટ કરાયો છે, આખુ સપ્તાહ અવનવા કાર્યક્રમો યોજાશે. ગઇકાલે રાત્રે ૧ર વાગ્‍યે મોચી બજાર ચર્ચ ખાતે ભગવાન ઇસૂના જન્‍મદિનના વહાલથી વધામણા કરાયા હતા, ખ્રિસ્‍તી-પરીવારો, યુવા વર્ગ-બાળકો ઉમટી પડયા હતા, ફાધર દ્વારા આશીર્વાદ, પવિત્ર જળનો છંટકાવપ, ક્રિસયજ્ઞ, કેરોલ સંગીત, પ્રાર્થના યોજાયા હતા, મધર મેરીને પ્રાથના કરાઇ હતી, કેક કાપી બાળ ઇસુના પગ ચૂમી ખ્રિસ્‍તી પરીવારોએ એકબીજાને ભેટી વીશ  કર્યું હતું, અમૂક સ્‍થળે સૂમૂધર સંગીતમાં ડાન્‍સ સાથે  ફટાકડા ફોડી ભગવાન ઇસુના જન્‍મદિને વહાલથી વધામણા કરાયા હતા, ચર્ચ-દેવળો-બીશપ હાઉસમાં ભગવાન ઇસુના દૂનિયાને અમોલ પ્રેમ અને શાંતિના સંદેશનું પઠન કરાયું હતું. તસ્‍વીરમાં મોચી બજાર ચર્ચ ખાતે ભવ્‍ય ડેકોરેશન, ફાધર તથા નન દ્વારા પ્રાર્થના, વિગેરે નજરે પડે છે, અન્‍ય તસ્‍વીરમાં યુવા વર્ગ એકબીજાને નાતાલ પર્વની શુભેચ્‍છા વીશ કરતા જણાય છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(10:42 AM IST)