<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th December 2025

સિકયોર લોન કેવી રીતે લેવી, વ્‍યાજના ચક્કરમાં ફસાઇ ગયા છો ... તો તે અંગે માર્ગદર્શન અપાશે

દિલ્‍હીની સંસ્‍થા ધાર્મિક એકતા ટ્રસ્‍ટ દ્વારા કર્ઝા મુક્‍તિ અભિયાન

રાજકોટ : વ્‍યાજના ચક્કરમાં ફસાઇ ગયા છો, બેન્‍કમાંથી લીધેલી લોન જલ્‍દી કેમ ભરી દેવી, સિકયોર લોન કેવી રીતે લેવી.... વિ. પ્રશ્નોનું માર્ગદર્શન આપવામાં આવશે.

દિલ્‍હીની સંસ્‍થા ધાર્મિક એકતા ટ્રસ્‍ટ દ્વારા દેશભરમાં કર્ઝા મુકિત અભિયાન ચલાવવામાં આવે છે. આ સંસ્‍થા વર્ષ ર૦રર થી કાર્યરત છે. જેમાં રીઝર્વ બેન્‍ક ઓફ ઇન્‍ડિયાના નિયમોની સમજણ આપવામાં આવશે. સિકયોર લોન અંગે માર્ગદર્શન આપવામાં આવશે. સિકયોર લોન અંગે માર્ગદર્શન આપવામાં આવશે.

કર્ઝા મુક્‍તિ અભિયાનમાં લોન કેવી રીતે મેળવવી, બેન્‍કમાંથી લીધેલી લોન જલ્‍દી કેમ પરત કરવી સહિતના લોન અંગે માહિતી માર્ગદર્શન આપવામાં આવશે.

સંસ્‍થાના આગેવાનોએ જણાવેલ કે મોટા-મોટા ઉદ્યોગપતિઓએ લીધેલી મસમોટી લોન કે દેવું માફ કરી દેવામાં આવે છે. તો પીસાયેલા નાના માણસનું દેવું પણ માફ કરી દેવું જોઇએ. આગામી વર્ષે ફેબ્રુઆરી માસમાં કર્ઝા મુકિત અભિયાન અંતર્ગત સેમિનાર યોજવામાં આવશે.

તસવીરમાં કર્ઝા મુકિત અભિયાનની ટીમના પ્રદેશ પ્રભારી રાજેશ્વર બ્રહ્મભટ્ટ, પ્રદેશ પ્રમુખ નારણભાઇ મકવાણા, બિહારના ઇન્‍ચાર્જ નિરજભાઇ ભારતીય, તેજસભાઇ ભટ્ટ, મો. ૭૦૧૬૪૧૪૪ર૮ અને વિજયભાઇ ચૌહાણ નજરે પડે છે. વધુ માહિતી માટે મો. ૯૩૭૬પ૧૧પ૧૧ ઉપર સંપર્ક કરી શકાય છે.

(2:41 PM IST)