News of Thursday, 25th December 2025
અપના બજારના ચેરમેનપદે મહેશભાઇ કોટક અને વાઇસ ચેરમેનપદે ફુલાભાઇ શિંગાળા

રાજકોટ : શહેરની સમગ્ર જિલ્લાની સહકારી ભંડારોનું પ્રતિનિધિત્વ કરતી એપેક્ષ સંસ્થા રાજકોટ જિલ્લા માધ્યસ્થ ગ્રાહક સહકારી ભંડાર (અપના બજાર) આશરે સાડા છ દાયકાથી કાર્યરત અને આશરે ૧૧૮૦૦ સભાસદો ધરાવતી સંસ્થા છે. સભાસદોના માધ્યમથી કાર્યરત આ સંસ્થાના ડિરેકટરોની તાજેતરમાં ચુંટણી યોજાઇ હતી. જેમાં વર્ષોથી કાર્યરત સહકારી કાર્યતાઓ સર્વશ્રી મહેન્દ્રભાઇ શેઠ (બાલુભાઇ), વિક્રમસિંહ પરમાર, મહેશભાઇ કોટક, ફુલાભાઇ શિંગાળા, અરવિંદભાઇ સોજીત્રા, નટુભાઇ ચાવડા, પંકજભાઇ દેસાઇ, નયનાબેન મકવાણા, ભાગ્યેશભાઇ વોરા, ડો. જીજ્ઞાબેન પટેલ, દિપકભાઇ ચાવડા, જયંતભાઇ ધોળકીયા સતત બીજી વખત પાંચ વર્ષ માટે બિન હરીફ ચુંટાઇ આવેલ છે. સંસ્થાના નવા પદાધિકારી તરીકે ભુતકાળમાં અધ્યક્ષ તરીકે માર્ગદર્શન કરી ચુકેલા મહેશભાઇ કોટકની પુનઃ ચેરમેન તરીકે વરણી થયેલ. જયારે પુનઃ વાઇસ ચેરમેન તરીકે ફુલાભાઇ શિંગાળાની સર્વાનુમતે વરણી થયેલ. પદાધિકારીઓની વરણીનો આ કાર્યક્રમ સાદગીભર્યો છતા ગરિમામય બની રહ્યો હતો
(3:32 PM IST)










