News of Thursday, 25th December 2025
ગોવિંદબાગ શાકમાર્કેટ પાસેના ચોકનું 'શ્રી રંગીલા હનુમાનજી ચોક નામકરણ' : શનિવારે ભવ્ય લોકડાયરો
શ્રી રંગીલા હનુમાનજી ધુન મંડળ દ્વારા કોર્પોરેશનના પદાધિકારીઓ, સહયોગીઓનો આભાર વ્યકત કલાકારો ધીરૂભાઇ સરવૈયા અને અલ્પાબેન પટેલ જમાવટ કરશે : જાહેરજનતાને આમંત્રણ

રાજકોટ : છેલ્લા ૪૪ વર્ષથી કાર્યરત શ્રી રંગીલા હનુમાનજી ધુન મંડળ દ્વારા વિનામુલ્યે ધુન-ભજનનો કાર્યક્રમ કરીને જે ભેટ આવે તેમાંથી રાજકોટની આજુબાજુ આવેલ ગૌશાળા તેમજ સદ્દભાવના બળદ શાળા, વૃદ્ધાશ્રમ તેમજ ગરીબ પરિવાર અને ગરીબ દર્દીઓને રોકડ, સુકુ લીલુ ઘાસ તથા કરિયાણું, દવા આપવામાં આવે છે. આ સંસ્થાની માંગણીને ધ્યાને લઇ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વોર્ડ નં. પ માં આવેલ ગોવિંદબાગ શાકમાર્કેટ પાસેના ચોકને શ્રી રંગીલા હનુમાનજી ચોકનું નામકરણ કરેલ છે.
આ નિમીતે આભાર વ્યકત કરવા માટે તા. ર૭ શનિવારના રોજ રાત્રે ૯ વાગ્યાથી ભવ્ય લોકડાયરાનું આયોજન કરેલ છે. તેમાં કલાકરો અલ્પાબેન પટેલ અને હાસ્યના કલાકાર ધીરૂભાઇ સરવૈયા જમાવટ કરશે.
આ કાર્યક્રમમાં નયનાબેન પેઢડીયા (મેયર), ઉદયભાઇ કાનગડ (ધારાસભ્ય), અશ્વિનભાઇ મોલીયા, કોર્પોરેટ દિલીપભાઇ લુણાગરીયા, કોર્પોરેટર રસીલાબેન સાકરીયા, કોર્પોરેટર હાર્દિકભાઇ ગોહિલ, વોર્ડ પ્રમુખ પરેશભાઇ લીંબાસીયા, પૂર્વ ડે. મેયર વલ્લભભાઇ દુધાત્રા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, સમાજ કલ્યાણ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાનો સહયોગ મળેલ હોવાનું યાદિમાં જણાવાયું છે.
શ્રી રંગીલા હનુમાનજી ધુનમંડળના સભ્યો દ્વારા પૂર્વ ડે. મેયર વિનુભાઇ ધવા, સંજયભાઇ પટેલ (શ્રીરામ ઓડીયોવાળા), સ્ટેન્ડીંગ કમિટીના સભ્ય હાર્દિકભાઇ ગોહિલ, મંજુબેન કુંગસીયા, વોર્ડ નં. પ ના તમામ હોદ્દેદારો, પુરૂષાર્થ યુવક મંડળના પ્રમુખ કિશોરભાઇ રાઠોડ તથા શ્રી રંગીલા હનુમાનજી મંદિરની બાજુમાં રહેતા તમામ રહેવાસીઓનો આભાર વ્યકત કરવામાં આવેલ. આયોજનમાં શ્રી રંગીલા હનુમાનજી ધુન મંડળના પ્રમુખ કિશોરભાઇ ઢોલરીયા મો. ૯૪ર૬રપ૮૭૭ર, ઉપપ્રમુખ રમેશભાઇ ભંડેરી તથા તમામ સભ્યો જોડાયા છે. ધર્મપ્રેમીજનોને લોકડાયરાના કાર્યક્રમનો લાભ લેેવા અનુરોધ કરાયો છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:48 PM IST)










