News of Friday, 26th December 2025
રાજકોટ જિલ્લા પંચાયતની આરોગ્યલક્ષી કામગીરી રાષ્ટ્રીય ગુણવતા માટે પ્રમાણિત
ડી.ડી.ઓ. અનંદુ સુરેશ ગોવિંદના માર્ગદર્શનમાં સુશાસન તરફ આગેકદમ

કેન્દ્ર સરકારની ટીમ દ્વારા રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય કેન્દ્રની સેવા અને સુવિધાની ગુણવતા બાબતે ચકાસણી કરવામાં આવેલ તે પ્રસંગની તસ્વીર.
રાજકોટ તા. ર૬: જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ હેઠળ આવેલ આયુષ્માન આરોગ્ય મંદિર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અને પેટા આરોગ્ય કેન્દ્ર જેવી વિવિધ આરોગ્ય સંસ્થાઓ ખાતે કેન્દ્ર સરકારની ની ટીમ દ્વારા ગુણવત્તા સભર આરોગ્ય સેવાઓ માટે ચકાસણી કરવામાં આવી તથા વિવિધ માપદંડો અનુસાર આકારણી કરી જિલ્લા ની ૧૯ આરોગ્ય સંસ્થાઓને નેશનલ ક્વોલિટી ઈસ્યોરન્સ સ્ટાન્ડર્ડ માટે પ્રમાણિત કરવામાં આવી.
આ પ્રમાણપત્ર શું સૂચવે છે?
જ્જ ગ્રામ્ય વિસ્તાર ના ગરીબ અને છેવાડા વંચિત લોકો સુધી ગુણવત્તા યુક્ત આરોગ્ય સેવાઓ પહોંચી રહી છે.
જ્જ ગુણવતા યુક્ત આરોગ્ય સેવાઓ થકી આપણે સગર્ભાની સંપૂર્ણ નોંધણી, પૂર્ણ રસીકરણ જેવા લક્ષ્યાંકો હાંસલ કરી માતા મરણ અને બાળ મરણ ઘટાડવા મા પ્રગતિ કરી શકીએ છીએ.
જ્જ ગુણવત્તા યુક્ત આરોગ્ય સેવાઓ હાલ વધી રહેલા ડાયાબિટીસ તથા બ્લડ પ્રેશર જેવા બિન ચેપી રોગો સામે લડવા માટે આરોગ્ય તંત્ર ને સુસજ્જ કરી મળત્યુ દર મા ઘટાડો લાવી લોકો ની કાર્યક્ષમતા વધારે છે.
જ્જ આ ઉપરાંત ભવિષ્યમાં આવનાર આરોગ્ય લક્ષી પડકારો, ચેપી રોગચાળા સંબંધી પરિસ્થિતિ માટે સજ્જતા પ્રદાન કરે છે.
હાલ રાજકોટ જિલ્લા પંચાયત ની ૧૯ સંસ્થાઓ આ પ્રમાણપત્ર મેળવી ચૂકી છે તથા એની ૨૫ જેટલી સંસ્થાઓ દ્વારા પ્રમાણપત્ર મેળવવા માટે કાર્યવાહી કરવામાં આવેલ છે. ચાલુ નાણાકીય વર્ષ ના અંતે જિલ્લા ની ૫૦% સંસ્થાઓ ને નેશનલ ક્વોલિટી ઈસ્યોરન્સ સ્ટાન્ડર્ડ વડે પ્રમાણિત કરાવવાના ટાર્ગેટ સાથે જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ આગળ વધી રહ્યો છે. આરોગ્ય સેવાની ગુણવતા વધારવા જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ માર્ગદર્શન આપી રહ્યા છે.
(11:41 AM IST)










