<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th December 2025

નવાગામ રંગીલા સોસાયટીમાં જયેશ પર પાઇપથી હુમલો

મિત્ર મિતુલ સાથે ઝઘડો થતો હોઇ વચ્‍ચે પડતાં ડખ્‍ખો

રાજકોટ તા. ૨૬: કુવાડવા રોડ પર નવાગામ રંગીલા સોસાયટીમાં રહેતાં જયેશ રાજુભાઇ સનુરા (ઉ.વ.૧૮)ને રાતે અગીયારેક વાગ્‍યે ઘર નજીક હતો ત્‍યારે અજાણ્‍યા ભરવાડ જેવા શખ્‍સોએ પાઇપથી માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી.

જયેશ બંગડી બનાવવાનું કામ કરે છે. તેણે કહ્યું હતું કે મારા મિત્ર મિતુલ સાથે કોઇ ભરવાડ શખ્‍સો ઝઘડો કરતાં હોઇ હું ત્‍યાં જોવા જતાં અને વચ્‍ચે પડતાં મિતુલ ભાગી ગયો હતો. આ વખતે એ લોકોએ મને પકડી લઇ મારકુટ કરી હતી. 

(1:55 PM IST)