News of Friday, 26th December 2025
વીજ ઇજનેરોનું ર૭મું અધીવેશન કાલથી જૂનાગઢમાં યોજાશેઃ તૈયારીઓ પુર્ણઃ મુખ્યમંત્રીનો શુભેચ્છા સંદેશ
ર૦ જેટલી કમીટીઓ બનાવાઇઃ ઉર્જા મંત્રી તથા વીજ બોર્ડના હાઇલેવલ અધીકારીઓ હાજરી આપશે

રાજકોટ, તા. ર૬: રાજ્યના વિજ વિભાગના જીઇબી એન્જીનિયર્સ એસોસિએશનનું ૨૭મુ અધિવેશન જુનાગઢ ખાતે તારીખ ૨૭-૨૮ ડીસેમ્બરના રોજ જુના બાયપાસ રોડ ઊપર, સરદાર પટેલ શૈક્ષણિક સંકુલની ડો. હરિભાઈ ગોધાણી કેમ્પસની વિશાળ જગ્યામાં જર્મન ડોમ, કિચન એરિયા, ર્પાકિંગ એરેન્જમેન્ટ માટેની સંપૂર્ણ તૈયારી સાથે મળશે.
દરેક કમિટીએ પોતાની કામગીરીનો મોરચો સંભાળી લીધેલ છે અને ગુજરાત ભરમાંથી આવનાર ઈજનેરોની તેમના પરિવાર સાથે રહેવા માટેની પણ સંપૂર્ણ વ્યવસ્થા કરી અને દરેક મેમ્બરને જૂનાગઢમાં જે જગ્યાએ રહેવા માટેની વ્યસ્થા કરવામાં આવેલ છે તેની તેઓને રજીસ્ટ્રેશન કમિટી દ્વારા હોટેલ એરેન્જમેન્ટનો મેસેજ વોટ્સએપ અને SMS મેસેજ દ્વારા જાણ કરી દેવામાં આવેલ છે.
આ કામગીરી માટે વિવિધ ૨૦ જેટલી કમિટીઓ કાર્યરત છે. અને તેની ઊપર એકઝીકયુટીવ કમિટીના ૪ મુખ્ય કમિટી મેમ્બર્સ બી.વી. ખુંટ, પી.બી. ગાજીપરા, એસ.પી. કાસુન્દ્રા, એમ.એન. મંડોરા, પ્રેસિડેન્ટ શ્રી ગોરધનભાઈ ઝડફિયાના માર્ગદર્શન નીચે સેક્રેટરી જનરલ શ્રી એચ.જી. વધાસીયા દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેનત કરી રહ્યા છે.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહેનાર હતા પરંતુ અમદાવાદ ખાતે તારીખ ૨૮ ના રોજ કેન્દ્રીય ગળહમંત્રી શ્રી અમિતભાઈ શાહનો નમોત્સવ કાર્યક્રમમાં હાજરી આપવાની હોવાથી ઉપસ્થિત રહી શકે તેમ ન હોય તેઓ દ્વારા આ અધિવેશનની સફળતા માટેનો શુભેચ્છા સંદેશ પાઠવેલ છે. કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કેબીનેટ ઊર્જામંત્રી ઋષિકેશભાઈ પટેલ, તેમજ રાજ્યકક્ષાના ઊર્જામંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા, GEBEA ના પ્રેસિડેન્ટ શ્રી ગોરધનભાઈ ઝડફિયા તેમજ AGVKS ના પ્રમુખ શ્રી ભરતભાઈ પંડયા ઉપરાંત જુનાગઢના સાંસદ, ધારાસભ્યો અને મેયર, તેમજ અન્ય અગ્રણીઓ ઉપરાંત ઊર્જા વિભાગના અધિક મુખ્ય સચિવ, મેનેજીંગ ડીરેકટર તથા અન્ય ઉચ્ચ અધીકારીઓ ખાસ હાજરી આપશે તેમ સેક્રેટરી જનરલ વઘાશીયાની યાદીમાં ઉમેરાયું છે.
(2:10 PM IST)










