<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th December 2025

લીંબાસિયા પરિવાર દ્વારા રવિવારે સરસ્‍વતી સન્‍માન, સ્‍નેહમીલન, સર્વરોગ નિદાન કેમ્‍પ

આંખોની તપાસ, રક્‍તદાન કેમ્‍પ, બહેનો દ્વારા ઓૈદ્યોગીક વાણિજ્‍ય એકસ્‍પોનું પણ આયોજન

તસ્‍વીરમાં વસંતભાઇ લીંબાસીયા પ્રમુખ, પ્રવિણભાઇ મહામંત્રી, ગુણવંતભાઇ ખજાનચી, ગોરધનભાઇ ઉપપ્રમુખ, ઠાકરશીભાઇ  કાર્યમંત્રી, હિમાશુંભાઇ કો-એડીનેટર નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

રાજકોટ : લીંબાસિયા પરિવાર સોશ્‍યલ ગ્રુપ દ્વારા સરસ્‍વતી સન્‍માન સમારોહ, સ્‍નેહ મિલન, સર્વરોગ નિદાન, બ્‍લડ ડોનેશન કેમ્‍પ અને આંખોના નિષ્‍ણાંત ડો. સાવલીયાની ટીમ દ્વારા આંખોની તપાસ તેમજ ઓૈદ્યોગિક વાણિજ્‍ય એકસ્‍પોનું આયોજન આગામી તા. ૨૮ને રવિવારના રોજ બપોરે બે વાગ્‍યાથી ડાયમંડ પાર્ટી પ્‍લોટ, કોઠારીયા ગામની સામે, સરદાર ચોકથી આગળ રાજકોટ ખાતે કરવામાં આવેલ છે. ૪૫૦ છાત્રોનું શિલ્‍ડ આપી સન્‍માન કરાશે. નાથાણી બ્‍લડ બેંકના સહયોગથી આયોજીત બ્‍લડ ડોનેશન કેમપમાં રક્‍તની ૧૨૫ બોટલ એકત્ર થશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લીંબાસિયા પરિવાર સોશ્‍યલ ગૃપના પ્રમુખ વસંતભાઇ, ઉપ પ્રમુખ ગોરધનભાઇ તથા રમેશભાઇ, માનદ મંત્રી પ્રવિણભાઇ તથા હિમાંશુભાઇ કો-ઓડી નેટર તથા કાર્યાલય મંત્રી ઠાકરશીભાઇ તથા સંગઠન મંત્રી કરશનભાઇ તથા ખજાનચી ગુણવંતભાઇ વિગેરે જહેમદ ઉઠાવી રહ્‍યા છે.

(2:18 PM IST)