<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th December 2025

આંગણવાડીના બાળકોમાં ગંભીર રોગોનો વિસ્‍ફોટઃ કેન્‍સરના ૩૧, マદયરોગના ૧૬૪ નવા શંકાસ્‍પદ કેસ

શહેરની તમામ આંગણવાડીઓમાં ૨.૯૦ લાખ બાળકોની મનપાના આરોગ્‍ય વિભાગ દ્વારા તપાસ જંક ફુડ- લાઇફ સ્‍ટાઇલ મુખ્‍ય કારણઃ લીવર- કિડની સહિતના રોગના ચોંકાવનારા આંકડા આંખ ઉઘાડશે?

રાજકોટ તા.૨૬: આધુનીક લાઇફ સ્‍ટાઇલ અને ફાસ્‍ટ ફૂડના વધી રહેલા ચલણના કારણે બાળકોમાં નાનપણથી જ ગંભીર પ્રકારના રોગોના મુળીયા નખાઇ રહ્યા છે. છેલ્લા ઘણા વર્ષોથી યુવાનો હાર્ટએટેકનો શિકાર બની રહ્યા છે. ત્‍યારે મહાનગરપાલિકાના આરોગ્‍ય વિભાગ દ્વારા તમામ આંગણવાડીના બાળકોનું હેલ્‍થ પરિક્ષણ કરાતા રોગચાળાના ચોકાવનારા આંકડાઓ બહાર આવ્‍યા છે.

જે મુજબ કેન્‍સરના લક્ષણો ધરાવતા ૩૧ બાળકો અને ૧૬૪ હાર્ટ પેશન્‍ટની વ્‍યાખ્‍યામાં આવતા હોવાનો રિપોર્ટ જાહેર કરી જરૂરીયાત વાળા બાળકોને નિયમ મુજબની સારવાર આપવામાં આવી હોવાનુ જાણવા મળેલ છે.

આ અંગે મનપાના આરોગ્‍ય વિભાગના સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ મનપા સંચાલીત ૯૦થી વધુ આંગણવાડીઓમાં આવતા હજારો બાળકોના આરોગ્‍ય માટે તંત્ર સદાય તત્‍પર રહ્યુ છે. મનપાના આરોગ્‍ય વિભાગના અન્‍ય ઘટકો દ્વારા દરેક આંગણવાડીમાં ભણતા બાળકોનું હેલ્‍થ ચેકઅપ નિયમીત કરવામાં આવી રહ્યુ છે અને રિપોર્ટના આધારે બાળકોને જરૂરીયાત મુજબની તમામ પ્રકારના સારવાર અપાઇ રહી છે. છતા હાલના ખાદ્ય ખોરાકના કારણે બાળકોમાં ગંભીર રોગના લક્ષણોમાં વધારો જોવા મળી રહ્યો છે.

જેમાં ૧ એપ્રિલથી ૨૩ ડિસેમ્‍બર સુધીના સમયગાળામાં તમામ આંગણવાડીઓના ૨૯૦૦૮૩ બાળકોની હેલ્‍થ ચકાસણી કરવામાં આવેલ જેનો રિપોર્ટ ગઇકાલે પ્રસિધ્‍ધ થતાં લિવરની તકલીફ ધરાવતા ૬ બાળકો તથા કિડનીની તકલીફ વાળા ૪૩ બાળકો અને કેન્‍સરના લક્ષણો ધરાવતા એટલે કે ભવિષ્‍યમાં કેન્‍સર થઇ શકે તેવી શકયતા વાળા ૩૧ બાળકો અને હાર્ટએટેકની શકયતા વાળા ૧૬૪ બાળકો રિપોર્ટમાં દર્શાવવામાં આવ્‍યા છે.

આરોગ્‍ય વિભાગના વધુમાં જણાવ્‍યા મુજબ મનપાની તમામ આંગણવાડી તેમજ શાળાઓમાં રેગ્‍યુલર બાળકોનું હેલ્‍થ ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. ગંભીર પ્રકારના રોગ ધરાવતા બાળકો કે, જેઓને તાત્‍કાલીક સારવારની જરૂરીયાત હોય અથવા થોડા સમયમાં ગંભીર રોગના શિકાર બનવાની શકયતા જણાતી હોય તેવા તમામ બાળકોને આધુનીક સારવાર આપવામાં આવે છે. તેવી જ રીતે અમુક બાળકોને અમદાવાદ તેમજ મુંબઇની આધુનીક સુવિધાઓ ધરાવતી હોસ્‍પિટલોમાં પણ વિના મુલ્‍યે સારવાર કરાવવામાં આવે છે.

તેવી જ રીતે સામાન્‍ય રોગચાળામાં આંગણવાડીમાં આવતા બાળકોના વાલીઓને સાવચેત કરી આરોગ્‍ય લક્ષી સુચનાઓ આપવામાં આવતી હોય છે. છતાં હાલની જીવન શૈલીના કારણે બાળકો વધુમાં વધુ ગંભીર રોગના શિકાર બની રહ્યા છે.

(2:44 PM IST)