<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th December 2025

રસિક આરાધના ફેસ્ટીવલ : સૂર- સંગીતના રસમાં સંગીત પ્રેમીઓ ડૂબ્યા

પંડિત રસિકલાલ અંધારીયાની યાદમાં એવોર્ડ એનાયત : શાસ્ત્રીય સંગીતના ગાયીકા ડો. મોનિકા શાહે ગીતો પિરસી શ્રોતાગણના દિલ જીતી લીધા

રાજકોટ : આરાધના સંગીત એકેડમી અને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા આયોજીત ''રસિક આરાધના ફેસ્ટિવલ''નો પ્રથમ દિવસ ખૂબ ઉત્સાહ પૂર્વક સંગીત રસિક - ગણે સાંભળ્યો.

સોૈ પ્રથમ પ્રણાલી મૂજબ આરાધના સંગીત એકેડમીના વિદ્યાર્થી દ્વારા સરસ્વતી સ્તુતિ રાગ કિરવાણીમાં પ્રસ્તુત કરવામાં આવી. પં. રસિકલાલ અંધારિયાની યાદમાં ત્રીજો ''રસિક - આરાધના એવોર્ડ'' ખ્યાતનામ શાસ્ત્રીય ગાયક અને ગ્વાલિયર ધરાનાના ગાયક અને પ્રચારકને  એનાયત કરવામાં આવ્યો.તથા સંગીત અને સામાજિક ક્ષેત્રે કાર્યરત પૂર્ણિમાબેન પરીખ તથા પ્રસિદ્ધ ગાયક અને સ્વરકાર શ્રી નથનભાઇ પંચોલીનું સન્માન કરવામાં આવ્યું.

સભાના પ્રથમ સોપાનમાં સુવિખ્યાત શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય સંગીતના ગાયિકા ડો.મોનિકા શાહે રાગ પૂરિયા - કલ્યાણમાં બડાખ્યાલની સુમધુર પ્રસ્તુતિ કરી. જેના શબ્દો દતા ''હોવન લાગી સાંજ'' ત્યાર બાદ તીન તાલમાં ''તોરે મૈ નીકે લાગે ''છોટા ખ્યાલ પ્રસ્તુત કર્યો. અંતમાં બનારસ ધરાનાનો અપ્રચલિત પ્રકાર ''ટપ્પા''ગાઇને રસિક શ્રોતા ગણના દિલ જીતી લીધા. તેમની સાથે શ્રીબિમલ ભટ્ટચાર્યએ તબલા પર અને શ્રીજયમન સોનીએ હાર્મોનીયમ પર ખૂબ સુંદર સંગત કરી.

સભાના બીજા સોપાનમાં પંડિત વિદ્યાઘર વ્યાસે રાગ ભૂપાલી પારંપારિકગાયકી તથા વૈવિધ્યતાથી સભર છેડયો. જેમાં બડા ખ્યાલ, છોટા ખ્યાલ અને ત્રિવટની પ્રસ્તુતિ કરવામાં આવી. ત્યારબાદ રામભજન અને રાગ ભૈરવીમાં ગોવિન્દ ભજન ગાઇ રસિકશ્રોતા ગણની ખૂબ દાદ મેળવી.

રસિક શ્રોતાગણથી ખીચોખીચ ભરેલ લાયન્સ હોલમાં ''રસિક આરાધના  ફેસ્ટીવલ '' માણવા ગામેગામથી રસિકભાઇના શિષ્યો અને ચાહકો પધાર્યા હતા. પ્રથમ દિવસ અવિસ્મરણીય બની ગયો.

સમારોહના દ્વિતીય દિવસે શરૂઆતમાં આરાધના સંગીત એકેડમીના વિદ્યાર્થીઓ પ્રાર્થના પ્રસ્તુત કરી. બીજા દિવસના પ્રથમ સોપાનમાં યુ.એસ.એ. સ્થિત કોલકતાથી આવેલ પંડિત હિંડોલ મજૂમદારે સોલો તબલા વાદન  તાલ ત્રિતાલમાં પ્રસ્તુત કર્યું. જેમાં પરંપરાગત તથા ખ્યાતનામ કલાકારોની ગત, કાયદા રેલા, પલ્ટા ચક્રદારની સુંદર પ્રસ્તુતિ કરી. શ્રોતાગણના દિલ જીતી લીધા હતા. તેમની સાથે શ્રી શિશિર ભટ્ટે હોર્મોનિયમ પર સસંગત કરી.

બીજા સોપાનમાં કલાકક્ષાથી  પંડિત માલ્યબાંન ચેટરજીએ રાગ યમન છેડયો. વિલંબીત ઉવતાલ, ત્રિતાલ અને રૂપકમાં  બંરિશો સાથે ઘરાનેદાર, ગુરૂ, પારંપરિક તથા મધુર ગાયકીની પ્રસ્તુતિ જોવા મળે. સભાના અંતમાં રાગ ખમાજમાં ઠુમરીની પ્રસ્તુતિ કરી. તેમની ગાયકીએ સભામાં આહલાદક વાતાવરણ ખડકર્યું. તેમની સાથે ભોપાલથી પધારેલ  શ્રી અંશૂલ પ્રતાપસિંહેે તબલા પર અને શ્રી દિપેશ સુથારે હાર્મોનિયમ પર ખૂબ સરસ સંગત કરી. રસિક આરાધના બે દિવસીય ફેસ્ટીવલ શ્રોતાગણે ખૂબ માણ્યો હતો

(3:10 PM IST)