<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th December 2025

આઇ.પી.મીશન ચેપલ-ચર્ચનું નવીનીકરણઃ શ્રોફ રોડ ઉપર આ પ્રાર્થનાગૃહને સુશોભિત કરવામાં આવ્‍યો

 રાજકોટ : ક્રિસમસ નાતાલ એટલે ખ્રીસ્‍તી ઇષ્‍ટદેવ ‘‘ગોડ ઇશુ''નો જન્‍મદિવસ.  જીસસ ક્રાઈસ્‍ટ વિશ્વભરના ક્રિヘયિન લોકોના ઈષ્ટદેવ ગણાય છે.

આઇ.પી.મિશનની પ્રેસ યાદી મુજબ આયર્લેન્‍ડના  ક્રિヘ્‌યન પરિવાર ભારતમાં અને ગુજરાત રાજ્‍યમાં ૧૫૦ થી વધારે વર્ષોથી સ્‍થિર થયેલ છે. આ પરિવારના લોકો આઈરીશ પ્રેસબિટેરિયન કહેવાય, જે અનુસાર તેઓ આઈ. પી.મિશન તરીકે જાણીતા હતા.

યાદીમા જણાવ્‍યા મુજબ આઈ. પી. મિશન પરિવાર કોઈપણ જાતના જ્ઞાતિ ભેદભાવ સિવાય કેળવણી, નર્સિંગ,સ્ત્રી જાગૃતિ વગેરેના સેવા કાર્યો કરે છે. ગુજરાતમાં આ મિશનની ૭૦ થી વધારે શાળાઓ, કોલેજ તથા નર્સિંગ સ્‍કુલ આવેલ છે. કન્‍યા કેળવણી માટે આ મિશન  ઉમદા કાર્ય કરે છે.

રાજકોટ શહેરમાં શરૂઆતમાં લાલ બહાદુર શાષાી મેદાન સામે સુચક રોડ ઉપર આઈ. પી. મિશન સ્‍કુલ હતી. જે ત્‍યારબાદ, મોચી બઝાર પાસે, કોર્ટ બિલ્‍ડિંગની બાજુમાં વિશાળ જગ્‍યામાં સ્‍થળાંતર થયેલ, જ્‍યાં સ્‍કુલ, કોમ્‍યુનિટી હોલ વગેરે પ્રવૃત્તિઓ થાય છે.

આ મિશનના પ્રાર્થના ગૃહને ‘‘બેથસદા પ્રેયર હોલ'' કહેવાય છે, જે કસ્‍તુરબા રોડ/શ્રોફ રોડના જંકશન ઉપર જુના અને જર્જરીત મકાનમાં હતું, પરંતુ આઈ. પી. મિશન અને ગુજરાત ક્રિヘયિન સર્વિસ સોસાયટી દ્વારા આ પ્રાર્થનાગૃહનું નવનિર્માણ કરવામાં આવેલ છે અને ક્રિヘયિન પરિવારના નિયમો અનુસાર તેનું નવું બાંધકામ કરવામાં આવેલ છે. આ પ્રાર્થનાગૃહમાં ૨૫૦ લોકોની ક્ષમતા અને આધુનિક બાંધકામ કરવામાં આવેલ છે. આ પ્રાર્થનાગૃહને નાતાલના આનંદ અને ભ્રાતૃભાવના સંદેશને  પ્રતિબિંબિત કરે તેવી અનન્‍ય અને આકર્ષક સુશોભનથી સજાવવામાં આવેલ હોવાનું સંસ્‍થાના ફાધર આશિષ ક્રિヘયન (મો. ૯૮૨૫૮ ૬૮૦૩૦) જણાવે છે.

નાતાલ ૨૫ ડિસેમ્‍બરના રોજ સમગ્ર ખ્રિસ્‍તી સમાજ અત્‍યંત ભાવપૂર્ણ અને  ભક્‍તિભાવથી ભગવાન ઈશુના જન્‍મદિનની ઉજવણી કરે છે. એ જ રીતે, આઈ. પી. મિશનના આ પ્રાર્થનાગૃહને રંગબેરંગી વિજળીના પ્રકાશથી સુશોભીત કરવામાં આવેલ છે અને રાજકોટ સ્‍થિત આઈ. પી. મિશન પરિવાર પ્રથમ વખત આ દિવ્‍ય અને નવનિર્મિત પ્રાર્થનાગૃહમાં શાંતિ અને સદ્દભાવનાનો પ્રેરક સંદેશ ફેલાવી રહેલ છે.

આ સમગ્ર હોલનું આયોજન સ્‍ટારલીટ ઇન્‍ટીરીયર અને સ્‍ટાર આર્કિટેકટ્‍સના વિપુલ સંઘવી અને શ્રેયા સંઘવીએ કરેલ છે. રાજકોટ આઈ. પી. મિશન ટ્રસ્‍ટનો વહીવટ પાસ્‍ટર (ફાધર) આશિષ ક્રિヘયિન અને તેમનું ટ્રસ્‍ટી મંડળ કરે છે અને આ નવનિર્મિત પ્રાર્થનાગૃહમાં શાંતિ પ્રાર્થના તથા અન્‍ય કાર્યક્રમો યોજાય છે તેમ જણાવાયું છે

(4:00 PM IST)