<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th December 2025

કાલાવડ રોડ પર જાહેરમાં બાંધકામ ફેંકનાર દંડાયાઃ ૧પ હજારનો દંડ

રાજકોટઃ તા.ર૬, શહેરના વોર્ડ નં. ૮, કાલાવડ રોડ પર આવેલ અનંતાનગર સોસાયટી પાસે જાહેર જગ્‍યા પર C & D (બાંધકામ) વેસ્‍ટ નાખવા બદલ રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખા દ્વારા આસામી પાસેથી રૂ. ૧૫,૦૦૦ નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ.

આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખા દ્વારા તા.૨૫-૧૨-૨૦૨૫ દિવસ દરમિયાન વોર્ડ નં.૮ ખાતે કાલાવડ રોડ પર આવેલ અનંતાનગર સોસાયટી પાસે  જાહેર જગ્‍યા પર C & D (બાંધકામ) વેસ્‍ટ નાખવા બદલ આસામી પાસેથી રૂ ૧૫,૦૦૦/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ.

       ઉપરોક્‍ત કામગીરી   મહાનગરપાલિકાની સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખાના પર્યાવરણ ઈજનેર  ની સુચના અને નાયબ પર્યાવરણ ઈજનેર ના માર્ગદર્શન હેઠળ વોર્ડ નં.૮ ના મદદનીશ  પર્યાવરણ ઈજનેર , સેનીટેશન ઓફિસર , સેનીટરી ઇન્‍સ્‍પેકટરશ્રી, સેનીટરી સબ ઇન્‍સ્‍પેકટરશ્રી દ્વારા કરવામાં આવેલ.  શહેરના શહેરીજનોને જાહેર જગ્‍યામાં C & D (બાંધકામ) વેસ્‍ટ, કચરો ન ફેકવા તેમજ ગંદકી ન કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.

(4:02 PM IST)